વાસ્તુમાં ગણપતિની મૂર્તિ એક, બે, ત્રણ, ચાર અને પાંચ માથાવાળી જોવા મળે છે. આવી જ રીતે ગણપતિના 3 દાંત જોવા મળે છે. સામાન્ય રીતે 2 આંખો જોવા મળે છે, પરંતુ તંત્ર માર્ગ સંબંધી મૂર્તિઓ માં ત્રીજી આંખ પણ જોવા મળે છે. ભગવાન ગણેશની મૂર્તિઓ 2, 4, 8 અને 16 હાથ વાળી પણ જોવા મળે છે.
14 પ્રકારની મહાવિદ્યાઓના આધારે 14 પ્રકારની ગણપતિ મૂર્તિઓનું નિર્માણ તમામ પ્રકારના વાસ્તુ દોષ ને દૂર કરે છે.
સંતાન ગણપતિ- ભગવાન ગણપતિના 1008 નામો માંથી, સંતાન ગણપતિની મૂર્તિ એવા ઘરમાં સ્થાપિત થવી જોઈએ કે જેમના ઘર માં સંતાન ન હોય. તેમણે આ મૂર્તિ દરવાજા પર લગાવી જેથી સકારાત્મક સમાચાર મળે.
વિઘ્નહર્તા ગણપતિ- વિઘ્નહર્તા ભગવાન ગણપતિની મૂર્તિ એવા ઘરમાં સ્થાપિત કરવી જોઈએ, કે જે ઘર માં વિખવાદ, વિક્ષેપ, કષ્ટ, તાણ, માનસિક વેદના વગેરે જેવા દુર્ગુણો હોય. આવા ઘરમાં પ્રવેશદ્વાર પર આ મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ.
વિદ્યા પ્રદિપ ગણપતિ- શિક્ષણ પ્રત્યે બાળકોમાં રસ પેદા કરવા માટે ઘરના માલિકે તેમના ઘરના પ્રવેશદ્વાર પર વિદ્યા પ્રદિપ ગણપતિ સ્થાપિત કરવા જોઈએ.
વિવાહ વિનાયક – ગણપતિના આ સ્વરૂપ નું આહ્વાન એવા ઘર માં કરવામાં આવે છે. જ્યાં સંતાનોનાં લગ્ન જલ્દી નથી થતાં.
ચિંતાનાશક ગણપતિ- જે ઘરોમાં તણાવ અને ચિંતા રહે છે, તેવા ઘરોમાં ચિંતાનાશક ગણપતિની મૂર્તિ ‘ચિંતામણિ ચર્વનલાસયે નમઃ ‘ જેવા મંત્રોચ્ચાર કરીને સ્થાપિત કરવી જોઈએ.
શ્રીમંત ગણપતિ- આજે દરેક વ્યક્તિ પૈસાદાર બનવા માંગે છે, તેથી લગભગ બધા જ ઘરોમાં, ગણપતિના આ સ્વરૂપની મૂર્તિનો મંત્ર સાથે જાપ કરી ને સ્થાપિત કરવામાં આવે છે, જેથી તે ઘરોમાં દરિદ્રતા દૂર થાય, સુખ, સમૃદ્ધિ અને શાંતિનું વાતાવરણ બને.
સિદ્ધિનાયક ગણપતિ– કાર્યમાં સફળતા અને સાધનો ની પૂર્તિ માટે સિધ્ધિનાયક ગણપતિને ઘરમાં લાવવા જોઈએ.
સુપારી ગણપતિ– આધ્યાત્મિક જ્ઞાનાજન હેતુ સુપારી ગણપતિ ની પૂજા કરવી જોઈએ.
રોગવિનાશક ગણપતિ– કોઈ જૂની બિમારી હોય, જે દવા થી સારી ન થતી હોય, તો તેવા ઘરોમાં રોગ વિનાશક ગણપતિની પૂજા કરવી જોઈએ.
શત્રુહંતા ગણપતિ– શત્રુ નો નાશ કરવા માટે શત્રુહંતા ગણપતિની પૂજા કરવી જોઈએ.
આનંદદાયક ગણપતિ- પરિવારમાં આનંદ, ખુશી, ઉત્સાહ અને સુખ માટે શુભ સમયમાં ઘરમાં આનંદદાયક ગણપતિની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ.
વિજય સિદ્ધિ ગણપતિ – દુશ્મનનો નાશ કરવા માટે, પાડોશીને શાંત કરવા માટે લોકો ‘વિજય સ્થિર્યાય નમઃ’ મંત્ર નો જાપ કરી ને બાબા ગણપતિની પ્રતિમા ને સ્થાપિત કરે છે.
ઋણમોચન ગણપતિ- કોઈપણ દેવું બાકી હોય અને તમે તેને ચૂકવી ન શકતા હોય તો ઋણમોચન ગણપતિ જી ની મૂર્તિ ને સ્થાપિત કરવી.
નેતૃત્વ શક્તિ વિકાસક ગણપતિ – રાજકીય કુટુંબોમાં ઉચ્ચ પદના હોદ્દા માટે ગણપતિના આ સ્વરૂપની પૂજા કરે છે અને આ મંત્રો નું ઉચ્ચારણ કરે છે. – ‘ગણ્યાધ્યક્ષાય નમઃ, ગણનાકાય નમઃ પ્રથમ પૂજિતાય નમઃ.’
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team