આપણે જ્યારે કોઈપણ કામ કરીએ છીએ ત્યારે તે કામ પ્રત્યે અને આપણા ભગવાન પ્રત્યે આપણે હંમેશા આસ્થા અને શ્રદ્ધા રાખવી જોઈએ. આમ આ રાખેલ શ્રદ્ધાના કારણે આપણા દરેક કાર્ય ખૂબ જ સારી રીતે પરિપૂર્ણ થઈ જાય છે અને આવી જ એક વાત માતા મોગલ ની છે જે આપણને ક્યારેય દુઃખી કરતી નથી અને આપણે રાખેલી દરેક માનતાને ખૂબ જ સારી રીતે પૂર્ણ કરીને આપણને ખુશ કરે છે.
માતા મોગલ ના પરચા તો લોકોએ ઘણી બધી વખત સાંભળ્યા હશે અને તેમના ભક્તો અત્યારે પણ તેમને ખૂબ જ સારી રીતે પૂજે છે અને આ ઘોર કળિયુગમાં પણ માતા હાજરાહજૂર છે તેના પરચા પણ માં આપે છે. માં મોગલના પરચા ની વાત કરીએ તો તેમના ભક્તો તેમના પરચાથી ખૂબ જ આશ્ચર્યમાં મુકાઈ જાય છે અને તેઓ માતાની સાચા હૃદયથી સેવા કરે છે તેથી જ માં મોગલ તેમના દરેક કાર્ય પુરા કરે છે.
આજકાલ દરેક વિદ્યાર્થીઓને ભણી ગણીને આગળ કંઈક કરવાની ઈચ્છા હોય છે અને તેઓ આગળ ભણવા માટે વિદેશ પણ જવાનું વિચારતા હોય છે અને ત્યાં જ સેટલ થઈ જવાનું પણ વિચાર રાખતા હોય છે પરંતુ ત્યાં જવાના સપના જોવા માટે વિઝા મેળવવા પડે અને તે મેળવવા માટે ઘણા બધા પ્રયત્નો પણ કરવા પડતા હોય છે આમ મોટાભાગના યુવાનો ભણી ગણીને વિદેશમાં સેટલ થવા માટે વિઝા મેળવવા માટે માતા મોગલ ના ધામમાં જતા હોય છે અને માં મોગલ ની કૃપાથી આ દરેક યુવાનોની ઈચ્છા પણ ખૂબ જ જલ્દી ફળીભૂત થઈ જાય છે.
આ માતા મોગલ દરેક યુવાનોની ઈચ્છા પૂર્ણ કરતા હોય છે ત્યારે જ એક એવા કિસ્સાની વાત કરીશું જેમાં એક યુવક માતા મોગલ પર વિશ્વાસ કરીને માનતા માને છે કે મને વિઝા ખૂબ જ જલ્દી મળી જાય અને આમ સાચા દિલથી કરવામાં આવેલ માનતા ના કારણે તે ભક્તના થોડાક જ સમયમાં વિઝા આવી જાય છે.
આમ તે ભક્ત માનતા પૂરી કરવા માટે કાબરાઉ ધામ મોગલ માતાના મંદિરે આવી પહોંચે છે અને ત્યાં મણીધર બાપુ તે યુવકને આશીર્વાદ આપે છે તથા તે યુવકે 5000 રૂપિયા આપતા જ મણીધર બાપુ તેમાં એક રૂપિયો ઉમેરીને તે યુવકને પાછા આપી દે છે તથા મણિધર બાપુ જણાવે છે કે માતા મોગલ તમારી માનતા પૂરી કરે છે તેથી આ કોઈ ચમત્કાર નથી પરંતુ તમારી માતા ઉપર રાખેલી શ્રદ્ધાના કારણે જ તમારી માનતા પૂરી થઈ છે.