હાલ અત્યારે તો વેકેશનનો સમય નજીક છે અને ઘણાખરા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હશે. પરીક્ષા પછી થોડો સમય વીતે એટલે પરિણામની રાહ જોવાતી હોય છે. પણ બધાને ખાસ યાદ રાખવા જેવું કે પરીક્ષાએ જીવનની આખરી કસોટી નથી. જેમ-જેમ જિંદગીને જીવતા જઈએ તેમ કસોટીઓ તો આવતી જ રહે છે એટલે ક્યારેય પરીક્ષાથી ડરવાનું નહીં.
અત્યારે વાત કરીએ તો પરિણામ આવ્યા પછી વિદ્યાર્થીઓને થોડી મુંઝવણ અનુભવાય છે કે, કઈ ફિલ્ડની અંદર કરિયર બનાવવું? તમે તમારા શોખ અને તમારામાં રહેલી કાબિલિયતને આધારે કરિયરની પસંદગી કરી શકો છો. તો આજ તમને એ વિષેની થોડી જાણકારી આપી દઈએ. તો આ આર્ટીકલ બહુ અગત્યનો છે અને અંત સુધી વાંચવાનો ભૂલતા નહીં.
- ટેટુ આર્ટ
હાલ અત્યારે તો ટેટુનો ક્રેઝ બહુ નીકળ્યો છે એટલે આ સમયમાં આ કરિયરની પસંદગી સારી નીવડે. ટેટુ ડીઝાઇન કરવું એ પણ એક આર્ટ છે એટલે આમ વિચારો તો તમારી જો રૂચી હોય તો આ ફિલ્ડમાં પણ સારી એવી ઇન્કમ જનરેટ કરી શકાય. પ્રખ્યાત ટેટુ આર્ટીસ્ટ ઓછામાં ઓછા રોજના ૧૦૦૦ થી લઈને ૧૦,૦૦૦ સુધીની ઇન્કમ કરે છે.
- આઈસ્ક્રીમ ટેસ્ટર
આમ તો આઈસ્ક્રીમ પાર્લરમાં જઈએ ત્યારે પૈસા ચુકવવા પડે છે પણ જો આ જ કામ માટે સામા પૈસા મળે તો? તો આ પણ એક એવી ફિલ્ડ છે જેમાં પણ તમે સારું એવું અર્નિંગ કરી શકો છો. સસ જોબમાં આઈસ્ક્રીમનો ટેસ્ટ અને તેની ક્વોલીટી ચેક કરવાની હોય છે. મોટી આઈસ્ક્રીમ કંપની આ કામ માટે પણ માણસોને સ્પે. સેલેરી આપીને હાયર કરે છે.
- ગ્રીટિંગ કાર્ડ રાઈટર
તમને કોઈએ સ્પે. ડે પર ગ્રીટિંગ કાર્ડ્સ આપ્યા હશે પણ શું તમને ખબર છે આ શુભેચ્છા અને લાગણીથી ભરેલા શબ્દોને લખે છે કોણ? જી હા, તેને ગ્રીટિંગ કાર્ડ રાઈટર કહેવાય. જો તમે આ કામમાં માહિર હોય તો તમે આ કામ કરીને પણ પૈસા કમાઈ શકો છો.
- પેટ ગ્રૂમિંગ
ઘણા લોકોના ઘરમાં પાલતું જાનવર હોય છે અને ઘણાને પાલતું જાનવર રાખવાનો ગજબ શોખ હોય છે. ક્યુટ જાનવર ઘરમાં હોય તો આખો દિવસ હર્યોભર્યો લાગે છે. એ સાથે પાલતું જાનવરને પણ માણસની જેમ સાચવવો પડે છે. જો તમે ઈચ્છો તો પાલતું જાનવર માટેનો ગ્રૂમિંગ સ્ટુડિયો પણ ખોલીને કમાણી કરી શકો છો.
- વિડીયો ગેમ ટેસ્ટર
માણસો ફ્રી ટાઈમમાં ફ્રેશ થવા માટે ગેમ રમતા હોય છે અથવા નવરાશની પળો ગેમ રમીને પસાર કરતા હોય છે પણ શું તમને ખબર છે આ ગેમ બની ગયા પછી તેને ટેસ્ટ કરવા માટે પણ માણસો રાખવામાં આવે છે અથવા અમુક લોકો પ્રાઇવેટ કંપની ખોલે છે જેમાં ગેમને ટેસ્ટ કરી આપવામાં આવ છે. આ કામ ક્રિએટીવ છે એટલે તમને જો લાગતું હોય કે તમે આ ફિલ્ડમાં કામ કરી શકો એમ છો તો આ પણ એક ઓપ્શન છે.
- વોઈસ ઓવર આર્ટીસ્ટ
અત્યારે એડવાન્સ ટેકનોલોજી આવતા ઘણા ફિલ્ડમાં વોઈસ આર્ટીસ્ટની જરૂર પડે છે તો તમે આ માટે વિચારીને આ કરિયરની પસંદગી કરી શકો છો. આ ફિલ્ડમાં સારી એવી ઇન્કમ થવાની સંભાવના રહે છે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel