1. અડદની કચોરી
સામગ્રી
- અડદની દાળ – 2 કપ
- મેંદો – 2 કપ
- હિંગ – ૧/૨ ચમચી
- કસૂરી મેથી – 1 ચમચી
- દેગી મરચું – 2 ચમચી
- અજમા – 1 ચમચી
- શેકેલા ધાણાનો પાવડર – 2 ચમચી
- રિફાઇન્ડ તેલ – તળવા માટે
- મીઠું – સ્વાદમુજબ
બનાવવાની રીત
- અડદની દાળને 2-3 કલાક પાણીમાં પલાળી પછી મિક્સરમાં થોડું જીણું પીસી લો.
- રિફાઈન્ડ તેલમાં હિંગ, અડદની દાળ, કસૂરી મેથી, મરચું અને ધાણાનો પાવડર ઉમેરો.
- તે બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. તેને હલાવતા રહો, જેથી દાળ ચોટે નહિ.
- મેંદામાં અજમા, મીઠું અને રિફાઇન્ડ તેલ નાખી બાંધી લો.
- મેંદાના લુઆમા દાળનું સ્ટફિંગ ભરો અને તેને કચોરીનો આકાર આપો.
- રિફાઈન્ડ તેલમાં તેને કડકડી થાય ત્યાં સુધી તળો અને લીલી ચટણી અથવા ચા સાથે પીરસો.
૨. મિક્સ વેજ કરી
સામગ્રી
- ગાજર – 1
- ટામેટા – 1
- કાંદો – 1
- શિમલા મરચું – 1
- વટાણા – 1/2 કપ
- દાણા – 6 થી 7
- કોબી – 1/4 વાટકી
- હળદર – 1 ચમચી
- આદુ – 1 ઇંચનો ટુકડો
- લસણ – 6 થી 7 કળી
- મરચાનો પાવડર – 1 ચમચી
- પાવભાજીનો મસાલો – 1 ચમચી+
- રિફાઈન્ડ તેલ – 2 ચમચી
- મીઠું – સ્વાદમુજબ
બનાવવાની રીત
- બધા શાકભાજીને નાના ટુકડામાં કાપીને થોડા ઉકાળી લો.
- કાંદા અને ટામેટાને ઉમેરી પીસી લો.
- ત્યારબાદ ગરમ રિફાઈન્ડ તેલમાં કાંદા-ટામેટાની પેસ્ટ નાખો.
- તેમાં 8 થી 10 મિનિટ પછી પાવભાજી મસાલો, હળદર અને મીઠું નાખો.
- ઉકાળેલી શાકભાજીને નાખી 8-10 મિનિટ ધીમા તાપે રંધાવા દો.
- 2 કપ પાણી નાખીને શાકભાજીમાં ઉફાળો આવે પછી ગેસ બંધ કરી દો.
- લીલા ધાણા પસંદ હોય, તો તેનાથી ગાર્નિશ કરીને શાકભાજીને પીરસો.
૩. દૂધીની ટીક્કી
સામગ્રી
- દૂધી – 1 નાના કદની
- પિઝ્ઝા સ્પ્રિંકલ – 1 ચમચી
- મરી – 1/2 ચમચી
- ચોખાનો લોટ – 3 ચમચી
- રિફાઈન્ડ તેલ – 3 ચમચી
- મીઠું – સ્વાદ મુજબ
બનાવવાની રીત
- દૂધીને છીણી લો. જો તેમાં બીજ છે, તો તેને અલગ કરી દો.
- પાણી નીચવી તેમાં મીઠું, મરી, ચોખાનો લોટ અને પિઝ્ઝા સ્પ્રિંકલ ઉમેરો.
- આ બધી વસ્તુને ઉમેરી નાના આકારની ટીક્કી બનાવી લો.
- હવે તવા પર ધીમા તાપે થોડું રિફાઈન્ડ તેલ નાખી કડકડું થાય ત્યાં સુધી તળો.
- તેને ધાણા અને મરચાની લીલી ચટણી સાથે પીરસો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “આજે જ બનાવો અડદની કચોરી, મિક્સ વેજ કરી અને દૂધીની ટીક્કી, જે સ્વાદે લાજવાબ છે”