ભારતવર્ષમાં અલગ અલગ ધર્મોને માનવાવાળા લોકો રહે છે અને બધા લોકો તેના દેવી-દેવતાઓ ની પૂજા કરે છે અને મંદિરોના દર્શન માટે જાય છે. જોયું જાય તો દેશભરમાં ઘણા એવા ધાર્મિક સ્થળ મોજુદ છે અને તેના પ્રતિ લોકોનો અતુટ વિશ્વાસ જોવા મળે છે. આજે અમે તમને એક એવા મંદિર વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ જે કાશીમાં સ્થિત છે અને આ મંદિરમાં લોકો દુર-દુર થી પૂજા અને દર્શન કરવા માટે આવે છે.
હકીકતમાં, અમે તમને જે મંદિર વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ તે મંદિર કાશીના ગંગા કિનારે બાલાજી ઘાટ પર સ્થિત છે, આ મંદિરને માં બ્રહ્મચારિણીના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળે છે. માતા રાણીના ના દર્શન કરવા લોકો નારિયેળ, ચુંદડી, માળા,ફૂલ વગેરે લઈ માતાના દરબારમાં જાય છે, અને બધા જ ભક્તો શ્રદ્ધા સાથે માતાના દર્શન કરે છે.
આ મંદિરમાં જે બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ છે તે ખુબ જ ભવ્ય છે. માતાના જમણા હાથમાં જપની માળા અને ડાબા હાથમાં કમંડળ રહેલું છે. એવું માનવામાં આવે છે કે જે ભક્ત માતારાણી ના આ રૂપનું દર્શન કરે છે તેને પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે, સાથે જ યશ અને કીર્તિ પણ પ્રાપ્ત થાય છે. આ મંદિર માટે લોકોનો અતુટ વિશ્વાસ જોવા મળે છે.
માતાના આ દરબારમાં આમ તો રોજ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે પરંતુ જયારે નવરાત્રીના દિવસો આવે છે ત્યારે મંદિર માં લાખોની સંખ્યા માતાના દર્શન કરવા આવે છે. એવું જણાવવામાં આવે છે કે નિ:સંતાન દંપતીને માતા ના આ રૂપના દર્શન કરાવવાથી સંતાન સુખની પ્રાપ્તિ મળે છે. સાથે જ જે ભક્ત માતાના આ રૂપનું દર્શન કરે છે તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે.
આ મંદિરના પૂજારીનું એવું કહેવું છે કે જે કોઈ પણ બાલિકાના વિવાહ નથી થઇ રહ્યા અથવા જે કોઈપણ બાળક ને વાંચવામાં મન ના લાગી રહ્યું હોઈ તે નિયમિત રૂપથી બ્રહ્મચારિણી દેવીના દર્શન અથવા તેની પૂજા કરે તો તેની બધી પરેશાનીઓ દુર થાય છે. આ મંદિરમાં સવારના ૬ વાગ્યા થી દિવસના ૧૨ વાગ્યા અને સાંજે ૪ વાગ્યાથી લઈ રાતના ૧૦ વાગ્યા સુધી માતાના દર્શન અને પૂજા કરવામાં આવે છે. પરંતુ શારદીય નવરાત્રીના બીજા દિવસે બ્રહ્મચારીણી દેવીના દર્શન અને પૂજન નું વિધાન છે કે આ મંદિરમાં સવારે ૪ વાગે જ મંગલા આરતી પછી સામાન્ય પ્રજા માટે દ્વાર ખુલે છે.