ગ્રહણની ઘટનાનું મહત્વ વિશ્વવિજ્ઞાનમાં અને જ્યોતિષશાસ્ત્રમાં ઘણું હોય છે.આમ તો આ એક ખગોળીય ઘટના છે પણ તેના આધારે આજે ઘણી બધી ગણતરી થતી હોય છે.આજે તારીખ ૩૧ જાન્યુઆરી,૨૦૧૮ના મહા મહિનાની પુનમના રોજ પૂર્ણ ચંદ્રગ્રહણ થવાનું છે,જેને લઇને લોકોમાં અવનવી ધારણાઓ બંધાઇ રહી છે.
સંવત ૨૦૭૪ના આ વર્ષમાં પાંચ ગ્રહણ થવાના છે.જેમાંથી ત્રણ સુર્યગ્રહણ-જે ભારતમાં દેખાવાના નથી-અને બે ચંદ્રગ્રહણ છે.પૂર્ણ રીતે થતા ગ્રહણને “ખગ્રાસ ગ્રહણ” કહેવાય છે.
આજના આ ખગ્રાસ ચંદ્રગ્રહણને અત્યંત ખાસ માનવામાં આવે છે.કારણ કે આજે સુપર મુન,બ્લૂ મુન અને બ્લડ મુન એકસાથે દેખાવાના છે.ગુજરાત સહિત ભારતમાંથી આ ચંદ્રગ્રહણ નરી આંખે જોઇ શકાશે.અનેક સ્થળોએ ચંદ્રગ્રહણના અવલોકન માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ક્યારે દેખાશે આજનું ચંદ્રગ્રહણ
ચંદ્રગ્રહણ આજે સાંજે ૪:૧૮થી શરૂ થશે પણ આ વખતે ચંદ્રનો ઉદય ન થયો હોઇ ખરેખરું ગ્રહણ સાંજે ૬:૨૦થી દેખાવું શરૂ થશે.પૂર્વ દિશામાં ચંદ્રના ઉદય બાદ ગ્રહણ દેખાવું શરૂ થશે.વિશ્વના ઘણા ભાગોમાંથી પૂર્ણગ્રહણ જોઇ શકાશે.
શું છે આજના ગ્રહણનો અજબ સંયોગ
ચંદ્રગ્રહણ પૂનમના દિવસે ચંદ્ર અને સુર્ય વચ્ચે પૃથ્વીના આવવાથી થાય છે.પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે.આજના દિવસે ચંદ્ર કાયમ કરતાં ૧૪ ગણો મોટો અને ૩૦% ટકા વધારે પ્રકાશિત દેખાશે.કારણ કે તે પૃથ્વીની નજીક આવી જશે.આ ઘટનાને “સુપર મુન” કહેવામાં આવે છે.
આજે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જવાથી સુર્યના કિરણો સીધેસીધાં ચંદ્ર ઉપર નહી પડી શકે.બલ્કે,સૂર્યકિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતાં વિખેરાઇને ચંદ્ર પર પડશે.જેને પગલે ચંદ્ર રતાશ પડતો લાગશે.આ ઘટનાને “બ્લડ મુન” કહેવામાં આવે છે.એ સાથે જ આજે બ્લૂ મુનની ઘટના પણ ઘટશે.એક મહિનામાં બે વખત પૂનમ આવે એ ઘટનાને “બ્લૂ મુન” કહેવામાં આવે છે.જાન્યુઆરી મહીનામાં ૨જી અને ૩૧મી તારીખે પુનમ આવેલ છે.આ ત્રણેય ઘટનાનો અજબ સંયોગ રચાવાથી આ ખગ્રાસ ચંદ્રગ્રહણ ખાસ છે.હવે પછી ૩૧ જાન્યુઆરી,૨૦૩૭ના રોજ આવી ઘટના દેખાશે.
શું તકેદારીઓ રાખવી
આજનું ખગ્રાસ ચંદ્રગ્રહણ કર્ક રાશિમાં અને પુષ્ય-આશ્લેષા નક્ષત્રમાં થવાનું છે.એથી કરીને આ રાશિ અને નક્ષત્રમાં જન્મેલા લોકોને થોડી ઘણી શારીરિક કે માનસિક તકલીફ પડી શકવાની ધારણા છે.જ્યોતિષીઓના માનવા અનુસાર આ વખતે વિષ્ણુસહસ્ત્રનામના જાપ ચાલુ રાખવા જોઇએ.ચંદ્રગ્રહણ પહેલાં અને બાદમાં સ્નાન કરવું અને ઘરની સાફસફાઇ કરવી હિતાવહ છે.
યજ્ઞ અને દાનની પરંપરા
ચંદ્રગ્રહણ વખતે દાન કરવાની અને ભુખ્યાને ભોજન આપવાથી અગણિત લાભ પ્રાપ્ત થાય છે.ચંદ્રગ્રહણ વખતે કરેલા યજ્ઞની વિચારેલી ફળ પ્રાપ્ત થાય છે.ચંદ્રગ્રહણ પહેલાં અને પછી સ્નાન કરવું જરૂરી છે.શ્રીસુક્ત અને લક્ષ્મીમંત્રોના જાપ કરવાથી ધનપ્રાપ્તિ થાય છે.આજે ગાયનું પૂજન કરી એને ઘાસચારો આપવાથી ફળપ્રાપ્તિના સંયોગ રહેલાં છે.આ દિવસે ઘરમાં ડાભના છોડ મુકવાની પણ પરંપરા છે.
ગ્રહણના આઠ કલાક પહેલાંથી ભોજન ગ્રહણ કરવું ન જોઇએ.જો કે રોગી,બાળક,વૃધ્ધ કે સગર્ભા સ્ત્રી માટે આ પાબંદી નથી.
ગ્રહણનો મતલબ છે,ગઇ ગુજરીને ભુલી જઇ નવી શરૂઆત કરવી.અજબ સંયોગ રચવાથી આવી ખગોળીય ઘટનાઓ બનતી હોય છે માટે ચંદ્રગ્રહણના અવલોકનનો લ્હાવો જતો કરવા જેવો નથી.સુર્યગ્રહણનું અવલોકન આંખ માટે નુકસાનકારક છે પણ ચંદ્રગ્રહણથી એવી કોઇ હાનિ ઉપજતી હોતી નથી.
Story Author: Fakt Gujarati Team & Kaushal Barad
તમે આ લેખ ‘Fakt Gujarati‘ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
આર્ટિકલ વાંચવા બદલ આભાર
૩ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ.. શું તમે હજી સુધી આપણું પેજ લાઈક નથી કર્યું???
મિત્રો, આ લેખ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત