શું તમને ખબર છે બ્રાહ્મીવટી શું છે? જો તમને નથી ખબર તો જાણી લો કે બ્રાહ્મી વટી નો ઉપયોગ પ્રાચીનકાળથી જ કરવામાં આવે છે. ઘણી સદીઓથી આયુર્વેદાચાર્ય બ્રાહ્મીવટી ના ઉપયોગથી અનેક રોગોને મટાડવા માટે કામ કરે છે આયુર્વેદમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે બ્રાહ્મી વટી મનુષ્યના મસ્તિષ્ક માટે અમૃત સમાન અવશધી છે અને તે હિમાલયની તળેટીમાં મળતા બ્રાહ્મીના છોડમાંથી તૈયાર કરવામાં આવે છે.
તેના છોડ નદીના કિનારે કે પછી કોઈ ભેજવાળા સ્થાન પર જોવા મળે છે,આવો જાણીએ બ્રાહ્મીવટીનો પ્રયોગ કયા કયા રોગોમાં આપણે કરી શકીએ છીએ અને તેના સ્વાસ્થ્યવર્ધક લાભ મેળવી શકીએ છીએ.
બ્રાહ્મી વટી શું છે?
બ્રાહ્મી વટી તણાવમાંથી છુટકારો મેળવવા માટે મદદ કરે છે શ્વાસ ની બીમારી ઝેરના પ્રભાવને યોગ્ય કરે છે અને તેની સાથે જ રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત કરે છે અને તે મસ્તિષ્ક તથા યાદશક્તિને પણ સ્વસ્થ બનાવે છે.
બ્રાહ્મી વટી ના ફાયદા
તમે બ્રાહ્મી વટીનો ઉપયોગ ઘણા રોગોને યોગ્ય કરવા માટે કરી શકો છો.
બ્રાહ્મી વટીનું સેવન યાદદાસ્ત વધારવા માટે ફાયદાકારક
બ્રાહ્મી વટીનું સેવન મસ્તિષ્કની દુર્બળતા અને મસ્તિષ્ક સંબંધી દરેક વિકારને નષ્ટ કરે છે, બ્રાહ્મી વટી સ્મરણશક્તિ અને બુદ્ધિને વધારવા માટે પણ ફાયદાકારક છે. મસ્તિષ્ક સંબંધીત કાર્ય કરવા વાળા જેમ કે વિદ્યાર્થી અધ્યાપક વગેરેને બ્રાહ્મી વટીનું સેવન જરૂર કરવું જોઈએ.
હૃદય રોગમાં ફાયદાકારક બ્રાહ્મીવટી નો પ્રયોગ
ઘણા લોકોને હૃદય સંબંધિત વિકાર હોય છે, એવામાં એ લોકોને બ્રાહ્મીવટી નું સેવન દરરોજ કરવું જોઈએ. તેનાથી વાત નાડીઓ અને હૃદયથી સંબંધિત રોગ તરત સારા થઈ જાય છે.
અનિદ્રાની પરેશાનીમાં બ્રાહ્મી વટીનો ઉપયોગ લાભકારક
જે વ્યક્તિ ઊંઘ ન આવવાની પરેશાનીથી ગ્રસ્ત છે તેમને બ્રાહ્મીવટી નો પ્રયોગ કરવો જોઇએ. તેની માટે તમારે કોઇ આયુર્વેદિક ચિકિત્સા શક્તિ બ્રાહ્મી વટીનો ઉપયોગ કરવાની રીત જાણવી જોઈએ.
હિસ્ટીરિયામાં ફાયદાકારક છે બ્રાહ્મી વટીનો ઉપયોગ
બ્રાહ્મીવટી હિસ્ટીરિયામાં લાભકારક સાબિત થાય છે, આ રોગથી ગ્રસ્ત દર્દી બ્રાહ્મીવટી નો ઉપયોગ થી લાભ મેળવી શકે છે.
