નાસ્તામાં દર વખતે પરોઠા અને ચીલા ખાઈને દરેક કંટાળી જાય છે, તેથી કંઈક નવું અજમાવવું જોઈએ. અહીં અમે તમને બતાવીશું કે કેવી રીતે તમે ઘરે જ ઝડપથી પાવભાજી કબાબ બનાવી શકો છો.
નાસ્તામાં આરોગ્યની સાથે સાથે સ્વાદિષ્ટ ભોજન બધાને પસંદ હોય છે. પરંતુ પરોઠા અને ચીલા જેવી વસ્તુ દર વખતે ખાવાનો કંટાળો આવી શકે છે. જો તમે ઘરે કંઈક નવું બનાવવા માંગો છો, તો પાવભાજી કબાબ બનાવી શકો છો. પાવભાજી તો તમે ઘણી વાત ખાધી હશે, પરંતુ શું તમે ક્યારેય પાવભાજી કબાબ ખાધી છે? તે જોવામાં એકદમ કટલેસ જેવી જ દેખાય છે અને તેમાં પાવભાજીનો સ્વાદ આવે છે. ઘરમાં રહેલી વસ્તુઓથી તમે સરળતાથી પાવભાજી કબાબ બનાવી શકો છો, તો ચાલો તમને તેની રેસિપી જણાવીએ.
પાવભાજી કબાબ રેસીપી:
- કુલ સમય: ૩૦મિનિટ
- તૈયારીનો સમય: ૧૫ મિનિટ
- જમવાનું બનાવવાનો સમય:૧૫ મિનિટ
- પીરસવાનું: ૮
- રસોઈનું સ્તર: મધ્યમ
- કોર્સ: નાસ્તો
- કેલેરી:૨૫૦
- ભોજન: ભારતીય
- લેખક: સ્તુતિ ગોસ્વામી
સામગ્રી:
- બારીક કાપેલી ડુંગળી
- લસણની પેસ્ટ એક ચમચી
- એક મોટું ટામેટું (પીસેલું)
- એક ચમચી પાવભાજી મસાલો
- અડધી ચમચી ગરમ મસાલો
- એક નાની ચમચી લાલ મરચું
- મીઠું સ્વાદ મુજબ
- અડધો કપ ફ્લાવર (કાપેલી)
- અડધો કપ કોબીજ (કાપેલી)
- એક કપ બ્રેડ ક્રમ્સ
- એક કપ બટાકા (મેશ કરેલા)
- એક ચમચી મકાઈનો લોટ
- થોડું તેલ
રીત:
- સ્ટેપ ૧.
પાવભાજી કબાબ બનાવવા માટે સૌથી પહેલા તમારે એક વાસણમાં તેલ નાખીને તેને ગરમ કરવાનું છે અને તેમાં ડુંગળી નાખવાની છે. પછી તેમાં ટામેટા, ગરમ મસાલો, લાલ મરચું, મીઠું અને પાવભાજી મસાલો નાખો. - સ્ટેપ ૨.
જ્યારે તે સરખી રીતે સંતળાઈ જાય, તો તેને ઠંડુ થવા માટે રાખી દો. ત્યાં સુધી તમે એક વાસણમાં મકાઈનો લોટ અને થોડું પાણી ભેળવીને એક મિશ્રણ બનાવી લો. ધ્યાન રાખવું કે તે વધારે પાતળું કે ઘટ્ટ ન હોવું જોઈએ, કેમ કે કબાબને પછી તળવાની હશે. - સ્ટેપ ૩.
હવે જે તમે ડુંગળી- ટામેટાની પેસ્ટ બનાવી હતી તેમાં ફ્લાવર, કોબીજ, બ્રેડ ક્રમ્સ, બટાકા અને મકાઈનો લોટ ભેળવો. સરખી રીતે મિક્સ કરો અને તમારું સ્ટફિંગ તૈયાર છે. - સ્ટેપ ૪.
વેજી સ્ટફિંગ ને એક રોટલીના લુવાની જેમ ગોળ બનાવો અને તેને સીધું સીધું કરીને વણી લો. ધ્યાન રાખવું કે જો તે તમારા હાથ પર ચોંટી રહ્યું છે, તો હાથ પર થોડું તેલ લગાવી શકો છો. બધા સ્ટફિંગના બેલાકારમાં લાંબા-લાંબા રોલ્સ બનાવો અને તેને થોડીવાર માટે રાખી દો. - સ્ટેપ ૫.
હવે બેલાકારમાં બનાવેલી વેજી સ્ટફિંગને મકાઈના લોટ અને પાણીના મિશ્રણમાં ડુબાડો, પછી બ્રેડ ક્રમ્સ સરખી રીતે ચારે બાજુ લગાવી દો.જો તમે બ્રેડ ક્રમ્સને સરખી રીતે સ્ટફિંગ પર લગાવશો નહીં, તો તેને ફ્રાય કરતી વખતે ફાટવા લાગશે. - સ્ટેપ ૬.
બધી જ વેજી સ્ટફિંગને આવી જ રીતે કબાબ બનાવો અને તેને લગભગ પાંચ મિનિટ માટે સુકાવા દો. જો તે સરખી રીતે સુકાઈ જશે તો તે ફાટશે નહીં અને સરખી રીતે ફ્રાય થઈ શકશે. - સ્ટેપ ૭.
એક વાસણમાં તેલ ગરમ કરો અને તેમાં એક એક કરીને રોલ્સ નાખો, હળવા બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો. જો તમે ક્રિસ્પી કબાબ ખાવા ઇચ્છતા હોય, તો તેને ડાર્ક બ્રાઉન થાય ત્યા સુધી ફ્રાય કરી શકો છો, જેનાથી સારો ટેસ્ટ આવશે. - સ્ટેપ ૮.
આ પાવભાજી કબાબને તમે સોસ અને ચા સાથે પીરસી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team