કહેવાય છે કે, કલા કોઈની મોહતાજ નથી હોતી. ખુદની અંદર કલા નામનો કીડો હોય તો કોઇપણ રીતે સ્ટાર બની શકાય છે. એમ, એક એવું ઉદારહણ આપણી સમક્ષ છે; જેને પણ ‘મા સરસ્વતી’નું વરદાન મળેલું છે. તમે સોશિયલ મીડિયામાં મૈથિલી ઠાકુરના ઘણા વિડીયો જોયા હશે. આજના લેખમાં તમને મૈથિલી ઠાકુર વિશેની વાત જણાવવા માટે અમે તમારા માટે હાજર છીએ.

માત્ર ૧૦ વર્ષની નાની ઉંમરથી ગાયકી ક્ષેત્રે આગળ આવનાર આ છોકરીએ આખી દુનિયામાં તેનું નામ બનાવી લીધું. બચપનથી ઇન્ડિયન ક્લાસિકલ સિંગર બનવાનું તેમનું સપનું રહ્યું, જેને નાની ઉંમરથી જ સકસેસ તરફની દિશા મળી જતા આગળની સફર થોડી આસન રહી. પણ એ માટેનું કાર્ય અને એ પાછળની મહેનત એટલી મોટી છે કે જેને ખરેખર તાળીઓના ગળગળાટથી નવાજવી પડે એમ છે.
મ્યુઝીક ટીચર રમેશ ઠાકુરની દીકરી મૈથિલીએ ૨૦૧૬ અને ૨૦૧૭માં મ્યુઝીક ક્ષેત્રે છલાંગ લગાવી. ૨૦૧૬ની સાલમાં ‘યા રબ્બા’ આલ્બમમાં તેને કામ કર્યું. એ આલ્બમમાં તેને અવાજ આપીને આખી દુનિયાને તેને કાબિલિયત બતાવી દીધી.

એ પછીના વર્ષમાં એટલે કે ૨૦૧૭ની સાલમાં ટીવી શો ‘રાઈઝીંગ સ્ટાર’માં તેણે ભાગ લઈને પણ ગાયકીને વધુ તીક્ષ્ણ બનાવી. મૈથિલી ઠાકુરની માતા ભારતી ઠાકુરના સપોર્ટ અને પિતાના મ્યુઝીક જ્ઞાનને કારણે મૈથિલીની મ્યુઝીક સફર આસન હતી પણ મ્યુઝીક પાર્ટ ‘સિંગિંગ’ માટે રીયાઝની મહેનત તગડી હતી. જે મૈથિલીએ પાર કરી અને હજુ પણ રીયાઝને ઈશ્વર સમાન ગણીને તેનું મહત્વ જાળવે છે, જેને કારણે આજ તેનો અવાજ દુનિયાભરમાં મશહુર બન્યો છે.

મૈથિલી સાથે તેના બે ભાઈઓ રિશવ ઠાકુર અને અયાચી ઠાકુર પણ મ્યુઝીક સાથે જોડાયેલા છે અને એ પણ મૈથિલીની સાથે ભાવી ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે સતત મહેનત કરી રહ્યા છે. ૧૯ વર્ષની ઉંમરમાં મૈથિલીએ ૧૨ ધોરણનો અભ્યાસ કર્યો; એમ સામે ગાયનના અભ્યાસની વાત કંઈક અલગ છે. બિહારની ઘરતીનું ઘરેણું બનીને ઉભરી આવેલી આ છોકરીએ માતા-પિતા
સાથે તેના કુટુંબ-પરિવારનું નામ પણ રોશન કરી દીધું.
મૈથિલીએ દિલ્હીની બાલભવન ઈન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કર્યો અને સાથે ગાયન પ્રત્યેની રૂચી જાળવી રાખી. બહેન સાથે તેના એક ભાઈએ પણ ગાયનમાં રૂચી લીધી. જયારે એક ભાઈ તબલા પ્લેયર બન્યો. તબલા પ્લેઈંગમાં તેને આગવી સૂઝ મળેલી છે.

આમ તો મૈથિલીને જયારે શોખ વિશે પૂછવામાં આવે ત્યારે એ હંમેશા જણાવે છે કે, હારમોનિયમ પ્લેઇંગ કરવું અને સિંગિંગ કરવું એ તેનો ફર્સ્ટ પ્રાયમરી હોબી છે. ત્યાર બાદ મૂવી જોવું કે, બહાર ફરવા જવાની વાત આવે છે. આખા દિવસ દરમિયાન રીયાઝ માટે પણ શક્ય એટલો વધુ સમય આપીને તે ગાયકીને તીક્ષ્ણ બનાવે છે. આ રીયાઝમાં બંને ભાઈઓ પણ જોડાય છે. જેથી એક નાની ટીમ બને છે અને રીયાઝ પણ કરી શકાય છે.

