મેષ : સરકારી કર્મચારીઓ માટે આજે સારો દિવસ. આજે સાંજ સુધી તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે. પ્રેમીઓ માટે આજે સારો સમય રહેશે. દાંપત્ય જીવનમાં નવી ખુશીઓ આવી શકે છે, તમારી નજીકના કોઈ વ્યક્તિ તમારો ખોટો ફાયદો ઉઠાવશે.
વૃષભ : આજે મનમાં કોઈ વાતને લઈને શંકા રહેશે. તમે આજે લોકોની યોજના સાથે સહમત થઈ જશો. આર્થિક ક્ષેત્રમાં સ્થિરતા બની રહેશે. આજના દિવસે પોતાને શાંત રાખવાનો સમય છે. કોઈપણ વિચારને લઈને આજે મન વિચલિત થઈ શકે છે.
મિથુન : આજે સામાન્ય ધનલાભ થશે. કાનૂન સંબંધિત બાબતમાં નિર્ણય તમારા તરફેણમાં આવશે. જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને શુભ સમાચાર મળશે. મિત્રો સાથે આજે કેટલોક સારો સમય પસાર કરી શકશો. પરિવારમાં વાતાવરણ ખુશનુમા રહેશે.
કર્ક : આજે જૂના મિત્રો સથે મુલાકાત થઈ શકે છે. તમારા નજીકના પરિવારજનો સાથે તમારી મુલાકાત થશે. ઓફિસમાં આજે તમારા કામના વખાણ થશે. વેપારીઓ કેટલાક નવા કામની યોજના બનાવી શકશે. આવકમાં વધારો થશે. કોઈ વિવાદમાં તમને જીત મળશે.
સિંહ : આજે તમારા કામ કરવાની જગ્યાએ તમારા કામના વખાણ થશે. તમારી હોશિયારીથી તમે વેપારના અટકેલાં કામ સારી રીતે પૂરા કરી શકશો. આજે પૈસા સંબંધિત લેવડદેવડઆ સાવધાની રાખો. આજે ઉતાવળમાં નિર્ણય લેવો નહીં.
કન્યા : જે મિત્રો નોકરી શોધી રહ્યા છે તેમની મુશ્કેલીઓ ઓછી થશે. કોઈ નવા વિષે વિષે તમે જાણવા માંગશો. પરિવારમાં ચાલી રહેલ મુશ્કેલીઓનો અંત થશે. આર્થિક બાબતમાં કોઈપણ બેદરકારી કરવી નહીં. આજે દેવું કરવું નહીં. તમારા વડીલો અને ઉપરીઓની મદદ લઈ શકો.
તુલા : આજે કેટલાક મોટા પરિવર્તન થઈ શકે છે, ખર્ચ કરવામાં તકેદારી રાખો. મહિલા અધિકારીથી તમને મદદ મળશે. લાંબા સમય પછી તમને રાહત મળશે. સાચા મનથી આજે મહાદેવને યાદ કરશો અને દિવસની શરૂઆત કરશો તો તમને સફળતા જરૂર મળશે.
વ્રુશિક : આજનો દિવસ ચિંતાથી દૂર રહેવાનું છે. તમારા રોજિંદા જીવનમાં કોઈ પરિવર્તન થઈ શકે છે. જે લોકો જીવનમાં પ્રેમની રાહ જોઈ રહ્યા છે તેમના જીવનમાં પ્રેમનું આગમન થશે. આર્થિક પરિસ્થિતિ મજબૂત થશે. નવા મિત્રો સાથે સંબંધ મજબૂત થશે.
ધન : ઘરમાં કોઈ કામને પૂરું કરવા માટે ઘરના વડીલો અને માતા પિતાની સલાહ લેવાનું રાખો. ધાર્મિક પ્રસંગમાં તમે ભાગ લઈ શકશો. જીવનસાથી તરફથી તમને સપોર્ટ મળશે. પરિવારની જવાબદારીઓ સારી રીતે પૂરી કરી શકશો.
મકર : આજે તમને અમુક વસ્તુની કમી લાગશે. તમારા બાળકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. આજે ઉચ્ચ અધિકારીઓની મદદથી તમને પ્રોજેક્ટ સંબંધિત તમને સારો લાભ મળશે. આજે કોઈ યોજના પર તમે જો લાંબા સમયથી કામ કરી રહ્યા છો તો સફળતા મળશે.
કુંભ : આજે તમારામાં આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. દુશ્મનો પર તમારી જીત થશે. તમારી હિમત અને બુધ્ધિથી આજે લોકો સામે તમારી જીત થશે. પરિવાર સાથે જોડાયેલ કેટલીક જવાબદારીઓ નિભાવવાની રહેશે.
મીન : આજે તમારા બધા કામમાં તમારે મહેનત કરવાની રહેશે. તમારા ભવિષ્યને સારું બનાવવા તમે કેટલાક પગલાં ઉઠાવશો. તમારી સફળતા તમારી ખૂબ નજીક હશે. આજે બીજાને નારાજ કર્યા વગર તમે મહત્વના કામ કરી શકશો.