મિત્રો આજે અમે તમારી સાથે કોઈ રેસિપી નહિ પરંતુ ઘરેલુ શેમ્પૂ બનાવવાનું શેર કરીશું. આ શેમ્પૂ માં ઉમેરાતી બધી વસ્તુઓ ઘણી ફાયદાકારક છે આ ઘરેલુ શેમ્પૂ ને આપણે આંમળા, અરીઠા અને શિકાકાઈ થી બનાવીશું.
આંમળા વિશે તો બધા જાણો છો કે તે આપણા માટે કેટલુ ફાયદાકરક હોય છે. આયુર્વેદમાં આંમળાને દરેક રોગો માટે ઘણુ શક્તિશાળી માનવામાં આવ્યું છે. વિટામીન સી નું આ સૌથી ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. આંમળા વાળના મૂળને મજબૂત કરી તેને ચમકદાર અને જાડા બનાવે છે.
અરીઠામાં સાબુ જેવા ફિણાનો ગુણધર્મ હોય છે. અરીઠાનો ઉપયોગ ૫૦૦૦ વર્ષોથી આયુર્વેદમાં કરવામાં આવે છે અરીઠામાં જોવા મળતા વિટામીન એ,ડી, ઈ, કે વાળોમાં ચમક ઉત્પનન કરે છે અને વાળાને મુલાયમ બનાવે છે.
શિકાકાઈ ને માઇલ્ડ કલેંજર પણ કહેવામાં આવે છે. તે વાળના કુદરતી તેલને જાળવી રાખે છે ખાસ કરીને તેવા લોકો માટે ઘણું ફાયદાકારક હોય છે. જેની માથાની ચામડી પ્રદુષણ અને રસાયણ ના લીધે શુષ્ક થઈ ગઈ છે. શિકાકાઈ નું કુદરતી સ્તર ઓછુ થવાથી તે વાળ અને સ્કેલને સંવેદનશીલ થતું બચાવે છે.
શિકાકાઈ વાળને સમયથી પહેલા સફેદ થવા દેતું નથી પ્રદુષણ અને રસાયણ ના લીધે લોકના વાળ ખૂબ જલ્દી સફેદ થવા લાગે છે. શિકાકાઈ ના ઉપયોગથી વાળ સફેદ થવાની પ્રક્રિયા ઓછી થઈ જાય છે. વાળ લાંબા સમય સુધી સ્વસ્થ અને કાળા રહે છે.
જરૂરી સામગ્રી.
- અરીઠા – ૫૦ ગ્રામ
- આંબળા – ૫૦ ગ્રામ
- શિકાકાઈ – ૫૦ ગ્રામ
રીત.
અરીઠાને તોડીને બીજ કાઢી લો અને રાતના દોઢ કપ પાણીમાં પલાળી રાખી દો. આંબળા અને શિકાકાઈ ને પણ દોઢ દોઢ કપ પાણીમાં પલાળી ને રાખી દો.
શેમ્પૂ બનાવવા માટે એક લોખંડની કડાઈ લો અને આ કડાઈમાં અરીઠા, આંબળા અને શિકાકાઈ ત્રણેય ને પાણી સાથે નાખી દો. હવે તેમા બે કપ પાણી હજુ નાખો. વધારે તાપ પર એક ઉફાણ આવયા પછી ગેસના તાપને ધીમી કરી દો. ધીમા તાપે શેમ્પૂને અડધો કલાક પકાવો.
શેમ્પુને અડધો કલાક પકવાયા પછી ગેસ બંધ કરી દો અને કડાઈને ઢાંકીને રાખી દો. જ્યારે શેમ્પૂ સારી રીતે ઠંડુ થઈ જાય ત્યારે તેની અંદર જે સામગ્રી છે તેને હાથથી સારી રીતે મસળી લો. જેથી પાકેલા અરીઠા, આંબળા અને શિકાકાઈ સારી રીતે મિક્સ થઈ જાય.
બધી વસ્તુઓને સારી રીતે મસળ્યા પછી તેને ચાળણીમાં ચાળી લો. જે મોટા પલ્પ વધે તેને ફેકી દો. ચાળેલા શેમ્પૂને એક બોટલમાં ભરી લો. આપણું ધરે બનાવેલું શેમ્પૂ તૈયાર છે આ શેમ્પૂ લગાવવાથી ફીણ પણ બને છે.
આ ઘરે બનાવેલા શેમ્પુના નિયમિત ઉપયોગથી તમારા વાળ કાળા, લાંબા અને ઘાટ્ટા થઈ જશે. વાળ ખરવાની સમસ્યા પણ દૂર થશે અને ક્યારેય ખોડો પણ નહિ થાય.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.