ચોમાસામાં ઉત્તરભારતમાં કોર્ન ચાટને ખુબજ પસંદ કરવામાં આવે છે. અને તે ખુબજ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી છે. અને આ નાસ્તો આસાનીથી ઘરે બનાવી શકાય છે. તેને મકાઈ, લીંબુનો રસ, લીલા મરચાં, ટામેટા, પીળા સિમલા મરચા, ડુંગળી, આદુનો રસ, વગેરે મસાલાના મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે. આ નાસ્તાને તમે કીટી પાર્ટી અથવા તો પિકનિક દરમિયાન મિત્રો અથવા પરિવારની સાથે તેની મઝા માણી શકાય છે. તમે આ ચાટને મોકટેલ અથવા ચા સાથે પીરસી શકો છો. તમે તેને તમારા સ્વાદ અનુસાર તીખું બનાવી શકો છો.
આવો જાણીએ કોર્ન ચાટ બનાવવાની રીત
સામગ્રી
- બાફેલી મકાઈ 900 ગ્રામ
- લીલા મરચાં 2 નંગ
- મરચું પાવડર અડધી નાની ચમચી
- શેકેલું જીરું પાવડર બે ચમચી
- જરૂર મુજબ મીઠુ
- પીળા શિમલા મરચા 2
- આદુનો રસ બે ચમચી
- લીંબુનો રસ બે ચમચી
- ધાણા 2 ચમચી
- કાળા મરી એક ચમચી
- સંચળ 1 ચમચી
- ટામેટા 1 કપ
- સિમલા મરચાં 1 કપ
- ડુંગળી 1
બનાવવાની રીત
આ સ્વાદિષ્ટ રેસીપી બનાવવા માટે સૌપ્રથમ ટામેટા, ડુંગળી, લીલા અને પીળા સિમલા મરચાં કાપીને તૈયાર કરો. જ્યારે દરેક શાકભાજી કપાઈ જાય ત્યારે તેને એક બાજુ મૂકો.
હવે એક બાઉલમાં મીઠું, સંચળ, શેકેલું જીરું પાવડર, કાળા મરી અને લાલ મરચું પાવડર એક સાથે ઉમેરીને એક બાજુ મૂકો.
હવે એક નોન સ્ટીક પેન લો અને તેને ધીમી આંચ પર મૂકો તથા તેમાં તેલ નાખો. ત્યારબાદ મકાઈને પેનમાં નાખીને 6 થી 7 મિનિટ સુધી શેકો. ત્યારબાદ મકાઈના દાણા થોડા ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારબાદ ગેસ બંધ કરો.
હવે દરેક કાપેલી શાકભાજી તેમાં નાખો અને મસાલો મિક્સ કરો ત્યારબાદ ઉપરથી ધાણા ગભરાવો આ સામગ્રીને યોગ્ય રીતે મિક્સ કરો અને ત્યારબાદ આ મિશ્રણમાં લીંબુ નો રસ અને આદુનો રસ નાખીને સારી રીતે મિક્સ કરો. ચાટ તૈયાર છે.
મકાઈમાં જોવા મળતા પોષક તત્વો
મકાઈ કોઈપણ વ્યક્તિને પસંદ ન હોય તેવું બનતું નથી, કારણ કે તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, અને સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે હેલ્ધી પણ હોય છે, કોઈપણ ઋતુમાં તમે તેનું સેવન કરી શકો છો. મકાઈ નું સેવન તમે ઘણી બધી વસ્તુઓમાં કરી શકો છો. તેનું સેવન તમે સૂપ, નાસ્તો, અને વિવિધ વાનગીઓ બનાવવા માટે કરી શકો છો, તેમાં ઘણા બધા પોષક તત્વો જોવા મળે છે. મકાઈમાં મિનરલ, એન્ટીઓક્સીડેન્ટ અને વિટામીન-એ, બી, ઈ જેવા પોષક તત્વો હોય છે, અને તે ઘણી બધી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે મદદ કરે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “આ ચોમાસાની આલ્હાદક ઋતુમાં ઘરેજ બનાવો હેલ્ધી સ્નેક સ્વીટકોર્ન ચાટ”