દ્વારકા ભગવાન શ્રીકૃષ્ણનું શહેર છે તો ચાલો આજે આપણે દ્વારકામાં જોવા માટેના સારા સ્થળો વિશેની માહિતી મેળવીએ

દ્વારકા ગુજરાતના દરિયા કિનારે આવેલી છે. દ્વારકા ભગવાન શ્રીકૃષ્ણની નગરી છે જે ગૌતમી નદી પાસે વસેલું છે. દ્વારકા મંદિર ૨૦૦૦ થી ૨૨૦૦ વર્ષ જૂનું છે. દ્વારકા હિંદુ ધર્મ માટે આસ્થાનું કેન્દ્ર છે જે ચાર તીર્થસ્થાનોમાં નું એક છે. અહીં જન્માષ્ટમી ઉપર દેશ-વિદેશથી લાખો પ્રવાસીઓ આવે છે. અને ધામધૂમથી શ્રીકૃષ્ણનો જન્મ દિવસ ઉજવવામાં આવે છે. દ્વારકા ની આજુબાજુ ઘણા જોવાલાયક આકર્ષક મંદિરો અને તીર્થ સ્થળ છે. બેટ દ્વારકા, બીચ, રુકમણી દેવી મંદિર, ગોમતીઘાટ ઉપરાંત એક પ્રખ્યાત તીર્થ સ્થળ નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર છે. આ બાર જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ મંદિર છે.

જો તમે દ્વારકાના પ્રવાસે જવાની યોજના બનાવી રહ્યા છો તો દ્વારકા મંદિર જરૂર જવું. દ્વારકામાં તમે બે-ત્રણ દિવસ વિતાવી શકો છો. દ્વારકા બીચ ના કિનારે તમે સૂર્યાસ્તનો આનંદ લઈ શકો છો. અહીં ઘણા બધા મંદિરોમાં તમે ફોટોગ્રાફી પણ કરી શકો છો. તો પછી ચાલો આજે અમે તમને બતાવીશું દ્વારકામાં કેટલાક ફરવાલાયક આકર્ષક સ્થળો વિશે.

૧. દ્વારકા મંદિર:

Image source

દ્વારકા મંદિર ગોમતી નદી અને અરબ સાગરના કિનારે આવેલું છે. દ્વારકા મંદિરની જગત મંદિર પણ કહેવામાં આવે છે. જે શ્રીકૃષ્ણને સમર્પિત છે. દ્વારકા મંદિર ૨૦૦૦ થી ૨૨૦૦ વર્ષ જૂનું છે એવું કહેવમાં આવે છે. જેનું નિર્માણ ૧૫મી અને ૧૬મી સદીમાં થયેલું હતું. આ મંદિર મહાભારત કાળથી જોડાયેલું છે. દ્વારકા મંદિર નું નિર્માણ વજ્રનાભે કર્યું હતું.

દ્વારકા મંદિરમા પાચ માળ છે અને બે મુખ્ય દરવાજા છે. મુખ્ય પ્રવેશદ્વારને “મોક્ષ દ્વાર” કહેવામાં આવે છે. આ પ્રવેશ દ્વાર એકને મુખ્ય બજારમાં લઈ જાય છે. દક્ષિણ પ્રવેશ દ્વારની “સ્વર્ગ દ્વાર” કહેવામાં આવે છે. આ દ્વાર ગોમતી નદી તરફ જાય છે.

મંદિર સવારે છ વાગ્યાથી એક વાગ્યા સુધી અને સાંજે પાંચ વાગ્યાથી સાડા છ વાગ્યા સુધી ખુલ્લું રહે છે. દ્વારકા મંદિર હિન્દુ ધર્મ માટે આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે અહીં દેશ-વિદેશથી લાખો પ્રવાસીઓ અને યાત્રીઓ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા આવે છે.

૨. નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર:

Image source

નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ગુજરાતમાં અરબસાગર થી થોડું દૂર આવેલું છે. નાગેશ્વર મંદિર દ્વારકા થી ૧૭ કિલોમીટરના અંતરે આવેલું છે. આ મંદિર બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે જે ભગવાન શંકરને સમર્પિત છે. હિન્દુ ધર્મમાં આ આસ્થાનું કેન્દ્ર છે. રુદ્ર સંહિતા માં આ ભગવાનને દારુકવને નાગેશ કહેવામાં આવે છે.

મંદિરની બહાર ભગવાન શિવની વિશાળ મૂર્તિ છે જે આશરે ૮૨ ફૂટ ઊંચી અને ૨૫ ફૂટ પહોળી છે. આ મૂર્તિ ખૂબ જ સુંદર અને આકર્ષક છે. દર વર્ષે મોટી સંખ્યામાં તીર્થ યાત્રીઓ નાગેશ્વર જ્યોતિર્લિંગ ના દર્શન કરવા આવે છે.

૩. બેટ દ્વારકા:

Image source

બેટ દ્વારકા કચ્છની ખાડી માં આવેલો એક દ્વીપ છે. બેટ દ્વીપ ઓખા થી ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે અને દ્વારકાથી લગભગ ૩૦ કિલોમીટરના અંતરે આવેલું છે. બેટ દ્વારકામાં હોડી દ્વારા જવાય છે. બેટ દ્વારકામાં શ્રી કૃષ્ણની સોનાની નગરી હતી. હાલમાં જે શ્રી કૃષ્ણ મંદિર છે તે ૫૦૦ વર્ષ જૂનું છે. મંદિરમાં કૃષ્ણ ભગવાનની મુખ્ય મૂર્તિને રુકમણી દેવી એ બનાવી હતી.

૪. દ્વારકા બીચ:

Image source

દ્વારકા મંદિર ની પાસે જ દ્વારકા બીચ છે. અરબ સાગરના કિનારે તમે બીજ પર સોનેરી સાંજ વિતાવી શકો છો અને દ્વારકાથી ૩૦ કિલોમીટરના અંતરે આવેલા બેટ-દ્વારકામાં પણ તમે બીચનો આનંદ લઈ શકો છો. અહીં તમે પિકનિક, ટેરેકિગ, ફોટોગ્રાફી કરી શકો છો.

દ્વારકા બીચ સ્થાનીય લોકો અને પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. દ્વારકા બીચની મુલાકાત દર વર્ષે દેશ-વિદેશથી લાખો લોકો કરે છે. તમે પણ જો દ્વારકા આવો તો દ્વારકા બીચની મુલાકાત કરો.

૫. રુકમણી દેવી મંદિર:

Image source

રુકમણી મંદિર ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય અને પહેલી પટરાણી ને સમર્પિત છે. આ મંદિર દ્વારકા મંદિર થી બે કિલોમીટરના અંતરે આવેલું છે. આ મંદિરની રચના બારમી સદીમાં થઈ હતી. આ મંદિર વાસ્તુકલાનો ઉત્તમ નમૂનો છે. મંદિરની દિવાલો પર હાથી, ઘોડા અને માનવ આકૃતિઓ બનાવવામાં આવી છે.

૬. ગોમતીઘાટ:

Image source

ગોમતીઘાટ દ્વારકાધીશ મંદિર ની પાસે જ આવેલ છે. ગોમતીઘાટ ત્યાંથી સીધો અરબ સાગરને મળી જાય છે. ગંગા નદી પછી આજ છે જે સીધો સ્વર્ગ થી ઉતરે છે. હિન્દુ ધર્મમાં આ જગ્યા આસ્થાનું કેન્દ્ર છે. અહીં સ્નાન કરવાથી બધા પાપ ધોવાઇ જાય છે. દ્વારકા મંદિર માં જતા પહેલા અહીં સ્નાન કરીને દર્શન કરવા જાય છે.

ઘાટના કિનારે ભગવાન શ્રીકૃષ્ણ, શ્રીરામ અને શિવજીનું મંદિર. ગંગા નદી પછી આજ નદીનું આટલું મહત્વ છે. ઘાટ અરબસાગર ના કિનારે છે તેથી ઘાટનું પાણી ખારું છે. દર વર્ષે અહીં લાખો શ્રદ્ધાળુઓ સ્નાન કરવા આવે છે.

૭. ભડકેશ્વર મહાદેવ મંદિર:

Image source

ભડકેશ્વર મહાદેવ મંદિર સમુદ્રમાં આવેલું છે. પાંચ હજાર વર્ષ પહેલા સ્વયં સમુદ્રમાંથી શિવલિંગ પ્રગટ થયું હતું ત્યાર પછી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જૂન જુલાઈ મહિનામાં સમુદ્ર શિવલિંગનું જળ અભિષેક કરે છે. આ દરમિયાન મંદિર સમુદ્રમાં જળમગ્ન થઈ જાય છે. અહીં શિવરાત્રીના દિવસે ભવ્ય મેળો લાગે છે.

સવારે આઠ વાગ્યાથી બાળ વાગ્યા સુધી ભક્તો દ્વારા શિવલિંગની જળ અભિષેક અને પૂજા કરવામાં આવે છે. અહીંથી સૂર્યાસ્તનો સોનેરી નજારો ખુબજ સુંદર અને મનમોહક હોય છે. અહીં દેશ-વિદેશથી લાખો પ્રવાસીઓ આ નજારો જોવા આવે છે. તમે પણ દ્વારકા આવો તો એકવાર મુલાકાત કરો.

૮. સુદામા સેતુ:

Image source

સુદામા સેતુ ભગવાન શ્રીકૃષ્ણના પરમ મિત્ર સુદામા ના નામ પર બનાવવામાં આવ્યો છે. આ પુલ ગોમતી ઘાટ ઉપર બનાવવામાં આવ્યો છે. આ પુલ નો ઉદ્દેશ તેથી યાત્રીઓને ગોમતીઘાટ ના બીજા છેડે તીર્થ પંચનદ સુધી પહોંચવા માટે બનાવવામાં આવ્યો છે. પંચનદ ગોમતીઘાટ થી બીજા છેડા પર આવેલો છે જે પાંડવો સાથે જોડાયેલો છે.

પૂલની કુલ લંબાઈ ૧૬૬ મીટર છે. તેની પહોળાઇ ૪.૨ મીટર છે.એક સમયે તે 25000 થી ૩૦૦૦૦ વ્યક્તિઓનો ભાર સહન કરી શકે છે. આ પુલ યાત્રીઓ અને પ્રવાસીઓ માટે આકર્ષક બનેલો છે. અહીંથી ઘાટનો અને સમુદ્રમાં સૂર્યાસ્ત નો સુંદર નજારો જોવા મળે છે.

૯. દ્વારકા ડની પોઇન્ટ:

Image source

ડની પોઇન્ટ બેટ દ્વારકામાં આવેલું છે જે છેલ્લા છેડા પર છે. દાંડી હનુમાનજી મંદિરથી એકથી બે કિલોમીટરના અંતરે આવેલું છે. ત્યાં તમારે ચાલીને જવું પડે છે. ડની પોઇન્ટ વાતાવરણ શુદ્ધ અને શાંત છે. ડની પોઇન્ટ નો નજારો સૂર્યાસ્તના સમયે ખૂબ જ સુંદર દેખાય છે. આ બિંદુ એ ઈકો ટુરિઝમ સાઈટ છે. આ ગુજરાતનું પ્રથમ ઈકો ટુરિઝમ સાઈટ છે. અહીં ડોલ્ફિન, કાચબાઓ, માછલીઓ અને ઘણા બધા સમુદ્ર જીવો જોવા મળે છે.

અહીં તમે ફોટોગ્રાફી, તરણ, સન બેથિગ, પતંગબાજી કરી શકો છો. અહીં દેશ-વિદેશથી લાખો પ્રવાસીઓ આવે છે. તમે પણ દ્વારકા આવો તો એકવાર મુલાકાત જરૂર લો.

૧૦. સ્વામિનારાયણ મંદિર:

સ્વામિનારાયણ મંદિર સમુદ્ર કિનારે દ્વારકાધીશ મંદિર ની પાસે આવેલું છે. આ મંદિર નવું છે અને મંદિરની વાસ્તુકલા પણ નવી અને સુંદર છે.આ મંદિર ભગવાન વિષ્ણુના અવતાર સ્વામિનારાયણ સંપ્રદાયને સમર્પિત છે. સ્વામિનારાયણ મંદિરનુ વાતાવરણ શાંત હોય છે. અહીં ઘણા બધા તેથી યાત્રીઓ ભગવાન સ્વામિનારાયણ ના દર્શન કરવા માટે આવે છે.

દ્વારકા કેવી રીતે પહોંચવું:

હવાઈમાર્ગ થી દ્વારકા કેવી રીતે પહોંચવું:

હવાઈમાર્ગ થી દ્વારકા જવા માટે સૌથી નજીક હવાઈ અડ્ડો જામનગરમાં છે જે ૧૪૫ કિલોમીટર અંતરે આવેલું છે. આ હવાઈ અડ્ડો મુંબઈ સાથે જોડાયેલો છે. જામનગર થી તમે બસ કે ટેક્સી પણ લઈ શકો છો. દ્વારકા જવાનો રસ્તો વાહન વ્યવહાર માટે ખૂબ જ સારો છે તેથી તમારી યાત્રા પણ આરામ દાયક રહેશે.

ટ્રેન દ્વારા દ્વારકા કેવી રીતે પહોંચવું:

દ્વારકા ટ્રેન જામનગર થી જોડાયેલી છે જે ૧૩૨ કિ.મી.ના અંતરે આવેલી છે. તમે જામનગર થી દ્વારકા ટ્રેન માં પણ જઇ શકો છો જે તમને દ્વારકા પહોંચાડી દેશે. તમે રાજકોટ થી પણ ટ્રેન દ્વારા દ્વારકા જઈ શકો છો. રાજકોટ થી લગભગ ૨૦૭ કિલોમીટર થાય છે. જે તમને વિરમગામ થી ઓખા પહોંચાડી દેશે.

સડક માર્ગથી દ્વારકા કેવી રીતે પહોંચવું:

ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દ્વારા જુદા જુદા શહેરો થી દ્વારકા માટે બસો ચાલે છે. જામનગર, રાજકોટ, અમદાવાદ, પોરબંદર થી બસો દ્વારા દ્વારકા પહોંચી શકાય છે. ખાનગી બસો પણ દ્વારકા માટેની ઘણી બધી છે જેમકે સ્લીપર બસ કે ટેક્સીઓ.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment