લાંબા અને સુંદર નખ હાથની સુંદરતા વધારે છે, અને નખ પર જો સ્ટાઇલિશ નેઇલ આર્ટ કરેલા હોય, તો હાથની સુંદરતા ખૂબ વધી જાય છે. તમે પણ સ્ટાઇલિશ નેઇલ આર્ટ શીખીને તમારા હાથના નખની સુંદરતા વધારો અને તમારા નખને મનપસંદ રંગોથી સજાવો, નેઇલ આર્ટ શીખીને તમે તમારી કારકિર્દી બનાવી શકો છો.
નેઇલ આર્ટ ના નવા ટ્રેન્ડ શીખો:
ટ્રેન્ડ સેન્ટર બનવા માટે સિંગલ કલરની સાદી નેઇલ પોલિશ કરવી જ કાફી નથી. શીખો નેઇલ આર્ટ ના નવા ટ્રેન્ડ અને તમારું અલગ સ્ટાઈલ સ્ટેટમેન્ટ બનાવો.
સરળ અને અસકારક રીતે આમ લગાવો ઉત્તમ નેઇલ પોલિશ
સરખી નેઇલ પોલિશ લગાવવી એ પણ એક કળા છે. તમે પણ શીખો સરળ અને અસરકારક નેઇલ આર્ટ અને તમારા હાથની સુંદરતા વધારો.
નેઇલ પોલિશ લગાવતા પહેલા નખ ને કાપી ને સરખો આકાર આપી દો.
ઘાટ્ટા રંગની નેઇલ પોલિશ લગાવતા પહેલા નખ પર બેઝ કોટ લગાવો. તે પારદર્શી હોય છે.
બેઝ કોટ સુકાયા પછી કોઈ પણ ઘાટ્ટા રંગની નેઇલ પોલિશ લગાવો. તેનાથી નખ પર તેની સીધી અસર નહીં થાય.નેઇલ પોલીશ વધારે સમય સુધી ટકી રહે તેથી બેઝ કોટ પછી નેઇલ પોલિશાના બે પાતળા પડ લગાવો.
નેઇલ પોલિશ વધારે દિવસો સુધી ટકી રહે તે માટે નેઇલ પોલિશ લગાવ્યા પછી હાથોને ૩૯ સેકન્ડ સુધી ઠંડા પાણીમાં પલાળીને રાખો.
નેઇલ પોલિશ કાઢ્યા પછી નખના ક્યુટિકલ પર ક્રીમ કે ઓલિવ ઓઇલથી માલિશ કરો. લીંબુના છોતરા પર થોડી મલાઈ લગાવીને નખ પર ઘસો. તેનાથી નખ સુંદર તેમજ ચમકીલા દેખાશે.
હંમેશા સારી ગુણવત્તાની લેડરહિત નેઇલ પોલિશ ખરીદો. સસ્તી નેઇલ પોલિશમાં ઘણીવાર લેડ હોય છે, જે ભોજન સાથે પેટમાં જઈને નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી નખ પર પણ ધબ્બા પડી જાય છે.
નેઇલ પોલિશ દૂર કરવા માટે સારી ગુણવત્તાવાળુ રિમૂવર જ પસંદ કરો નહીંતર એલર્જી જેવી સમસ્યા પણ થઈ શકે છે.
નેઇલ પોલીશ કાઢવા માટે રૂ નો ઉપયોગ કરો. તેનાથી નેઇલ પોલિશ ઝડપથી નીકળે છે.
નેઇલ પોલિશ રિમૂવર ને સખત સૂર્યપ્રકાશ અને તડકો વગેરેથી બચાવીને રાખો.
નખ ના ઉપરના ભાગને ગોળાકાર આપો જેથી તે ઝડપથી તૂટે નહીં.પછી ટૂથ બ્રશ કે તેલ બ્રશથી સારી રીતે સાફ કરો. ક્યુટિકલ પુશર થી નખની ચારે બાજુની મૃત ત્વચાને ધીમે ધીમે પાછળની તરફ ખસેડતા રહો. આમ કરવાથી મૃત ત્વચા નીકળી જશે અને નખ મોટા દેખાશે.
નખને ગરમ પાણીમાં સરખી રીતે સાફ કરીને સુકવી લો. પછી નેઇલ પોલિશ નો પહેલો કોટ લગાવો અને તે સુકાય પછી બીજો કોટ લગાવો.
નખને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે ભોજનમાં પ્રોટીન, કેલ્શિયમ, આયરન વિટામિન બી અને સી નો સમાવેશ કરવો જરૂરી છે.
અઠવાડિયામાં એકવાર સરસવ કે નારિયેળના તેલથી હાથ તેમજ પગના નખ ની માલીશ કરો. નખને ખોતરવા નહીં નહિતર તે ઝડપથી તૂટી શકે છે.
આ છે નખ વધારવાના ૫ ચમત્કારિક ઘરેલુ ઉપાય:
નખ જો કડક હોય તો એક વાટકી હૂંફાળા પાણીમાં ૫ થી ૬ ટીપા ગ્લિસરીન કે સિંધવ મીઠું ભેળવી લો અને તેમાં નખને ૫ થી ૬ મિનિટ ડુબાડીને રાખો. તેનાથી તે કોમળ થઇ જશે અને તેને કાપવામાં પણ સરળતા રહેશે.
રાત્રે સુતા પહેલા નખ અને ક્યુટિકલ પર ગરમ જૈતુન નુ તેલ લગાવવું. પછી હળવા હાથે પાંચ મિનિટ સુધી મસાજ કરો. રાત્રે મોજા પહેરીને સૂવું. આમ કરવાથી તમારા નખ ઝડપથી વધશે અને સ્વસ્થ રહેશે. તમે ઈચ્છો તો પંદરથી વીસ મિનિટ સુધી જૈતુન ના ગરમ તેલમાં નખ ડુબાડીને પણ રાખી શકો છો. તેનાથી પણ નખ ઝડપથી વધે છે.
સરસવના તેલથી અઠવાડિયામાં એક દિવસ પંદરથી વીસ મિનિટ સુધી નખને માલિશ કરો. આમ કરવાથી નખનો વિકાસ ઝડપથી થાય છે.
૧/૪ કપ નાળિયેરનું તેલ અને તેટલી જ માત્રામાં મધ લો. તેમાં ચાર ટીપા રોઝમેરી તેલ ભેળવો. આ મિશ્રણમાં નખને પંદરથી વીસ મિનિટ સુધી ડુબાડીને રાખો. અઠવાડિયામાં બે વાર આવું કરવાથી નખ ઝડપથી વધે છે અને મજબૂત પણ બને છે.
નખને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે ભોજનમાં પ્રોટીન, કેલ્શિયમ, આયન, વિટામિન બી અને સી યુક્ત પદાર્થો લો, જેમ કે દૂધ, દહીં, લીલા શાકભાજી, સલાડ વગેરે.
નેઇલ આર્ટ ના સારા પરિણામ માટે હાથની કાળજી રાખવી જરૂરી છે.
નેઇલ આર્ટની સુંદરતા ત્યારે જ નિખરી આવે છે જ્યારે તમારા હાથ સુંદર હોય તેથી નેઇલ આર્ટ પહેલાં તમારા હાથ ની સાર સંભાળ પર ખાસ ધ્યાન આપો.
હાથ ધોવા માટે હંમેશા મોઈશ્ચરાઈઝર યુક્ત હેન્ડવોશ નો જ ઉપયોગ કરવો.
ઘરના કામ કરતી વખતે ખાસ કરીને પાણી માં કામ કરતી વખતે મોજાનો ઉપયોગ કરવો. વાસણ, કપડા વગેરે જોવા માટે સારી ગુણવત્તાવાળા લિક્વિડ ડિટર્જન્ટ કે સાબુનો ઉપયોગ કરવો, જેથી તમારા હાથને નુકસાન ન થાય.
હાથ ધોયા પછી અને રાત્રે સુતા પહેલા હાથ પર મોઇશ્ચરાઇઝર લગાવવા નું ભૂલશો નહીં.
વારંવાર હાથ ધોવા થી બચવું. તેનાથી ફૂગનો ચેપ લાગવાનો ભય રહે છે. હાથને વધારે ઘસીને સાફ ન કરવા.
અઠવાડિયામાં ઓછામાં ઓછા એક કે બે વાર હાથને સ્ક્રબ કરો. ઘરેથી બહાર નીકળતી વખતે ચેહરા ની સાથે હાથ પર પણ સનસ્ક્રીન લોશન લગાવો.
ઘરની સાફ-સફાઇ, બાગકામ જેવા કામ કરતી વખતે મોજા પહેરવા.
મહિનામાં એકવાર મેનિક્યોર જરૂર કરાવવું.
તહેવારોના સમયમાં સ્ત્રીઓ હાથમાં મહેંદી અને નેઇલ પોલિશ જરૂર લગાવે છે. તમે પણ તમારા હાથોમાં મહેંદી અને નેઇલ પોલિશ લગાવતી વખતે નેઇલ આર્ટ ડિઝાઇન બનાવો. નેઇલ આર્ટ ડિઝાઈન બનાવીને તમારી નેઇલ પોલિશ વધુ આકર્ષક લાગશે અને તમારા હાથ વધારે સુંદર દેખાશે.
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team