બાળકો ને રોજ સવારે ડ્રાય ફ્રૂટ વાળુ ડ્રિંક પીવડાવા થી ખૂબ ફાયદો થશે. આના થી તેમનું દિમાગ તેજ થશે અને એનર્જિ પણ મળશે.
દરેક માં તેના છોકરા માંટે હેલ્થી રેસીપી શોધતી હોય છે. જો તમે પણ એક એવી જ રેસીપી શોધી રહ્યા છો જે પોષક તત્વો ની સાથે બાળક ને એનર્જિ પણ આપે તો આ આર્ટિક્લ તમારી માંટે જ છે. અહી અમે તમને એક એવી રેસીપી વિશે કહેવા જઈ રહ્યા છે. બાળક ના દિમાગ ને તેજ કરે છે સાથે જ તેમને દિવસ ભર એનર્જિ પણ પ્રદાન કરશે.
ડ્રિંક બનાવાની વિધિ
એક ચમચી તરબૂચ ના બીજ,અખરોટ ના 16 પીસ,16 બદામ,એક નાની ઈલાયચી, એક ચમચી વરિયાળી,એક ચમચી ખસખસ અને ¼ કપ દૂધ આ સામગ્રી ચાર લોકો ના હિસાબ થી છે.
હેલ્થી ડ્રિંક કેવી રીતે બનાવશો.
- સૌથી પહેલા તો એક મોટો વાટકો લો તેમા તરબૂચ ના બીજ નાખો.
- હવે આ વાટકા માં બદામ, અખરોટ,અને ઈલાયચી નાખો.
- ઈલાયચી નાખ્યા પછી તેમા વરિયાળી નાખો.
- હવે એક નાની વાટકી માં ખસખસ ના દાણા નાખો.
- હવે બંને વાટકી માં પાણી નાખી ને રાત્રભર પલાળી રાખો.
- સવારે પલાળેલા ડ્રાય ફ્રૂટ માં થી બદામ ના છોતરાં કઢી નાખો. હવે બધા જ સૂકા મેવા ને વાટી લો.
- પલાળેલી ખસ ખસ ને પણ તેમા મિક્સ કરી લો.
- ડ્રાય ફ્રૂટ ના આ મિશ્રણ માં પાણી નાખી ને વાટી લો.
દૂધ નો શેક બનાવાની વિધિ
- હવે એક ગ્લાસ લો તેમા તૈયાર થયેલ પેસ્ટ નાખો.
- ત્યારબાદ આ ગ્લાસ માં દૂધ નાખો.
- તમે ઠંડુ કે ગરમ દૂધ કોઈ પણ નાખી શકો છો.
- હવે સારી રીતે મિક્સ કરી લો. તમે ઈચ્છો તો ખાંડ પણ નાખી શકો છો.
આ હેલ્થી ડ્રિંક ના ફાયદા
આ હેલ્થી રેસીપી માં સૂકા મેવા નો વપરાશ થયો છે. જે બાળક ના વિકાસ માંટે ખૂબ જ ફાયદાકારક છે. તમે બાળક ને સ્કૂલ જતા સમયે આ ડ્રિંક આપી શકો છો. તેનાથી દિવસ ભર એનર્જિ રહેશે.
બાળક માંટે સૂકા મેવા ના ફાયદા
બાળક ના વિકાસ માંટે સૂકા મેવા માં રહેલા પોષક તત્વો તેની માંટે ખૂબ જ જરુરી છે. બાળક એ સૂકા મેવા થી નીચે પ્રમાણે ના ફાયદા થાય છે.
1. એનીમિયા થી બચાવે છે.
સૂકા મેવા માં આયરન ભરપૂર માત્રા માં હોય છે. તેનાથી લોહી માં હિમોગ્લોબિન ની માત્રા વધે છે. અને હિમોગ્લોબિન વધવા થી એનીમિયા થી બચી શકાય છે.
2. એનર્જિ મળે છે.
સૂકા મેવા માં ફાઇબર, પ્રોટીન, જિંક, આયરન અને અન્ય ખનીજ પદાર્થ હોય છે. જે બાળક ને એનર્જિ આપે છે ડાયટ માં ડ્રાય ફ્રૂટ ને શામેલ કરી ને બાળક ને એનર્જેટિક અને હેલ્થી રાખવામાં આવે છે.
3. કબજિયાત થી છુટકારો
આમ તો સૂકા મેવા માં પ્રચુર માત્રા માં ફાઇબર હોય છે. એટલે જ તેની મદદ થી બાળકો માં આ સમસ્યા ને રોકી શકાય છે.
પાચન માં સુધાર: સૂકા મેવા માં પ્રોબાયોટીક હોય છે. જે બાળક ના પાચન તંત્ર ને સારું રાખે છે. પ્રોબાયોટીક બાળક ના પાચન તંત્ર ના વિકાસ માં મદદ કરે છે. અને ખાવાનું પચવવામાં મદદ કરે છે.
4. આંખ અને હાડકાં માંટે:
તેમા વિટામિન e અને કેલ્સિયમ ભરપૂર માત્રા માં હોય છે. વિટામિન e થી બાળક ની આંખો તેજ થાય છે. કેલ્સિયમ થી હાડકાં મજબૂત થાય છે અને તેનો વિકાસ પણ થાય છે.
5. મગજ ના વિકાસ માંટે
સૂકા મેવા માં અખરોટ કે જેમા ઓમેગા-3 હોય છે. બાળક ના મષ્ટિશક ના વિકાસ માંટે મદદ કરે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team