આજના યુગમાં ટકી રહેવા માટે રોજગારી સૌથી મહત્ત્વનું પરિબળ છે. જેની નોકરી ના હોય એ વ્યક્તિ આપોઆપ જ પોતાને બેકાર સમજવા લાગે છે. આમ તો આજે સરકારી નોકરીઓ માટેનો ટ્રેન્ડ છે પણ સારી ખાનગી નોકરીઓ પણ મળવી બહુ અઘરી બની ગઈ છે. જોબ વગર સમાજમાં માન-પાન પણ જોઈએ તેવાં મળતાં નથી એ પણ હક્કીકત છે.
અહીં અમુક એવા ઉપાયો આપ્યા છે, જે ભક્તિભાવપૂર્વક કરવાથી કોઈ યોગ્ય ઠેકાણે આપની પસંદગીની જોબ મળવાના ચાન્સ વધી જાય છે. દ્રઢ મહેનત અને શ્રદ્ધા સાથે જો આ ઉપાય અજમાવવામાં આવે તો કામિયાબી મળી શકે છે. ઉપાયો વિશે નીચેના ફકરાઓમાં વિસ્તારથી જણાવ્યું છે –
(1) કોઈ એક મંગળવારનો દિવસ પસંદ કરી લો. એ દિવસથી માંડીને ૪૦ દિવસ સુધી દરરોજ સવારે તમારા નજીકનાં હનુમાન મંદિરે દર્શન કરવા જાવ. શક્ય હોય અને મંદિર નજીક હોય તો ઉઘાડા પગે જવું જ બહેતર છે. સાથે લાલ ગુલાબનું ફૂલ પણ લેતા જવું. હનુમાનજીનાં ચરણમાં ફૂલ અર્પણ કરવું. આવું ૪૦ દિવસ સુધી કરવાથી નોકરી મળવાની સંભાવનાઓ પ્રબળ બને છે એવું માનવામાં આવે છે.
(2) શનિવારે હનુમાનજીનાં મંદિરે જઈ સવા કિલો ‘મોતીચૂર’ના લાડુઓનો ભોગ ચડાવો. દીપક પ્રગટાવી અને ચંદનમાળા ભેગી રાખીને નીચે આપેલી ચોપાઈનો ૧૦૮ વાર પાઠ કરવો :
કવન સો કાજ કઠિન જગ માહી |જો નહી હોય તાત તુમ પાહી ||
આ એક દિવસની વાત છે. એ પછી દરરોજ દાદાનાં મંદિરે ભોગ ચડાવવાની કે વગેરે કંઈ જરૂર નથી. પણ ૪૦ દિવસ સુધી ઘરમાં જ આ ચોપાઈના જાપ ફુરસતના સમયે ