મોટાભાગના દરેક લોકો મોમોજ ખાવાનું પસંદ કરે છે. લાલ મરચાની ચટણી સાથે ગરમાગરમ મોમોઝ ખાવાની મજા જ કંઇક અલગ હોય છે, તો ચાલો જાણીએ ઘરે
બજાર જેવા સ્વાદિષ્ટ વેજીટેબલ મોમોઝ બનાવવાની રેસીપી વિશે.
જો તમે મોમોઝ ખાવાના શોખીન છો તો તમને તે જાણીને આનંદ થશે કે તમે તેને સરળતાથી ઘરે પણ બનાવી શકો છો. મોમોઝ બનાવવા એ મુશ્કેલ કામ નથી, તો ચાલો જાણીએ કે ઘરે જ વેજીટેબલ મોમોઝ બનાવવાની રીત.
મોમોઝ બનાવવાની સામગ્રી
- 3 વાટકી મેંદો
- 1 કાંદો ( જીણો સમારેલો )
- 4 થી 5 લસણની કળીઓ ( વાટેલી )
- 1/2 કોબી (બારીક છીણેલી)
- 1/2 કપ પનીર ( ટુકડા કરેલ )
- 1 ચમચી તેલ
- 1 ચમચી મરીનો પાવડર
- 2 ચમચી જીણા કાપેલ લીલા ધાણા
મોમોઝ બનાવવાની રીત
- સૌથી પહેલા એક વાસણમાં મેંદામાં ચપટી મીઠું અને પાણી નાખી તેને નરમ બાંધી લો અને સેટ થવા માટે ઢાંકીને મૂકી દો.
- મોમોઝના સ્ટફિંગ માટે એક વાટકીમાં છીણેલી કોબી , પનીર, ડુંગળી અને લસણ, લીલા ધાણા બધાને કાપીને સરખી રીતે મિક્સ કરો.
- હવે તેમાં તેલ, મરી પાવડર અને મીઠું ઉમેરી અને તેને પણ એક કલાક માટે મૂકી દો. તેમ કરવાથી કોબી નરમ થઈ જશે.
- નક્કી કરેલા સમય પછી મેંદાના ગોળ લુઆ બનાવી સૂકા મેંદામાં રોળી ને નાની-નાની પાતળી પૂરી વણી લો.
- પછી પુરીની વચ્ચે મોમોઝનું સ્ટફિંગ રાખો અને આકાર આપીતા બંધ કરી દો. આવી જ રીતે દરેક મોમોઝ ભરીને તૈયાર કરી લો.
- તેને રાંધવા મટે મોમોજનું વરાળવાળું વાસણ લો. સૌથી નીચે વાસણમાં અડધાથી વધારે પાણી ભરીને ગેસ પર ગરમ કરો.
- ત્યારબાદ સેપરેટર પર મોમોઝ રાખી ગરમ પાણી વાળા વાસણ ઉપર રાખીને સેટ કરો. વાસણ ઉપર તેલ લગાવી લો.
- ઢાંકીને ધીમા તાપે વરાળમાં 10 મિનિટ સુધી મોમોઝ રાંધો.
- વેજ મોમોઝ બનીને તૈયાર છે. લાલ મરચાની ચટણી અને માયોનીઝની સાથે તેને પીરસો.
નોંધ
- જો સેપરેટર ન હોય તો તમે કુકરમાં પાણી નાખી કોઈ સ્ટીલના વાસણમાં પણ મોમોઝ રાખી શકો છો.
- તે પણ 8-10 મિનિટની અંદર તૈયાર થઈ જશે.
- વાસણને ચીકણું કરવાનું ભૂલશો નહિ
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “રેસ્ટોરન્ટ જેવા જ ટેસ્ટી વેજીટેબલ મોમોઝ ઘરે બનાવો!!!! આ રહી તેની પરફેક્ટ રેસિપી”