તમારા મનપસંદ શાકભાજીઓ સાથે બનાવો હેલ્થી વેજ પુલાવ, તો ચાલો જાણીએ રેસીપી

Image source

વેજ પુલાવ રેસિપી એક ઝડપથી બની જતી રેસિપી છે જેને ચોખા અને તમારી પસંદની શાકભાજીઓ સાથે બનાવી શકાય છે. મુસાફરી સમયે ઘરનું ભોજન ખાવા માંગો છો તો પણ આ રેસિપી એક સારો વિકલ્પ છે. આ રેસિપી એક સંપૂર્ણ બપોર અને સાંજના ભોજનની રેસિપી છે. જો તમે ઓફિસ કે બીજા કોઈ કામમાં વ્યસ્ત છો તો આ રેસિપી તમારી મદદ કરશે.

મુખ્ય સામગ્રી

Image source

  • ૧ કપ પલાળેલા ચોખા- ૨ કપ પાણી
  • જરૂરિયાત મુજબ મીઠુ
  • ૧ મોટી ચમચી ઘી
  • ૩ લીલી મરચી
  • ૧/૨ કપ વટાણા
  • ૧ કપ લીલા કઠોળ
  • ૧ કપ ગાજર
  • ૧ કપ કોબી
  • જરૂરિયાત મુજબ મરી
  • ૧એલચી મસાલો
  • ૧ તજ
  • ૧ લવિંગ
  • ૧ નાની ચમચી જીરૂ
  • ૨ તજનું પાંદડુ

રીત ૧:

 Image source

એક વાસણમાં મોટી ચમચી ઘી કે તેલ નાખીને ગરમ કરો. હવે તેમા ૨ તજના પાંદડા, ૧ ચમચી જીરૂ, ૨-૩ મરી, એક મોટી એલચી, એક તજ સ્ટીક અને ૨-૩ લવિંગ નાખો અને એક મિનીટ માટે હલાવો.

રીત ૨:

Image source

૧ કપ કોબી નાખીને પકાવો. હવે તેમા ૧ કપ ગાજર નાખો, તેના પછી ૧ કપ કઠોળ નાખો. થોડી સેકન્ડ પકાવો અને ત્યારબાદ ૧/૪ કપ વટાણા નાખો. પછી ૨ લાંબી કાપેલી લીલી મરચી નાખો. બધી વસ્તુઓને ૩-૪ મિનીટ સુધી પકાવો.

રીત ૩:

Image source

હવે તેમા ૧ કપ પલાળેલા બાસમતી ચોખા નાખો. તેમા પાણી નાખો અને તેને ઉકળવા દો. જેમ જેમ પાણી ઉકળવા લાગે તેમ તેમાં સ્વાદ મુજબ મીઠુ નાખો. સારી રીતે મિક્સ કરો. હવે તેને ઢાંકી દો અને ધીમા તાપે ૧૦ મિનીટ સુધી પકાવો.

રીત ૪:

Image source

તમારા વેજ પુલાવ બનીને તૈયાર છે, તેને પીરસવાના વાસણ માં કાઢી લો અને સજાવટ માટે લીલા ધાણા વાપરો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment