કેળા અને ઓર્ટ્સથી બનાવો બાળકો માટે ફાયદાકારક શ્રેષ્ઠ ફૂડ, જેનાથી સ્વાસ્થ્યને મળશે ઘણા ફાયદા

Image Source

બાળકોના સારા સ્વાસ્થ્ય માટે તેના ભોજનનું સંતુલિત અને પોષક તત્વોથી ભરપૂર હોવું ખૂબ જરૂરી હોય છે. બાળકની ઉંમર ૬ મહિનાની થાય પછી તેને થોડા ખાદ્ય પદાર્થ બેબી ફૂડ રૂપે આપવામાં આવે છે. એક વર્ષથી વધારે ઉમરના બાળકને ખોરાકમાં સંતુલિત પોષક તત્વોની માત્રા સ્વાસ્થ્ય અને તેના વિકાસ માટે સારી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં માતાપિતાની સૌથી મોટી મુશ્કેલી તે હોય છે કે આપણે આપણા બાળકોને પોષક તત્વોથી ભરપુર બેબી ફૂડની પસંદગી કેવી રીતે કરવી. આજે અમે તમને તેવાજ પોષક તત્વોથી ભરપુર અને બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવતા બેબી ફૂડ વિશે જણાવવા જઇ રહ્યા છીએ. ઓર્ટ્સ અને કેળા બે એવા ખાદ્ય પદાર્થ છે જેમાં હેલ્દી પોષક તત્વોની ભરપૂર માત્રા હોય છે. વિટામિન અને ખનીજની ભરપૂર માત્રાથી યુક્ત કેળાનું સેવન બાળકોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. ઓર્ટ્સને કેલ્શિયમ અને આયર્નની સાથે ફાઈબરનો સારો સ્ત્રોત માનવામાં આવે છે તેના સેવનથી બાળકોનો વિકાસ સંપૂર્ણ રીતે થાય છે. કેળા અને ઓર્ટ્સને ઉમેરીને આપણે બાળકો માટે એક એવું બેબી ફૂડ તૈયાર કરી શકીએ છીએ જે પચવામાં પણ સરળ છે અને તેની બાળકોના સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પણ પડે છે.

Image Source

કેળા અને ઓર્ટ્સની દલીયા:

બાળકોના સારા સ્વાસ્થ્ય માટે ઓટમીલ નું સેવન ખૂબ ફાયદાકારક હોય છે. બાળકો માટે કેળા અને ઓર્ટ્સ યુકત દલિયાં વિટામિન, ખનીજ અને આયર્ન જેવા પોષક તત્વોનો સારો સ્ત્રોત હોય છે. ૧ વર્ષથી વધારે ઉંમરના બાળકો માટે આ ભોજન ૧૦ ગણું વધારે પોષણયુક્ત માનવામાં આવે છે. ઓર્ટ્સ અને કેળાને ઉમેરીને બાળકો માટે બનાવવામાં આવેલી દલિયા સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. ઓર્ટ્સમાં ફાઈબર, કેલ્શિયમ અને આયર્ન સારી માત્રામાં જોવા મળે છે અને કેળા પ્રોટીન, વિટામિન અને ગ્લુકોઝના ગુણોથી ભરપૂર હોય છે, એવામાં કેળા અને ઓર્ટ્સને ભેળવીને બનાવવામાં આવેલ બેબી ફૂડ બાળકોના સ્વાસ્થ્ય માટે ઉપયોગી હોય છે.

Image Source

કેળા ખાવાના ફાયદા:

સદાબહાર અને સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી કેળા ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. કેળાનું સેવન આપણા શરીરને પૂરતી ઊર્જા અને પોષણ આપે છે. કેળામાં ફાઇબરની સાથે સુક્રોઝ, ફ્રુકટોઝઅને ગ્લુકોઝ જેવા તત્વ ઘણી માત્રામાં જોવા મળે છે. શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાને મજબૂત કરવાથી લઈને શરીરની એનર્જી પ્રદાન કરવામાં કેળા સૌથી ફાયદાકારક હોય છે. બાળકોના સ્વાસ્થ્ય માટે કેળાને સૌથી સર્વોત્તમ માનવામાં આવે છે, સ્તનપાનની ઉંમર પૂરી થતાં જ બાળકોને કેળા ખવડાવવામાં આવે છે જેથી તેની સ્તનપાનની ટેવ છૂટી શકે. એક વર્ષના બાળકોએ દરરોજ કેળાનું સેવન જરૂર કરવું જોઈએ. તેનાથી તેના શરીરને ઊર્જા મળે છે અને સાથેજ રોગ પ્રતિકારક ક્ષમતા પણ વધારે છે. કેળામાં એનર્જી, ચરબી, વિટામિન, આયર્ન, સોડિયમ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટની સાથે મેગ્નીશિયમ અને પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે. આમતો ફળોમાં સદાબહાર માનવામાં આવતા કેળાના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે પરંતુ ચાલો આજે જાણીએ તેના કેટલાક મુખ્ય ગુણો વિશે.

મસ્તિષ્ક માટે ફાયદાકારક:

કેળાનું સેવન બાળકોના સર્વાંગી વિકાસમાં ઉપયોગી છે. નિષ્ણાતોના મત મુજબ કેળામાં પોટેશિયમની ઘણી માત્રા હોય છે જેના કારણે તેનું સેવન કરવાથી બાળકોનો બ્રેઇન પાવર વધે છે.

ફાઇબરનો સારો સ્ત્રોત હોય છે:

કેળામાં રહેલ ફાઇબરની સારી માત્રા બાળકોના પેટને સાફ રાખે છે અને તેની સાથેજ તેનું સેવન કરવાથી જલ્દી ભુખ લાગતી નથી.

યુરીનલ ઇન્ફેક્શન:

કેળાનું સેવન બાળકોને યુરીનલ ઇન્ફેક્શન જેવી સમસ્યાઓથી દૂર રાખે છે, બાળકોના પેશાબને પણ સ્વચ્છ રાખવામાં કેળાનું યોગદાન હોય છે.

બાળકોને સંપૂર્ણ પોષણ પૂરું પાડે છે:

કેળામાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નીશિયમ, આયર્ન, ફોલેટ, નિયાસિન અને વિટામિન ભરપૂર માત્રામાં રહેલ હોય છે. તેનું સેવન બાળકોના શરીરને સંપૂર્ણ પોષણ પણ પૂરું પાડે છે.

એનિમિયા:

કેળાના સેવનથી બાળકોમાં એનિમિયા જેવી બિમારીથી થતું જોખમ ખૂબ ઓછું થઈ જાય છે. કેળામાં રહેલ આયર્ન બાળકોના શરીરમાં હિમોગ્લોબીનના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

પાચનતંત્ર:

બાળકોમાં કબજિયાત જેવી પાચનતંત્ર સાથે જોડાયેલી સમસ્યાઓમાં કેળાનું સેવન ખૂબ ફાયદાકારક હોય છે.

Image Source

બાળકોના સ્વાસ્થ્ય માટે ઓર્ટ્સ:

બાળકોના ઉત્તમ સ્વાસ્થ્ય માટે ઓર્ટ્સનું સેવન ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ઓર્ટ્સને બાળકોના સ્વાસ્થ્ય માટે સુપર ફૂડ પણ કેહવામાં આવે છે. ઓર્ટ્સમાં વિટામિન, ખનીજ અને ફાઈબરનો સારો સ્ત્રોત હોય છે. ૬ મહિનાથી વધારે ઉંમરલાયક બાળકોના સ્વાસ્થ્ય માટે ઓર્ટ્સનું સેવન ફાયદાકારક હોય છે. બાળકોને ઓર્ટ્સ દલિયા રૂપે ખવડાવી શકાય છે. ઓર્ટ્સથી બનેલી દલિયા બાળકો માટે પાચનમાં સરળ હોય છે અને પોષક તત્વોથી ભરપુર પણ માનવામાં આવે છે.ઓર્ટ્સમાં વિટામિન બી6 , ફાઈબર, પ્રોટીન, મેગ્નીશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ અને સેલેનિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે બાળકો અને યુવાનો બંનેના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આ પોષક તત્વ શરીરને બધાજ પ્રકારના રોગો જેમકે ડાયાબિટીસ, મેદસ્વીતા અને હદયના રોગોનું જોખમ ઓછું કરે છે. બાળકોના સ્વાસ્થ્યને ઓર્ટ્સના સેવનથી તમામ ફાયદા થાય છે.

આયર્ન નો સારો સ્ત્રોત:

ઓર્ટ્સમાં રહેલ આયર્નની ભરપૂર માત્રા બાળકો માટે ખૂબ ફાયદાકારક હોય છે.આયર્ન એનિમિયા જેવા રોગોથી બાળકોને દૂર રાખે છે.

કેલ્શિયમ:

કેલ્શિયમની સારી માત્રા ઓર્ટ્સમાં જોવા મળે છે. તે બાળકોના હાડકા માટે ખૂબ ફાયદાકારક હોય છે.

પાચનતંત્રને સ્વસ્થ રાખે છે:

બાળકોના પાચનતંત્ર માટે ઓર્ટ્સમાં રહેલ ફાઈબર ફાયદાકારક હોય છે. ફાઇબરની યોગ્ય માત્રા બાળકોના પાચનતંત્રને મજબૂત બનાવે છે.

બાળકને ઇન્ફેક્શનથી બચાવો:

બાળકોને સંક્રમણ થવાની સંભાવના ખૂબ વધારે હોય છે આવી સ્થિતિમાં ઓર્ટ્સમાં રહેલ સેલેનિયમ બાળકોને ઇન્ફેક્શન થી દૂર રાખે છે.

બાળકોનું વજન:

ઓર્ટ્સના સેવનથી બાળકોનું વજન સંતુલિત રહે છે. ઓર્ટ્સમાં રહેલ ફાઈબર બાળકોના વજનને વધારે કે ઓછું થવા દેતું નથી.

Image Source

ઓર્ટ્સ અને કેળાની દલિયા બનાવવાની રીત:

૧ વર્ષની ઉંમર વાળા બાળકોના સ્વાસ્થ્ય અને પોષણ માટે ખૂબ ફાયદાકારક ઓર્ટ્સ બનાવવાની સરળ રેસિપી આ રીતે છે.

જરૂરી સામગ્રી:

  • ૨ મોટી ચમચી ઓર્ટ્સ
  • ૨ નાના કેળા
  • અડધો કપ પાણી
  • ૨ બદામ અને ૨ કાજુના ટુકડા

સૌથી પહેલા કાજુ અને બદામના ટુકડા ને હળવા ગરમ વાસણ પર શેકી લો. ત્યારબાદ તે વાસણમાં ઓર્ટ્સને પણ હળવા શેકો. કેળાના નાના નાના ટુકડામાં કાપી લો અને મિક્સરમાં નાખીને તેને પીસી લો. ઓર્ટ્સને ધીમા તાપે થોડા પાણીમાં ૨ થી ૩ મિનીટ સુધી પકાવો. ઓર્ટ્સને પકવ્યા પછી તેમાં દૂધ નાખીને થોડીવાર ગરમ કરી લો અને પછી તેમાં કેળા અને કાજુ, બદામ ને પણ ઉમેરી દો. વધારે ઘાટું થવા પર થોડું ગરમ દૂધ વધારે ઉમેરીને તેને પાતળુ પણ કરી શકો છો અને હવે તમારા બાળકના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ઓર્ટ્સ અને કેળાથી ભરપુર આ દલીયા બનીને તૈયાર છે, તેને તમે સવારના નાસ્તાના રૂપે ૧ વર્ષથી વધારે ઉંમર વાળા બાળકોને ખવડાવી શકો છો.

આવી રીતે ઘરે જ શ્રેષ્ઠ અને પૌષ્ટિક બેબી ફૂડ બનાવીને તમે ૬ મહિનાથી મોટા કોઈપણ ઉંમરના બાળકોને આપી શકો છો. આ ફૂડને મોટા પણ ખાઈ છે, તો તેનું કોલેસ્ટ્રોલ ઘટશે અને હદય સ્વસ્થ રેહશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment