‘પ્રેમ અને ઉંમરને શું લાગેવળગે?!’ આવા મતલબના ઘણા સવાલો લોકો ભાવૂકતાથી પૂછતા હોય છે. અલબત્ત, વાત સાચી પ્રેમીઓને ભલે ના લાગે પણ દુનિયાને બહુ લાગતું હોય છે! અહીં આપણે જોઈશું ફિલ્મજગતની એવી કેટલીક એક્ટ્રેસ વિશે, જેઓએ ઉંમરની બેડીઓ તોડી અને પોતાનાથી ઉંમરમાં નાના એક્ટર્સ સાથે વિવાહ કર્યા. હવે આજે એ અભિનેત્રીઓ કેવી લાગે છે એ તરફ નજર નાખો :
(1) પ્રિયંક ચોપરા —
પ્રિયંકા ચોપરાએ ૨૬ વર્ષના નવયુવક નિક જોનાસ સાથે પાછલાં વર્ષે લગ્ન કરી લીધાં એ વાતને તો હજુ પણ મીડિયામાં ઉછાળો મળે છે. પ્રિયંકા ચોપરા નિક જોનાસથી ૧૦ વર્ષ મોટી છે. અર્થાત્ ૨૬ અને ૩૬માં ૧૦નો ગેપ રહેલો છે! આ ઉંમરના તફાવતને લઈને સોશિયલ મીડિયામાં લોકોએ ઘણી મજાક પણ કરેલી પણ એ તો સૌનાં ઘરનો મામલો!
(2) અમૃતા સિંહ —
આજે તૈમૂરને લઈને સૈફ અલી ખાન અને કરીના કપૂર ભલે વારેવારે ટ્રેન્ડીંગમાં આવે છે. સૈફ માટે મીડિયામાં ચર્ચાય તેવી ઘટના અગાઉ પણ બની ચૂકી છે જ્યારે તેણે પોતાનાથી ૧૩ વર્ષ મોટી અભિનેત્રી અમૃતા સિંહ સાથે લગ્ન કરેલાં! અમૃતા અને સૈફના વિવાહની ખબર ગુપ્ત રાખવામાં આવેલી. પણ જ્યારે સૈફના પરિવારને આ વાતની ખબર પડી ત્યારે તેઓએ આ લગ્ન પર અણગમો દાખવ્યો હતો. જેનું ઉંમરનો તફાવત મુખ્ય કારણ હતું. જો કે આજે ઉંમરનો તફાવત રહ્યો નથી, કેમ કે હવે સૈફની જિંદગીમાં અમૃતા નહી, કરીના આવી ગઈ છે!
(3) ઐશ્વર્યા રાય —
ઐશ્વર્યા અને અભિષેકની જોડી માટે ઉંમરનો તફાવત નગણ્ય કહી શકાય એવો છે. ૨૦૦૭માં બંનેનાં લગ્ન થયાં હતાં. ઐશ્વર્યા અભિષેક કરતા ૨ વર્ષ મોટી છે. આજે અભિષેકની ઉંમર ૪૩ વર્ષ છે અને ઐશ્વર્યાની ૪૫ વર્ષ. આ જોડી માટે આ તફાવતને લઈ કોઈ પરેશાની નથી. બંને ખુશહાલ રીતે હાલ પોતાનું જીવન વિતાવે છે.
(4) નમ્રતા શિરોડકર —
આ અભિનેત્રીનું નામ આજે પણ અજાણ્યું નથી. બોલિવૂડની ‘કચ્ચે ધાગે’ અને ‘વાસ્તવ’ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલ નમ્રતા શિરોડકર મિસ ઇન્ડીયા પણ રહી ચૂકી છે. ૬ વર્ષના ટૂંકા ફિલ્મ કરિયર દરમિયાન તેમણે ઘણા લોકોની પ્રશંસા મેળવી. નમ્રતાનાં લગ્ન સાઉથના સુપરસ્ટાર મહેશ બાબૂ સાથે થયાં છે, જે નમ્રતાથી ઉંમરમાં ૪ વર્ષ નાનો છે.
(5) અર્ચના સિંહ —
આજે પણ અનેક ટીવી શોમાં અવારનવાર જોવા મળતી અર્ચના પૂરણ સિંહે ઘણી હિટ ફિલ્મોમાં પોતાનો અભિનય આપ્યો છે. નવજોતસિંહ સિધ્ધૂની જગ્યાએ હાલ અર્ચના કપિલ શર્માના કોમેડી શોમાં હાજરી આપે છે. અર્ચનાએ પોતાનાથી ૭ વર્ષ નાના પરમીત સેઠી સાથે લગ્ન કર્યાં છે.
આશા છે, કે આ રસપ્રદ અને મનોરંજક માહિતીયુક્ત આર્ટિકલ તમને પસંદ પડ્યો હશે. લીંક શેર કરવાનું ચૂકશો નહી!
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.