મૂર્છા અથવા વાઈ આવે ત્યારે બ્રાહ્મી વટીનું સેવન કરો
જે રોગી વારંવાર બેહોશ થઈ જાય છે અથવા જેને વાઈ આવે છે તેમને બ્રાહ્મીવટી નું સેવન કરવું જોઇએ તેની સાથે સાથે સવારે અને સાંજે બ્રાહ્મી ઘી 3 થી ૬ મહિના સુધી દૂધમાં ઉમેરીને પીવું જોઈએ અને ભોજન કર્યા બાદ સારસ્વતારીષ્ટ પીવું જોઈએ તેનાથી ખૂબ લાભ થાય છે.
સ્નાયુતંત્રને સ્વસ્થ બનાવે છે બ્રાહ્મીવટી
બ્રાહ્મી માનવ સ્નાયુતંત્ર માટે ટોનિકનું કામ કરે છે,અને તે આપણા મસ્તિષ્કને શાંતિ પ્રદાન કરવા સિવાય સ્નાયુ કોષો ને પોષણ આપે છે જેનાથી આપણને સ્ફૂર્તિ મળે.
હાઈ બ્લડપ્રેશરમાં ફાયદો આપે છે બ્રાહ્મી વટી
હાઇબ્લડપ્રેશર આજ કાલ એક સામાન્ય બીમારી થઈ ગઈ છે, અને ઘણા લોકો આ બીમારીથી પીડિત છે તેમાં બ્રાહ્મી વટી નો ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક છે.
ડાયાબિટીસમાં ફાયદાકારક છે બ્રાહ્મીવટી નો ઉપયોગ
આજે ડાયાબિટીસ દરેક ઘરે ઘરે એક બીમારી બની ગઈ છે. એલોપેથિકરીત સિવાય તમે બ્રાહ્મીવટી નો પ્રયોગ પણ ડાયાબિટીસમાં કરી શકો છો અને તેનો લાભ મેળવી શકો છો.
બ્રાહ્મી વટીનું સેવન ખાંસીના ઇલાજ માટે
બ્રાહ્મીવટી ખાંસીમાં આરામ મેળવવા માટે ખૂબ જ ફાયદાકારક છે જો તમને ખાંસી થી પીડિત છો તો આયુર્વેદિક રીતથી ખાંસીને યોગ્ય કરવા માંગો છો તોબ્રાહ્મી વટીનું સેવન કરો.
બ્રાહ્મી વટીથી થતા નુકસાન
બ્રાહ્મીવટી નો વધુ સેવન તમને નુકસાન પહોંચાડી શકે છે
- ભૂખ ન લાગવી
- માથાના દુખાવાની પરેશાની
- ગભરામણ
- ચક્કર આવવા
- ત્વચા લાલ થઇ જવી
- અવસાદ
- બેભાન અવસ્થા
બ્રાહ્મી વટીનું સેવન કોઈપણ આયુર્વેદિક ચિકિત્સક ની સૂચન અનુસાર જ કરવો જોઈએ.
આયુર્વેદમાં બ્રાહ્મીવટી નો ઉલ્લેખ
આયુર્વેદ અનુસાર બ્રાહ્મીવટી સ્વાદમાં તીખી અને ઠંડી તાસીર વાળી જડીબુટ્ટી છે. તે બળ વધારવા અને દોષનો નાશ કરવાવાળી પડી છે બ્રાહ્મીવટી આપણી ઉંમર વધારે છે, તથા તથા પ્રસૃતિવાળી મહિલાઓને દૂધ વધારવા માટે તથા મસ્તિષ્ક ને શાંત આપવા વાળી છે.જેને જન્મજાત તોતડાવાની બીમારી છે એમાં બ્રાહ્મી વટી લાભપ્રદ છે.મહર્ષિ ચરકે બ્રાહ્મી વટીને મનુષ્ય રોગોને સારા કરવામાટેની એક અચૂક ઔષધિ માનવામાં આવી છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team