જ્યોતિષશાસ્ત્રમાં જાતકની કુંડલીના દરેક દોષ માટે તેના ઉપાય જણાવવામાં આવે છે કુંડળીના ગ્રહ નો પ્રભાવ દરેક જાતકો પર અલગ અલગ જોવા મળે છે અને તેનાથી જોડાયેલા ઉપાય પણ અલગ અલગ હોય છે જ્યોતિષશાસ્ત્ર એક એવી વિદ્યા છે જેનાથી આવનાર ભવિષ્ય વિશે જાણકારી મળી શકાય છે અને ખોટી ઘટનાઓને ઘણા હદ સુધી ઓછી કરી શકાય છે મનુષ્યની કુંડળીમાં ઉપસ્થિત નવ ગ્રહના પ્રભાવ માટે જ્યોતિષશાસ્ત્રમાં ઘણા બધા ઉપાય દર્શાવવામાં આવ્યા છે જાતકની કુંડળીમાં કોઈ ગ્રહની સ્થિતિ યોગ્ય નથી હોતી તો વ્યક્તિના જીવનમાં ઘણા બધા ઉતાર ચડાવ જોવા મળે છે વ્યક્તિ ઘણી બધી પરેશાનીથી ઘેરાઈ જાય છે આજે અમે આ આર્ટિકલમાં ભોપાલના રહેનાર પંડિત હિતેન્દ્રકુમાર શર્મા જ્યોતિષ આપણને જણાવશે કે નવગ્રહ દોસ્તી મુક્તિ મેળવવા માટે સ્નાન કરવાના પાણીમાં શું ઉમેરીને સ્નાન કરવું જોઈએ જેનાથી તમને લાભ મળે.
સૂર્ય
જો તમે સૂર્ય ગ્રહના નકારાત્મક પ્રભાવથી બચવા માંગો છો તો લાલ રંગના ફૂલ, ઈલાયચી, કેસર અને રોઝ મેરી ઉમેરીને સ્નાન કરો.
ચંદ્રમાં
જો તમે ચંદ્રમાના નકારાત્મક પ્રભાવથી બચવા માંગો છો તો સફેદ ચંદન, સફેદ સુગંધિત ફુલ, ગુલાબજળ અથવા શંખમાં પાણી ભરીને સ્નાન કરો.
મંગળ
મંગળ ગ્રહના દુષ્પ્રભાવથી બચવા માટે સ્નાન કરવાના પાણીમાં લાલ ચંદન, બિલની છાલ અને ગોળ ઉમેરીને સ્નાન કરો લાભ થશે.
બુધ
જો તમે બુધ ગ્રહના નકારાત્મક પ્રભાવથી બચવા માંગો છો તો સ્નાન કરવાના પાણીમાં જાયફળ,મધ અને ચોખા ઉમેરીને તેનું સ્નાન કરો.
બૃહસ્પતિ
જો તમે બૃહસ્પતિ ગ્રહના નકારાત્મક પ્રભાવથી બચવા માંગો છો તો સ્નાન કરવાના પાણીમાં પીળી સરસવ, ગુલર અને ચમેલીના ફૂલ ઉમેરીને સ્નાન કરો.
શુક્ર
શુક્ર ગ્રહના દુસ પ્રભાવથી બચવા માટે સ્નાન કરવાના પાણીમાં ગુલાબજળ ઈલાયચી અને સફેદ ફૂલ નાખીને સ્નાન કરો લાભ મળશે.
શનિ
શનિના અશુભ પ્રભાવને ઓછો કરવા માટે સ્નાન કરવાના પાણીમાં કાળા તલ વરિયાળી સૂરમાં અથવા લોબાન ઉમેરીને સ્નાન કરી શકો છો.
રાહુ
જો તમે રાહુના નકારાત્મક પ્રભાવથી બચવા માંગો છો તો સ્નાન કરવાના પાણીમાં કસ્તુરી લોબાન ઉમેરીને સ્નાન કરો.
કેતુ
કેતુના કષ્ટથી છુટકારો મેળવવા માટે સ્નાન કરવાના પાણીમાં લોબાન લાલ ચંદન ઉમેરીને સ્નાન કરો તેનાથી લાભ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team