ચા પ્રેમી માટે કોઈપણ ઋતુ મહત્વની નથી શિયાળો હોય કે પછી ગરમીની ઋતુ હોય અથવા તો ચોમાસાની ઋતુમાં તેમની ચા નો પ્રેમ ઓછો થતો નથ. સવારે અથવા સાંજે ચાની ચૂસકી લેવા માટે ખૂબ જ તત્પર રહે છે, પરંતુ ચોમાસામાં આ બેતાબી વધી જાય છે. વરસાદની ઋતુમાં પોતાની સાથે તે ઘણી બધી બીમારી પણ લઈને આવે છે એવામાં ચા તેની સામે લડવામાં મદદ કરે છે. મસાલા ચા આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અને આપણને ફ્લૂથી બચાવવા માટે મદદ કરે છે. આવો અમે તમને સાત પ્રકારની ચા બનાવવાની રીત જણાવીએ છીએ તે બીમારી સામે લડવામાં તમારી મદદ કરશે.
.
1 હળદર વાળી ચા
હળદર રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ જાણીતી છે અને ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં હળદરવાળી ચા અથવા તો હળદર વાળું દૂધ પીવામાં આવે છે. હળદરની ચા એક સમયે સ્વાસ્થ્યવર્ધક અને સ્વાદિષ્ટ હોય છે. હળદર વાળી ચા બનાવવા માટે ખાંડની જગ્યાએ મધ લેવામાં આવે છે અને પાણીમાં હળદર નાખીને ઉકાળવામાં આવે છે. ત્યારબાદ તેમાં કાળા મરી ઉમેરવા અને ત્યારબાદ મધ નાખવામાં આવે છે. આ ચા માં દૂધ ન નાખીને આ જ રીતે લેવી ખૂબ જ યોગ્ય હોય છે. પરંતુ તમારે દૂધ લેવું હોય તો તમે ઉમેરી શકો છો.
2 આદું મસાલા ચા
આદું મસાલા ચા લોકો સૌથી વધુ પીવે છે પાણીમાં ચા ની પત્તી અને આદુ નાખીને ઉકાળો. ત્યારબાદ તેમાં તજ ઈલાયચી અને પીસેલું લવિંગ નાખીને એક મસાલો તૈયાર કરો અને તમારા સ્વાદ અનુસાર ઉમેરો આદુ મસાલા વાળી ચા વરસાદની ઋતુની મજા બે ગણી કરી દેશે.
3 સ્ટાર ફુલ મસાલા ચા
સ્ટાર ફૂલની મસાલા બિરયાની ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ચા સાથે પણ એવી જ લાગે છે આ મસાલા ફૂલની સાથે નિયમિત મસાલાની સાથે બનાવો જેથી ચોમાસાની ઋતુમાં વરસાદમાં સાંજે એક અનોખી સુખદાયક સાંજની ચા નો આનંદ ઉઠાવી શકો. તેને બનાવવા માટે ઉકળતા પાણી મા ચા પત્તી એક સ્ટાર ફુલ અને વરિયાળી નાખો ત્યારબાદ તેમાં ખાંડ નાખો પાંચ મિનિટ ઉકળી જાય ત્યારબાદ તેમાં દૂધ ઉમેરીને ગાળો.
4 આદુ લસણ વાળી ચા
આદુ લસણની જોડી ખાવાની વસ્તુઓનો સ્વાદ વધારવા માટે ખૂબ જ જાણીતી છે હવે તેની ચા બનાવવાનો સમય પણ આવી ગયો છે આમ તો આ બંને મસાલા એકબીજાના પૂરક છે ઉકળતા પાણીમાં થોડું આદુ અને લસણ ક્રશ કરીને નાખો, ત્યારબાદ થોડા સમય પછી તેને ગાળો આ ચા શરદી ખાંસી થી બચવા માટે ખૂબ જ મદદ કરશે. વધુ સ્વાદ મેળવવા માટે તમે તેમાં મધ ઉમેરી શકો છો.
.
5 તુલસી વાળી ચા
તુલસી ઘણા બધા પ્રકારના સ્વાસ્થ્ય બેનિફિટ આપે છે, ખાસ કરીને જ્યારે ઋતુમાં બદલાવ આવતો હોય ત્યારે આ ચા પીવી જોઈએ, આ ચા બનાવવા માટે પાણીમાં તુલસીના પાન નાખો ત્યારબાદ કાળા મરી નાખીને ઉકાળો પાંચ મિનિટ ઉકાળ્યા બાદ તેને ગાળો સ્વાદ માટે તેમાં મધ ઉમેરી શકો છો તુલસી નીચે ફ્લૂથી બચાવે છે.
6 વરીયાળીની ચા
વરીયાળી પ્રકૃતિમાં સ્વાભાવિક રૂપે ઠંડી હોય છે જો તમે તમારી ચા ને વધુ ગળી પસંદ કરતા નથી તો આ કુત્રિમ મીઠાશ ની જરૂરિયાત વગર તમારી ચા ને સ્વાદિષ્ટ બનાવશે. વરિયાળીને ચા પત્તી અથવા બંનેની સાથે ઉકાળો અને તમારી વરિયાળીના તીખા સ્વાદ નો આનંદ માણો.
7 ક્લાસિક મસાલા ચા
ક્લાસિક મસાલા ચા નાના નાના ચાની દુકાન અથવા તો ઢાબામાં મળે છે તેને પીવાથી મૂડ ફ્રેશ થઈ જાય છે તેને બનાવવા માટે તુલસી, આદુ, કાળા મરી, તજ, ઈલાયચી, ચા પત્તી અને દૂધની જરૂર પડે છે. સૌપ્રથમ પાણીને સ્ટવ પર ઉકાળવામાં આવે છે ત્યારબાદ તેમાં તુલસી પાન વાટેલું આદુ કાળા મરી પાવડર તજ પાવડર અને ઈલાયચી ઉમેરીને ઉકાળવામાં આવે છે ત્યારબાદ તેમાં ખાંડ નાખવામાં આવે છે દૂધ ઉમેરીને તેને ગાળવામાં આવે છે ચોમાસાના ઋતુમાં ઘરે બનાવેલી ક્લાસિક મસાલા ચા ની મજા કઈક અલગ હોય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “ચોમાસાની આલ્હાદક ઋતુમાં બનાવો આ સાત પ્રકારની સ્પેશિયલ મસાલા ચા”