મેગીના ભજીયા – રેસિપી

ઠંડી પડે જ ચાલો ચાલો કચરિયું ખઇએ / શિયાળુપાક ખાઇએ.  ગરમી પડે છે  ચાલો ચાલો એકદમ મસ્ત ગોલો/બરફ ખાઇએ. ચોમાસા મા હજી તો વરસાદ પડયો નથી , ખાલી વરસાદ જેવું વાતાવરણ જ થયું છે,  ત્યાં તો એકદમ બોલી ઊઠે કે, ગરમા-ગરમ ભજીયાં ખાવાનું મન થયું છે..

તમે મને કહેશો આ કયા લોકો છે … એકદમ સાચુ વિચાર્યું તમે… આ છે આપણા  ખાવાના શોખીન ગુજરાતીઓ…

તો ચાલો આજે આવા જ સ્વાદના શોખીનો એવા ગુજરાતીઓ માટે ગરમા ગરમ મેગીના ભજીયાની રેસિપી ની વાત કરી હતી.

મેગી ના ભજીયા

સામગ્રી

  1. મેગી – 1 નાનું પેકેટ
  2. કેપ્સિકમ -1
  3. ડુંગળી -1
  4. ચણાનો લોટ – 2 નાની વાટકી
  5. ટમેટા – 1
  6. તેલ
  7. મીઠુંસ્વાદ અનુસાર
  8. હળદર – 1/2 ટેબલ સ્પૂન
  9. ધાણા

આ રેસીપીને આપણે બે ભાગમાં વહેંચી શું.

પહેલા ભાગમાં આપણે મેગી બનાવીશું અને બીજા ભાગમાં આપણે ચણાનો લોટ તૈયાર કરશો.

વિભાગ 1

હવે આપણે વાત કરીએ પહેલા ભાગ માટે.

સૌ પ્રથમ એક તપેલી લઈ, તપેલીની અંદર બે કપ પાણી નાખો પાણી નાખો.  થોડો ટાઈમ પાણીને ઉકળવા દો. પછી તેની અંદર મેગી નૂડલ્સ  ઉમેરો. હવે તેની અંદર મેગી મસાલો નાખો.

વિભાગ 2

હવે આપણે બીજા વિભાગની વાત કરીએ કે જેમાં આપણે ચણાનો લોટ તૈયાર કરશો ભજીયા બનાવવા માટે.

1. સૌ પ્રથમ એક bowl લો. Bowl ની અંદર બે વાટકી ચણાનો લોટ નાખો.

2. તેમાં ઝીણી સમારેલી ડુંગળી , ઝીણા સમારેલા કેપ્સીકમ , ઝીણા સમારેલા ટામેટા ઉમેરો.

3. હવે આ મિશ્રણમાં યોગ્ય પ્રમાણમાં પાણી ઉમેરો. હવે બરાબર હલાવ્યા પછી તેની અંદર પહેલેથી બનાવેલી મેગી  ઉમેરો.

4. હવે મેગી, પછી જો લોટ થોડો જાડો જણાય તો તેની અંદર પાણી નાખશો. એક ચમચી મરચું , અડધી ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું  ઉમેરો.

હવે તેમાં ઝીણી સમારેલી કોથમરી એટલે કે ધાણા તેમાં એડ કરો. . હવે ભજીયા જેવું ખીરું તૈયાર છે પણ ફરક એટલો છે કે એની અંદર મેગી ઉમેરેલી છે.

5. કડાઈમાં તેલ લો. તેલને ગરમ થવા દો. તેલ ગરમ થઈ ગયા પછી ખીરાને ભજીયાની જેમ તળી નાખો.

તો હવે રાહ શેની જુઓ છો ગરમા ગરમ મેગી ના ભજીયા તમારી રાહ જોઈ રહ્યા છે.   ટામેટા કેચપ સાથે ટ્રાય કરો.

Image Source – http://www.flavouroma.com/

જય જય ગરવી ગુજરાત.. સ્વાદ નુ શોખીન ગુજરાત…

 

Leave a Comment