એક સારા ક્રિકેટર, એક સારા લીડર,અને એક સારા વ્યક્તિ.. કોઈ એ વિચાર્યું ન હતું કે રાંચી ના એક મધ્યમ વર્ગીય કુટુંબ માં જન્મ લેનાર એક છોકરા ની જીદ થી તે આખી દુનિયા માં છવાઈ જશે. ધોની એક ક્રિકેટર થી પણ અધિક છે. એમને એ સાબિત કર્યું કે પોતાની પર વિશ્વાસ હોય તો કોઈ પણ મુશ્કેલ કામ ને પાર પાડી શકાય છે.
ચાલો જાણીએ ધોની ના વ્યક્તિત્વ અને જીવન થી જોડાયેલ વાતો,
હમેશા પોતાના દિલ નું કીધેલ કરવું.
ધોની ને પોતાની પર બીજા કરતાં વધુ ભરોસો છે. અને તે હમેશા પોતાનું ધાર્યું જ કરતાં. આજ કારણ થી આજે ધોની એ ઇતિહાસ રચ્યો છે. ધોની એ સૌ પહેલા તો રેલ્વે માં નોકરી કરી. જ્યારે તેમને એવું લાગ્યું કે નોકરી ના લીધે તેમના ખેલ કુંદ માં નુકશાન થઈ રહ્યું છે તો એમને નોકરી છોડી દીધી.
ક્રિકેટ ફિલ્ડ માં પણ એવા કેટલાય નિર્ણય લેતા એમને જોયા છે કે જે સામાન્ય વ્યક્તિ કરતાં અલગ જ છે.
ક્યારેય હાર ન માનવી
રમત ના છેલ્લા બોલ સુધી સંઘર્ષ ચાલુ રાખવો એ તેમનો સ્વભાવ છે. એટલે જ તેમણે બેસ્ટ finisher માનવામાં આવે છે. એમના જીવન માં પણ એવી ઘણી પરિસ્થિતિઓ આવી કે એમને ક્રિકેટ છોડવું પડે એવું હતું પણ તે હાર ન જ માન્યા.
જવાબદારી લેવી.
2011 ના વર્લ્ડ કપ માં ફાઇનલ માં જ્યારે ધોની નો વારો આવ્યો બીટિંગ માટે ત્યારે એમની પાસે ચાન્સ હતો કે તે વધુ રન કરવા માટે બીજા ને પણ કહી શકે, પણ તેમણે એવું ન કરતાં ઈન્ડિયા ટીમ ને સામે ની ટીમ કરતાં વધારે રન સાથે જિતાડવાની જવાબદારી એમને લીધી હતી.
વિનમ્રતા અને અન્ય લોકો નું સન્માન કરવું.
વિશ્વ વિજેતા ટીમ ના કેપ્ટન અને મશહૂર સેલીબ્રિટી હોવા છતાં ધોની દરેક સાથે ખૂબ જ વિનમ્ર સાથે વાત કરતાં જોયા છે. તેમણે કોઈ પણ જાત નું ઘમંડ નથી તે તેમના ચહેરા પર થી પણ જોઈ શકાય છે. આ તો ધોની નું જ વ્યક્તિવત છે તેમની કેપ્ટનસિ માં સચિન, સેહવાગ,જેવા સીનિયર ખિલાડી રમ્યા છે. અને એક મજબૂત ટીમ બનાવી જેના લીધે ભારત ને વર્લ્ડ કપ માં જીત મળી.
પરિસ્થિતિ પ્રમાણે પોતાને તેમા ઢાળવું.
ધોની વિશ્વ ના એક બહુમુખી ક્રિકેટર માંથી એક છે. તેમણે દેશ અને દેશ ની બહાર પણ સફળતા મેળવી છે. તે ભારતીય ટીમ નું નેતૃત્વ કરતાં હોય કે આઇપીએલ ની મેચ હોય બધી જ પરિસ્થિમાં તેઓ ઢળી જ ગયા છે.
ખૂબ મહેનત કરવી
મહેનત નો કોઈ વિકલ્પ હોતો નથી. ધોની પોતાના ક્રિકેટ ની પ્રેક્ટિસ માટે રાત દિવસ મહેનત કરતાં. એમને 3 વર્ષ સુધી રેલવે ની નોકરી સાથે ક્રિકેટ પણ શિખતા હતા. આજે 36 વર્ષ ની ઉમર માં તેઓ ઈન્ડિયા ના બધા જ ખિલાડી કરતાં સૌથી વધુ જડપથી દોડી શકે છે. તેઓ એટલી ફૂર્તિ થી વિકેટ kipping કરે છે કે ખિલાડી ને ખબર પણ નથી પડતી કે તે ક્યારે આઉટ થયો. આ મહાન ખિલાડી એ ક્યારેય સરળ રસ્તો પસંદ નથી કર્યો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team