ફેશન-ફિટનેસ-ફેમનો સંગમ એવી ‘મલાઈકા’ લોકોના દિલને વારેવારે ટોનિક આપતી રહે છે, હમણાં પણ એક ઘટનાથી તે સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ હતી ત્યારે ફરી એકવાર લોકોએ તેને ‘બટરફ્લાય બેબી’નો ટેગ આપીને વધુ મશહૂર બનાવી છે.
તાજેતરમાં મલાઈકાની તસ્વીરો ઈન્ટરનેટના માધ્યમ થકી ખુબ જ સ્પ્રેડ થઇ છે, જેમાં મલાઈકાએ આકર્ષક રીતે ફોટોશૂટ કરાવ્યું હતું. આ નવી તસ્વીરોને ઈન્ટરનેટ પર અપલોડ કરતાની સાથે જ હજારો-લાખો લોકોએ આ ફોટા પર પસંદગી ઉતારી હતી.
મલાઈકાએ તેના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં આ ફોટોસ અપલોડ કર્યા હતા. આ ફોટોમાં તેને અતિ આકર્ષક લાગે તેવું ‘ફ્રિલ ગાઉન’ પહેર્યું હતું. સાથે મીનીમલ મેકઅપ અને મેસી હેયરમાં એકદમ હોટ, આંખોને વારેવારે જોવો ગમે એવો લૂક આપ્યો હતો.
જયારે મલાઈકાએ તેના આ ફોટો સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેયર કર્યા ત્યારે તેને કેપ્શનમાં લખ્યું કે, ‘હેરાલ્ડ સન ન્યુઝપેપર સાથે મેલબર્નના ઇન્ડીયન ફિલ્મ ફેસ્ટીવલ માટે શૂટ કરાવવું એકદમ શાનદાર રહ્યું. આટલી ખુબસુરત ડ્રેસ આપવા માટે ઓસ્ટ્રેલિયન ડીઝાઇનર જૈસન ગ્રેચનો ખુબ આભાર.’
આ અપડેટ સિવાય અન્ય એક અપડેટ એવી પણ છે કે, મેલબોર્નમાં પણ મલાઈકા અને અર્જુન એકસાથે સમય વિતાવી રહ્યા છે. આ ફેમસ બોલીવૂડ કપલ ઇન્ડીયન ફિલ્મ ફેસ્ટીવલ અટેન્ડ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા. બંનેને સાથે જોઇને મીડિયાવાળાઓએ પ્રશ્નનો મારો ચલાવી દીધો હતો અને મેરેજ રીલેટેડ પણ પ્રશ્નો પૂછવામાં આવતા હતા.
આ સમયે મીડિયા સાથેની વાતચીતમાં મલાઈકાએ જણાવી દીધું હતું કે, ‘અત્યારે અમારા બંનેનો મેરેજ વિશેનો કોઈ પ્લાન નથી.’ એમ, ફરી સામે અર્જુન કપૂરની સાઈડથી જોઈએ તો તેને તેના રીલેશનને તેના જ બર્થ ડે ના દિવસે ઓફિશિયલ ગણાવ્યા હતા.
ફિલ્મી જગતની ચટપટી અને મજેદાર વાતો જાણવા માટે “ફક્ત ગુજરાતી” પેજને અત્યારે જ લાઈક કરી લો અને તમારા મિત્રો સાથે પણ શેયર કરજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel