અનાનસ એક એવું ફળ છે જેનો ખાટો મીઠો સ્વાદ મોઢા ના આખા સ્વાદ ને પૂરી રીતે બદલી દે છે. આમ તો અનાનસ નું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. અનાનસ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ સારી રહે છે અને સાથે હાડકા પણ મજબૂત બનાવવામાં મદદ કરે છે. એમ તો અનાનસ ના ફાયદા પેહલા પણ ઘણી વાર સાંભળ્યા હશે, પરંતુ શું તેની છાલ ના ફાયદા વિશે સાંભળ્યું છે. નહિ તો ચાલો અમે તમને બતાવીએ અનાનસ ની છાલ થી ત્વચા ને થતાં કઈક ગજબ ફાયદા વિશે.
અનાનસ ની છાલ માં ઘણા બધા ફાયદા હોય છે જેમાં વિટામિન સી, મેગ્નેશિયમ પણ હોય છે અને આ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તો ચાલો જાણીએ કેવી રીતે શરીર અને ચેહરા માટે અનાનસ ની છાલ થી સ્ક્રબ તૈયાર કરી શકાય છે.
Image Source
અનાનસ ની છાલ નું સ્ક્રબ બનાવવા માટે થોડી અનાનસ ની છાલ માં અડધો કપ ખાંડ અને ગુલાબજળ નાખીને સ્ક્રબ સરળતાથી તૈયાર કરી શકાય છે.
આવી રીતે બનાવો બોડી સ્ક્રબ
અનાનસ થી બોડી સ્ક્રબ બનાવવા માટે સૌથી પહેલાં અનાનસ ની છાલ ને લઇ ને મિક્સર મા પીસી લો. પછી એક વાટકી માં તેને કાઢી ને ખાંડ અને ગુલાબજળ ભેળવી દો. ત્રણેય ને ભેળવી ને એક પેસ્ટ તૈયાર કરી લો. હવે શરીર ને પાણી થી ધોયા પછી હળવા હાથેથી બનેલા સ્ક્રબ થી માલિશ કરો. આની થોડી વાર પછી પાણી થી શરીર ને ધોઇ લો. ખરેખર, અનાનસ થી બનેલું આ સ્ક્રબ શરીર ને અંદર સુધી અેક્સફોલિયેટ કરે છે. આ ઉપરાંત કુદરતી ગુણો થી ભરપુર આ સ્ક્રબ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
ઘણા ફાયદા થાય છે.
ઘણી વાર ચુસ્ત કપડા પહેરવાથી શરીર પર તેના નિશાન પડી જાય છે. ઘણી વાર કાળી ફોડલીઓ પણ થઈ જાય છે. તો શરીર ના આ દાગ ધબ્બા ને દૂર કરવા માટે અનાનસ નું સ્ક્રબ ઘણું ફાયદાકારક હોય છે. ખરેખર અનાનસ સ્ક્રબ ની મદદ થી ડાર્ક સ્પોર્ટ્સ ઓછા થાય છે સાથે મૃત ચામડી થી પણ છુટકારો મળે છે. સારું પરિણામ મેળવવા માટે આ સ્ક્રબ નો ઉપયોગ અઠવાડિયા મા બે વાર કરો.
Image Source
ત્વચા પર ઉપયોગ કરવાથી, અનાનસ ના એક બે નહીં પરંતુ ઘણા ફાયદા છે થાય છે. કેમ કે અનાનસ નો રસ ત્વચા ને ગોરી કરવામાં સફળ છે.
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.