શિયાળાના સમયમાં જો ૧૫ મિનિટ માટે કોઈ સ્વાદિષ્ટ નાસ્તો બનાવવો હોય તો આ કરકરા અને સ્પાઇસી પનીર બોલ્સ તમને ખૂબ સારા લાગશે.
શિયાળો આવી ગયો છે ને આ ઋતુમાં સ્વાદિષ્ટ અને ગરમાગરમ ખોરાક ખાવાની ઈચ્છા તો થાય જ છે, પરંતુ બનાવવાની ઈચ્છા થતી નથી. શિયાળાની ઋતુ એવી હોય છે કે તેમાં રજાઈ ની બહાર આવવાની ઈચ્છા જ થતી નથી. એવામાં જો તમારું પણ કંઈક મસાલેદાર ખાવાનું મન થઈ રહ્યું હોય તો સ્પાઇસી અને કરકરા પનીર બોલ્સ જરૂર બનાવી શકો છો. આ પનીર બોલ બનાવવામાં ફક્ત ૧૫ મિનિટનો સમય જ લાગશે અને તેના માટે ઘરમાં રહેલી વસ્તુઓ પૂરતી છે.
આ નાસ્તો એટલો સ્વાદિષ્ટ હોય છે કે તે બાળકોને ખૂબ વધારે પસંદ આવે છે અને તેને બનાવવાની માથાકૂટ પણ વધુ નથી. તો ચાલો જાણીએ કે આ પનીર બોલ્સ કેવી રીતે બનાવવામાં આવશે.
મસાલેદાર પનીર બોલ્સ ની રેસીપી:
તમે આ રેસિપી તમારી રીતે કસ્ટમાઇઝ કરી શકો છો. તેમાં તમારી પસંદગી મુજબ શાકભાજીઓ અને મસાલાઓ મેળવી શકો છો.
- કુલ સમય: ૧૫ મિનિટ
- તૈયારીનો સમય: ૧૫ મિનિટ
- જમવાનું બનાવવાનો સમય: ૧૦ મિનિટ
- પીરસવાનું: ૪
- રસોઈ નું સ્તર: નીચું
- કોર્સ: નાસ્તો
- કેલેરી: ૩૦૦
- ભોજન: ભારતીય
- લેખક: શ્રુતિ દીક્ષિત
સામગ્રી:
- ૨૦૦ ગ્રામ પનીર
- ૧/૪ કપ કાપેલું શિમલા મરચું
- ૧/૪ કપ કાપેલું ગાજર
- ૧/૪ કપ કાપેલી ડુંગળી
- ૧/૨ નાની ચમચી ચિલ્લી ફ્લેક્સ
- ૧/૨ નાની ચમચી ઓરેગાનો
- ૧ ચમચી લીંબુનો રસ
- ૧/૨ કપ ચોખાનો લોટ
- મીઠું સ્વાદ મુજબ
- તળવા માટે તેલ
રીત:
- સ્ટેપ ૧.
સૌથી પહેલા પનીરને છીણી લો કે પછી તેને હાથથી મસળી લો. - સ્ટેપ ૨.
હવે તેમાં ગાજર, શિમલા મરચું, ડુંગળી, ઓરેગાનો, ચિલ્લી ફ્લેક્સ અને લીંબુનો રસ નાખીને ભેળવી લો. તેને સરખી રીતે મિક્સ કરવાનું છે જેથી બધા સ્વાદો સરળતાથી ભળી જાય. - સ્ટેપ ૩.
હવે તેમાં ઉપરથી ચોખાનો લોટ નાખો. જો તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો તમે ચણાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો. છેલ્લે તેમાં મીઠું નાખો. - સ્ટેપ ૪.
તેને ફરીથી સરખી રીતે મિક્સ કરો. તમારે તેની સુસંગતતા એવી રાખવાની છે કે તે મિશ્રણના નાના નાના બોલ્સ બની જાય. જો બોલ બની રહ્યા ન હોય તો તેમાં થોડું પાણી ભેળવી શકો છો. તેને તમારી સરખી રીતે દબાવવાના છે જેથી તળતી વખતે તે ખુલી ન જાય. - સ્ટેપ ૫.
હવે તમારે તેને તળવાનું છે. તમારે ગરમ તેલમાં તેને તળવાના છે, પરંતુ ગેસ નો તાપ મધ્યમ રાખો કેમ કે જો તમે વધુ તાપે તેને ફ્રાય કરશો તો તરત જ તે ઉપરથી સોનેરી થઈ જશે અને અંદરથી પાકશે નહિ. - સ્ટેપ ૬.
તેને તમે ફેરવતા રહો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે કાઢી લો અને કોઈ પીરસવાની પ્લેટમાં કાઢો. - સ્ટેપ ૭.
તમારા પનીર બોલ્સ તૈયાર છે અને તેને કોઈ પીરસવાની પ્લેટમાં તમારી પસંદગીની ચટણી સાથે પીરસો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team