મૈથિલીની નાની ઉંમરમાં ફેમ વધી ગઈ જેને કારણે ઘણી ટીવી ચેનલ અને ન્યુઝપેપર એજન્સીએ તેના ઈન્ટરવ્યુ કર્યા પણ એ બધા સાથે એ એકદમ નમ્ર બનીને બધા પ્રશ્નોના જવાબ આપે છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેને પૂછવામાં આવ્યું હતું કે, ફેવરીટ એક્ટ્રેસ કઈ? ત્યારે તેને જવાબમાં આલ્યા ભટ્ટનું નામ જણાવ્યું હતું. ફેવરીટ ફૂડ વિશેની ચર્ચામાં – છોલે ભટુરે, પાણી પૂરી અને સાઉથ ઇન્ડીયન ડીશ તેને પસંદ છે એ જણાવ્યું હતું. અત્યારે ઘણા લોકો મૈથિલીને ઓળખે છે પણ કહેવાય છે ને, ‘ઉપર ઉડવા નીચે પડવું પડે…’

મૈથિલીની કરિયર ધીમી રફતારે ચાલી રહી હતી ત્યારે તેને સકસેસ થવાના સપના રૂપે ૨૦૧૧ની સાલમાં ‘સા રે ગા મા પા લી’લ ચેમ્પ’માં પાર્ટ લીધો હતો. જેમાં તેને બહુ મોટી નિષ્ફળતા મળી. ત્યાર બાદ મૈથિલી, ઘણી બીજી સિંગિંગ કોમ્પિટિશન અને શો માં ભાગ લેવા માટે ગઈ હતી. આ પ્રક્રિયામાં ૬ વખત તેને રીજેકશન મળ્યું હતું. ત્યાર બાદ તેને ૨૦૧૬ના વર્ષ દરમિયાન ‘યા રબ્બા’ આલ્બમ તન્નીસ્થાપૂરી સાથે લોન્ચ કર્યો હતો. ૨૦૧૭નું વર્ષ તેના માટે મધ્યમ રહ્યું.
આટલું થયા પછી તેને હિંમત ન હારી અને વધુ સખત મહેનત કરીને સિંગર બનવાના ડ્રીમને જીવિત રાખ્યું. અહીંથી તેને ઈન્ટરનેટનો સદ્દઉપયોગ કર્યો અને તેને પોતાની યુટ્યુબ ચેનલ બનાવી અને તેમાં બે ભાઈઓ-બહેનની કલા દર્શાવતા વિડીયો અપલોડ કરવાના શરૂ કર્યા. મતલબ કે, મૈથિલી અને તેનો એક ભાઈ સિંગિંગ કરતા હોય અને એક ભાઈ તબલા પ્લે કરી રહ્યો હોય તેવા વિડીયો અપલોડ કરવાનું શરૂ કર્યું. આ વિડીયોસ તેને ઘણી ઊંચાઈ સુધી લઇ ગયા અને દેશ-વિદેશ સુધી તેની કલાની ઝાંખી થવા લાગી. અત્યારે પણ યુટ્યુબ પર “Maithili Thakur” નામથી તેની ચેનલ છે; જેમાં તેના ઘણા બધા નવા-જૂના વિડીયોસ છે.
આટલું થયા પછી તેને હિંમત ન હારી અને વધુ સખત મહેનત કરીને સિંગર બનવાના ડ્રીમને જીવિત રાખ્યું. અહીંથી તેને ઈન્ટરનેટનો સદ્દઉપયોગ કર્યો અને તેને પોતાની યુટ્યુબ ચેનલ બનાવી અને તેમાં બે ભાઈઓ-બહેનની કલા દર્શાવતા વિડીયો અપલોડ કરવાના શરૂ કર્યા. મતલબ કે, મૈથિલી અને તેનો એક ભાઈ સિંગિંગ કરતા હોય અને એક ભાઈ તબલા પ્લે કરી રહ્યો હોય તેવા વિડીયો અપલોડ કરવાનું શરૂ કર્યું. આ વિડીયોસ તેને ઘણી ઊંચાઈ સુધી લઇ ગયા અને દેશ-વિદેશ સુધી તેની કલાની ઝાંખી થવા લાગી. અત્યારે પણ યુટ્યુબ પર “Maithili Thakur” નામથી તેની ચેનલ છે; જેમાં તેના ઘણા બધા નવા-જૂના વિડીયોસ છે.

‘કાર’ હોવાથી કાંઈ નથી થતું, માણસમાં ‘સંસ્કાર’ પણ હોવા જોઈએ. અને સંસ્કાર માટે બચપણથી વ્યવસ્થિત ઉછેર પણ થવો જોઈએ. આ વાતમાં મૈથિલી, તેના પિતા રમેશ ઠાકુરને ક્રેડીટ આપતા કહે છે કે, “મારી કારકિર્દી અહીં સુધી પહોંચી અને સંગીત ક્ષેત્રે આગળ લાવનાર મારા પિતા છે. મમ્મીએ હંમેશા દરેક વાતમાં સપોર્ટ કરીને મારો આત્મવિશ્વાસ મજબૂત કરવામાં સાથ આપ્યો છે.” આજે એ જ મૈથિલીનું નામ આખું ભારત જાણે છે અને ક્યાંય ને ક્યાંય આપણે પણ તેના વિડીયો જોતા હોય છીએ. સોશિયલ મીડિયાએ ખુદ મૈથિલી અને તેના બે ભાઈઓને સારો વેગ આપ્યો છે જેને કારણે હજારોની સંખ્યામાં લોકો તેના વિડીયોસ નિહાળે છે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel