ચણાના લોટની કઢીનું નામ સાંભળતા જ બાળકો જ નહિ પરંતુ વડીલોના મોંમા પણ પાણી આવવા લાગે છે. જી હા, ચણાના લોટની કઢી તો તમે બધા પસંદ કરતા જ હશો, પરંતુ જો અમે તમને કહીએ કે મગદાળની કઢી, ચણાના લોટની કઢીથી પણ વધારે સ્વાદિષ્ટ હોય છે અને તેનો સ્વાદ ચણાના લોટની કઢીથી એકદમ જુદો હોય છે. તો તમે તેને એકવાર બનાવીને જરૂર ચાખશો. તેથી આજે અમે રેસિપી ઓફ ધ ડે મા તમારા માટે મગદાળની કઢીની રેસિપી લઈને આવ્યા છીએ, જેને તમે ઘરે જ સરળતાથી અને ફક્ત 20 મિનિટમાં બનાવી શકો છો. તો ચાલો આજે મગદાળની કઢી બનાવીએ.
બનાવવાની રીત:
- મગની દાળને સાફ કરીને સારી રીતે ધોઈ લો અને થોડી વાર માટે તેને પાણીમાં પલાળીને રાખી દો.
- પછી પલાળેલી દાળમાથી પાણીને કાઢી અને તેને થોડી પીસી લો. હવે પીસેલી દાળને બે ભાગમાં વહેંચી લો. દાળના એક ભાગને દહીંમાં ઉમેરીને યોગ્ય રીતે મિક્સ કરી લો.
- બીજા ભાગની દાળમાં પણ થોડા લીલા ધાણા, મીઠું અને લાલ મરચું પાવડર સરખી રીતે મિકસ કરો. પછી કડાઈમાં તેલ નાખીને ગરમ કરો અને તેમાં દાળને થોડી થોડી નાખી પકોડી બનાવી લો.
- હવે કઢી બનાવવા માટે કડાઈમાં થોડું તેલ નાખી અને પછી તેમાં આખું લાલ મરચુ, હિંગ, જીરું, મીઠો લીમડો અને મેથીના દાણા નાખો. થોડી વાર માટે તેને શેકાવા દો અને તેમાં કાપેલ લસણ, પિસેલું આદુ અને કાંદા નાખી થોડી વાર માટે શેકો.
- ડુંગળી સાંતળ્યા પછી તેમાં હળદર પાવડર, લીલા મરચા અને લાલ મરચા નાખો. આ મસાલામાં કઢી માટે તૈયાર કરેલું બેટર ઉમેરો અને કઢીને ધીમા તાપે રાંધો, તેને સતત હલાવતા રહો,જ્યાં સુધી તેમાં ઉફાળો આવે નહિ.
- ઉફાળો આવ્યા પછી તૈયાર કરેલા પકોડા અને મીઠું નાખો અને ફરીથી કઢીમાં ઉફાળો આવે ત્યાં સુધી હલાવતા રહો. ઉફાળો આવ્યા પછી ગેસને ધીમો કરી દો અને તેને ઓછામાં ઓછી 15 મિનિટ માટે પકાવો. થોડી થોડી વારે કઢીને હલાવતા રહો.
- થોડું ઘાટું થાય ત્યારે ગેસને બંધ કરી દો. તમારી મગદાળની કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. લીલા ધાણાથી સજાવીને તેને ચોખા અથવા રોટલી સાથે પીરસો.
મગદાળની ટેસ્ટી કઢી:
મગદાળની ટેસ્ટી કઢી ઘરે બનાવો.
- કુલ સમય – 20 મિનિટ
- તૈયારીનો સમય – 5 મિનિટ
- રસોઈનો સમય – 15 મિનિટ
- પીરસવાનું – 5
- રસોઈ સ્તર – મધ્યમ
- કોર્ષ – મુખ્ય કોર્ષ
- કેલેરી – 100
- ભોજન – ભારતીય
સામગ્રી:
- મગની દાળ – 1 કપ
- દહીં – 2 કપ
- હિંગ – ચપટી
- મેથીના દાણા – 1/2 નાની ચમચી
- જીરું – 1/2 નાની ચમચી
- હળદર પાવડર – 1/2 નાની ચમચી
- આદુ – 1 ઇંચનો ટુકડો
- લસણની કળી – 2 અથવા 3
- કાંદો – 1
- લીલુ મરચુ – 1/4 નાની ચમચી
- મીઠું – સ્વાદ મુજબ
- લીલા ધાણા – જરૂરિયાત મુજબ
- તેલ – તળવા માટે
- મીઠા લીમડાના પાન
- આખા લાલ મરચાં – 2-3
રીત:
સ્ટેપ 1.
મગની દાળને સારી રીતે ધોઈ થોડી વાર માટે પાણીમાં પલાળીને રાખો.
સ્ટેપ 2.
પછી દાળને કરકરી પીસી લો અને તેને બે ભાગમાં વેચી લો.
સ્ટેપ 3.
એક ભાગને દહીંમાં મિક્સ કરી અને બીજાની પકોડીઓ બનાવી લો.
સ્ટેપ 4.
પછી કઢી બનાવવા માટે કડાઈમાં બધા સૂકા મસાલા નાખો.
સ્ટેપ 5.
હવે તેમાં કાંદા, આદુ અને લસણ નાખી તેમાં થોડી વાર માટે શેકો.
સ્ટેપ 6.
ત્યારબાદ તેમાં કઢીનું તૈયાર બેટર નાખો અને ઉકળવા માટે ધીમા તાપે રાખી દો.
સ્ટેપ 7.
15 મિનિટ પછી ઘાટું થવા પર ગેસ બંધ કરી દો. તમારી મગ દાળની સ્વાદિષ્ટ કઢી બનીને તૈયાર છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ :
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team