ચંદ્રગ્રહણ 2020: હવે થશે આવતા મહિને આ તારીખે ચંદ્રગ્રહણ, જાણો તારીખ અને સમય

Image Source

21 જૂને થયેલ સુર્યગ્રહણ ને દુનિયાભર ના તમામ દેશ માં જોવા માં આવ્યું હતું. ભારત માં આનો અનોખો નજારો જોવા મળ્યો હતો.  હવે આગામી સમય 5 જુલાઈ એ ફરી થી ગ્રહણ જોવા મળશે. આ ગ્રહણ ચંદ્રમા પર લાગશે. આની સાથે જ 30 દિવસ મા ત્રણ ગ્રહણ લાગશે. તમને જણાવી દઉં કે 5 જુને પણ ચંદ્રગ્રહણ થયું હતું. તેના પછી 21 જૂને સુર્યગ્રહણ અને 5 જુલાઈ એ ફરી થી  ચંદ્રગ્રહણ થશે.

Image Source

આ ગ્રહણ આ વર્ષ નું ચોથું ગ્રહણ છે. અને ત્રીજું ચંદ્રગ્રહણ. પહેલું ચંદ્રગ્રહણ 10 જાન્યુઆરી એ થયું હતું. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે 5 જૂન થી 5 જુલાઈ ની વચ્ચે ત્રણ ગ્રહણ લાગવા એ શુભ નથી માનવામાં આવતું. 5 જુને વર્ષ નું બીજું ગ્રહણ ચંદ્રગ્રહણ લાગ્યું હતું. 21 જૂને થયેલ સુર્યગ્રહણ એ સદી નું સૌથી મોટું સુર્ય ગ્રહણ હતું. આના 15 દિવસ પછી તરત જ ત્રીજું ગ્રહણ થવા જઈ  રહ્યું છે. જે વર્ષ નું ચોથું ગ્રહણ છે.

તમને જણાવી દઈએ કે 5 જુલાઈ એ થનારું ચંદ્ર ગ્રહણ બહુ શક્તિશાળી નથી. પરંતુ જે રીતે છેલ્લા 30 દિવસ માં  ત્રણ ગ્રહણ થયા છે એ પ્રમાણે તે શુભ ગણવામાં નથી આવતું. કારણકે જ્યારે એક જ મહિના માં બે કે તેથી વધુ ગ્રહણ થાય તો એ પૃથ્વી માટે લાભદાયક નથી હોતું. એટલે જ આ સમય બહુ ધીરતાપૂર્વક પસાર કરવો. જ્યોતિષ ના કહેવા પ્રમાણે 30 દિવસ ની અંદર ત્રણ ગ્રહણ ને સારું નથી ગણવામાં આવતું. આ ગ્રહણ આપદા,ક્ષતિ, વિવાદ અને હિંસા નું પણ કારણ બને છે. જે ખેતી અને વ્યપાર માટે પણ શુભ નથી ગણાતું.

Image Source

જ્યોતિષ જાણકાર એવું કહે છે,  5 જુલાઈ એ થનારું  ચંદ્રગ્રહણ ધનુ રાશિ ને અસર કરશે. જેના કારણે ધનુ રાશિ ના જાતકો ની મુશ્કેલીઓ વધી શકે છે. એટલે જ ધનુ રાશિ ના જાતકો એ પહેલે થી જ ઉપાય કરી લેવા જોઈએ. જેથી ગ્રહણ થી થનાર હાનિ ને ઓછી કરી શકાય. 5 જુને થયેલ ચંદ્રગ્રહણ વરુષિક ને અસર કરનારું હતું. આ ગ્રહણ 5 જુલાઈ એ સવારે 8 વાગી ને  38 મિનિટ પર શરૂ થશે. અને 9 વાગી ને 59 મિનિટ પર તે એના ચરમ પર હશે.તેનો અંતિમ સ્પર્શ 11 વાગી ને 21 મિનિટ પર થશે. આ ગ્રહણ નો સમય 2 કલાક 43 મિનિટ 24 સેકંડ છે. જ્યોતિષ ના કહેવા પ્રમાણે 5 જુલાઈ એ થનારું ચંદ્ર ગ્રહણ સૂતક કાળ માટે માન્ય નહીં થાય. કોઈ પણ પ્રકાર ના શુભ કાર્ય કરવા માટે મનાઈ નહીં હોય. આ ગ્રહણ દરમિયાન પાઠ, પૂજા અને ભોજન ને લગતા કાર્ય કરી શકાય.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment