કોઈપણ વ્યક્તિને પૂછો કે, હદય કઈ બાજુ હોય? તો તેની જીભમાંથી “ડાબી બાજુ” એવા શબ્દો નીકળી જ જાય. પણ તમે કોઈ એવો માણસ જોયો છે, જેનું હદય જમણી બાજુ હોય? જવાબ જો ‘ના’ હોય તો આ લેખને વાંચવાનું ભૂલશો નહીં.
ઇન્દોરની હોસ્પિટલમાં આવેલા એક દર્દીની તપાસ દરમિયાન ડોક્ટરને જાણ થઇ કે આ એવો વ્યક્તિ છે જેનું હદય ડાબી બાજુ હોવાને બદલે ‘જમણી બાજુ’ છે. હોસ્પિટલના સર્જરી વિભાગના સહાયક પ્રોફેસર અરવિંદ શુક્લા આખી ઘટના વિગતવાર જણાવતા ડોક્ટર કહે છે કે, અહીં ઇન્દોરમાં આવેલી MYH(મહારાજા યશવંત રાવ હોલકર) હોસ્પિટલમાં એક દર્દી પેટના દુખાવાની તકલીફ લઈને આવ્યો હતો. એ દરમિયાન ડોક્ટરને લાગ્યું કે, આ દર્દીનું ઓપરેશન કરવું પડશે. એ માટે શરીરનું આંતરિક ચેકઅપ કરવું પડશે એવું કહેવામાં આવ્યું હતું.
એ દર્દીનું જયારે આંતરિક ચેકઅપ થયું ત્યારે ડોક્ટરને જાણ થઇ કે, જન્મજાત વિકૃત શરીરથી પેદા થયેલ આ દર્દીના શરીરમાં કંઈક અલગ રચના છે, પછી વધુ ઊંડાણ પૂવર્ક ચેકઅપ કરી તો ખબર પડી કે આ દર્દીનું હદય પણ ડાબી બાજુને બદલે ‘જમણી બાજુ’ છે. ડોકર્ટસની ટીમ પણ આ જાણીને અચરજમાં મુકાઇ ગઈ હતી; કારણ કે ચેકઅપ કરતા ડોકટરે તેના કરિયર દરમિયાન આવો કોઈ દર્દી જોયો જ ન હતો જેનું હદય ઉલ્ટી દિશામાં હોય.
ડોકટરે વધુ જણાવ્યું કે, મનુષ્યના શરીરમાં સામાન્ય રીતે લીવર શરીરની જમણી બાજુએ હોય છે. પરંતુ આ દર્દીમાં આ અંગ ‘ડાબી બાજુ’એ છે. નવાઈની વાત એ છે કે, દર્દીના ૩૬ વર્ષ થયા છે છતાં તેને આજ સુધી આ બાબતની ખબર ન હતી. અને એ એક સામાન્ય માણસની જેમ જ જિંદગી જીવી રહ્યો છે. ડોકટરે માહિતી ઉમેરતા એ પણ જણાવે છે કે, શરીરના આંતરિક અંગ વિરુદ્ધ દિશામાં હોવું એ બહુ દુર્લભ છે અને એક લાખ જેટલા માણસમાંથી કદાચ એકાદ વ્યક્તિના શરીરની જ આવી રચના હોય છે. આ જન્મજાત આંતરિક અંગોની વિકૃતિને મેડીકલ લેંગ્વેજમાં “સાઈટસ ઇન્વસર્સ ટોટેલિસ” કહેવાય છે. આવા દર્દીઓને આખી જિંદગી ડોક્ટરની રેગ્યુલર વિઝીટ લેતી રહેવી પડે છે અને સાથે ડોક્ટરની સલાહને અનુસરવી પડે છે.
જેમ અમુકવાર ભલભલા કારીગરથી ખામી સર્જાઈ જાય એવી રીતે શરીરની ખામી પણ જોવા મળે છે. જો કે બહુ દ્દુર્લભ છે, પણ ક્યારેક ઈશ્વરના મેન્યુફેકચરીંગમાં ભૂલ થી ભૂલ થઇ ગઈ હોય છે.
આવી જ રોચક માહિતીનો ખજાનો તમારી સમક્ષ લાવતા રહીશું. એ માટે “ફક્ત ગુજરાતી”નું ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલતા નહીં.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel