મધ્યપ્રદેશના ઈન્દોર માં આવેલા ખજરાના ગણેશ મંદિરના ચમત્કારની વાતો દૂર સુધી વિસ્તરિત છે. આ ભક્તોની આસ્થાનું પવિત્ર સ્થાન છે બાળક ની ઇચ્છા, પૈસાની ઇચ્છા, નોકરીની જરૂરિયાતો, વગેરે માટે આ મંદિરની મુલાકાત લેનારા ભક્તો ની ભીડ ખૂબ હોય છે. આ ચમત્કારિક મંદિર વિશે એવું કહેવાય છે કે આ મંદિરમાં સ્વયંભુ ગણપતિ તેમના ભક્તોની દરેક ઇચ્છા પૂરી કરે છે. ફક્ત ભક્તોએ અહીં આવીને ઊંધું સ્વસ્તિક બનાવો રહેશે.
આ મંદિર માં લોકો ગણેશજી પીઠ પર ઊંધું સ્વસ્તિક બનાવે છે અને બાધા પૂર્ણ કર્યાં પછી તેઓ પાછા આવી ને સીધો સ્વસ્તિક બનાવે છે. એવું કહેવાય છે કે આ પ્રથા અહીં ઘણા વર્ષોથી ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં ઊંધો સ્વસ્તિક બનાવા થી દરેક ઇચ્છા પૂર્ણ થાય છે.
મંદિરનો ઇતિહાસ
ખજરાના ગણેશ મંદિર 1735 માં હોલકર રાજવંશના શાસક અહિલ્યાબાઈ હોલકર દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવે છે કે આ મંદિર ના નિર્માણ માટે પંડિતને એક સ્વપ્ન આપ્યું હતું. એવું સ્વપ્ન આવ્યું કે અહીં ભગવાન ગણેશની મૂર્તિ જમીનમાં દટાયેલી છે, તેને ત્યાંથી કાઢો. પંડિતે આ સ્વપ્ન વિશે બધાને કહ્યું. રાણી અહિલ્યાબાઇ હોલકરે સ્વપ્ન અનુસાર તે જગ્યા પર ખોદકામ કરાવ્યું અને ત્યાં થી ભગવાન ગણેશની પ્રતિમા મળી , ત્યારબાદ અહીં મંદિર બનાવવામાં આવ્યું હતું.
શ્રદ્ધાળુઓ તેમની મનોકામના પૂરી થયા પછી મન ભરી ને ભેટ ચઢાવે છે. પરંતુ બુધવારે ગણપતિજીને વિશેષ લાડુ ચઢાવામાં આવે છે. આ દિવસે અહીં વિશેષ પૂજા-અર્ચના ગોઠવવામાં આવે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team