જો તમને મેકઅપ કરવો ગમે છે, તો તમને ખબર હશે કે ફાઉન્ડેશન મેકઅપ કેટલો ખાસ ભાગ ભજવે છે. આ તમારા ચહેરા પરથી ડાઘ ધબ્બાને છુપાવીને ફ્લોલેસ બતાવવામાં મદદ કરે છે. આજના સમયમાં બજારમાં જુદા જુદા શેડ્સ ના ફાઉન્ડેશન મળે છે, તેને તમે સરળતાથી ખરીદી શકો છો. પરણું આ બધાની ત્વચાને અનુરૂપ આવે તેવું જરૂરી નથી.
તમારું ફાઉન્ડેશન લાંબા સમય સુધી રહે અને ચહેરો ચમકીલો બની રહે, તેના માટે તેમાં ઘણા પ્રકારના કેમિકલ્સ નો ઉપયોગ કરવામાં આવે છે. આ સમસ્યાનો સરળ ઉપાય છે કે તમે તેને ઘરે જ બનાવી લો. તમને લાગી રહ્યું હશે કે શું આ કરવુ આટલું બધું સરળ છે, તો તમને જણાવી દઈએ કે તેને બનવાવવું ખુબજ સરળ છે. ઘરે ફાઉન્ડેશન બનાવવા માટે તમારે ફક્ત રસોડા ની વસ્તુઓનો જ ઉપયોગ કરવાનો રહેશે. તો જો તમે ઈચ્છો છો કે ખરચો કર્યા વગર ચેહરા ને સુંદર બનાવવો છે તો ચાલો જાણીએ ઘરે ફાઉન્ડેશન બનાવવાની રીત…….
ઘરે ફાઉન્ડેશન બનાવવા માટેની સામગ્રી:
- ૩ ચમચી મોઈશ્ચરાઈઝર
- ૧/૨ ચમચી મકાઈનો લોટ
- ૧/૨ ચમચી જાયફળ પાવડર
- ૧/૪ ચમચી કોકો પાવડર
- ૧ ચપટી હળદર
- ૨ ટીપા આવશ્યક તેલ ( શુષ્ક ત્વચા વાળા માટે)
ફાઉન્ડેશન બનાવવા ની રીત.
સૌથી પહેલાં એક વાસણમાં ૩ ચમચી મોઈશ્ચરાઈઝર લો. મોઈશ્ચરાઈઝર લગાવવાથી ત્વચા માં નમણાશ જળવાઈ રહે છે અને ત્વચા શુષ્ક રહેતી નથી. હવે તેમાં ૧/૨ ચમચી કોર્ન ફ્લોર એટલે કે મકાઈનો લોટ ઉમેરો. હવે ફાઉન્ડેશન ને શેડ આપવા માટે તેમાં ૧/૨ ચમચી જાયફળનો પાવડર નાખો. ખીલથી છુટકારો મેળવવા માટે ત્વચાના નિષ્ણાંતો જાયફળ ની સલાહ આપે છે. આગળના સ્ટેપ માં ૧/૨ ચમચી કોકો પાવડર નાખો. કોકો પાવડર ને તમારી ત્વચા ના ટોન પ્રમાણે ભેળવો.
જેમકે તમારી ત્વચા લાઈટ હોય તો લોકો પાવડર ઓછો ભેળવવો. હવે તેમાં એક ચમચી હળદર ભેળવો. હવે બધી સામગ્રીને સરખી રીતે ભેળવો. હવે તમે આવશ્યક તેલ ના ૨ ટીપા નાખો. એક જાડી પેસ્ટ તૈયાર થાય ત્યાં સુધી હલાવો. ઘરે બનાવેલું ફાઉન્ડેશન તૈયાર છે!
તમે તમારી ત્વચાના ટોન પ્રમાણે જાયફળ પાવડર અને કોકો પાવડર ની માત્રા વધારી કે ઘટાડી ને ફાઉન્ડેશન ના કલર ટોન ને ઘાટી કે આછી કરી શકો છો.
ચહેરા માટે જાયફળના ફાયદા.
ડાઘ રહિત અને સુંદર ત્વચા મેળવવા માટે જાયફળ એક અસરકારક ઉપાય છે. જાયફળના મેગ્નેશિયમ, મેંગેનિઝ અને કોપર ઉપરાંત વિટામિન બી-૧ અને વિટામિન બી -૬ હોય છે, જે ત્વચા પરના કાળા ડાઘને દૂર કરવાના મદદ કરે છે, સાથે જ તે ચહેરા પરથી કરચલીઓ દૂર કરવામાં પણ ખૂબ જ મદદરૂપ છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team