દેશ થી લઈને વિદેશ સુધી દરેક કાર્યમાં આગળ હોય એ ‘ગુજરાતી’, જેનામાં ધાર્મિક કાર્ય કરવાની વૃતિ જોવા મળે એ ‘ગુજરાતી.’ આવા તો ગુણગાન લખીએ એટલા ઓછા!! ખરેખર ભારત દેશનું ગુજરાત રાજ્ય અને ગુજરાતી પબ્લિક એટલે ભારતની શાન.
અત્યારે હાલ નવદુર્ગા મા ભગવતીના નવલા નોરતાના દિવસો ચાલી રહ્યા છે ત્યારે મહેસાણાના ભવાની મંદિરમાં એક અદ્દભુત આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન એટલું વિશાળ છે કે લોકો ભરપૂર તેનો આનંદ લઇ શકે છે. શું તમને ખબર છે મહેસાણાના કેસરીભવાની મંદિરે ક્યાં પ્રકારનું આયોજન થયું છે? ચાલો, માહિતીની સફર કરીએ આ લેખમાં…
મહેસાણામાં આવેલા મરતોલીમાં વસેલા કેસરભવાની ચેહર માતાજીના મંદિરમાં ૩૬૫ દિવસ સુખડીનો પ્રસાદ બને છે, પરંતુ નવરાત્રિમાં તેનું વિશેષ મહત્ત્વ હોય છે. આ પ્રસાદનો સ્વાદ એટલો અદ્દભુત હોય છે કોઇપણ વ્યક્તિને આંગળા ચાટતું કરી શકે. નવરાત્રી દરમિયાન આ મંદિરમાં એક કે બે નહીં પરંતુ ૫૦ કિલોનો પ્રસાદ બનાવવામાં આવે છે. આ પ્રસાદ લોકોમાં વિતરણ પણ કરવામાં આવે છે.
દરરોજ મંદિરમાં ૧૦ હજાર જેટલા પ્રસાદીના બોક્સ બનાવી લોકોને પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવે છે. અહીં પ્રસાદ લેવા માટે દરેક પ્રકારના લોકો આવે છે, જેમાં ગરીબ કે અમીર એવો કોઈ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી.
કેવી રીતે પ્રસાદ તૈયાર કરવામાં આવે છે?
પ્રસાદ તૈયાર કરવા માટે સ્પેશીયલ મહેસાણાથી શુદ્ધ ઘી મંગાવવામાં આવે છે. એ શુદ્ધ ઘી માંથી તૈયાર કરેલ પ્રસાદ સૌ પ્રથમ માતાજીના ચરણોમાં ધરવામાં આવે છે. માતાજીને ભોગ ચડાવ્યા પછી જ આ પ્રસાદને જાહેર જનતા માટે વિતરણ કરવામાં આવે છે. સાથે આ મંદિરે ૩૬૫ દિવસ અન્નક્ષેત્ર ચાલે છે; જેમાં દરરોજ આશરે ૫ થી ૧૦ હજાર જેટલો લોકો આ મંદિરે આવીને પ્રસાદ ભોજનમાં લે છે.
માતાજીનો પરચો છે અદ્દભુત…
આ મંદિરના મેનેજર પણ જણાવે છે કે, આ મંદિરમાં માતાજીનો પરચો છે કે ગમે તેટલી સંખ્યામાં માણસો પ્રસાદ લેવા માટે આવે છતાં અહીં કોઈ દિવસ પ્રસાદી ખૂટી નથી. ૧૯૯૬ની સાલમાં એવો જ એક પરચો થયો હતો કે, સપ્તચંડી યજ્ઞ વખતે યાત્રાળુની સંખ્યા વધી ગઈ હતી. ત્યારે મોટી સંખ્યામાં માનવમેદની ભેગી થઇ હોવા છતાં પણ પ્રસાદી ખૂટી ન હતી.
દરરોજ આટલી વસ્તુમાંથી પ્રસાદ બનાવવામાં આવે છે.
૫૦૦ કિલો ઘઉંનો લોટ, ૩૦૦ કિલો શુદ્ધ ઘી, ૫૦૦ કિલો ગોળ આ ઉપરાંત અન્ય એવી ઘણી ખાદ્યચીજનો ઉપયોગ કરીને માતાજીનો પ્રસાદ બનાવવામાં આવે છે. આ મંદિરે શ્રદ્ધાળુઓ આવીને તેની મનોકામના પૂર્ણ કરે છે અને વળતી વખતે માતાજીના પ્રસાદનો લ્હાવો પણ લે છે. નવરાત્રીના નવ દિવસો દરમિયાન પ્રસાદની વાત કરીએ તો આ મંદિરમાં ૫૦ હજાર કિલો જેટલી સુખડીની પ્રસાદી બનાવીને વહેંચવામાં આવી રહી છે. સુખડીની પ્રસાદીનો આંકડો જોઇને જ આપણને અંદાજ આવી જાય કે, આ મંદિરે માતાજી સાક્ષાત બિરાજમાન છે. બાકી આટલી મોટી સંખ્યામાં પ્રસાદ બનાવવી એ નાની વાત છે ખરી!!!
ગુજરાતની અવનવી માહિતી જાણવા માટે ફક્ત ગુજરાતીના ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો. અમે આપના માટે નવીનવી માહિતી લેખ દ્વારા પોસ્ટ કરતા રહીશું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel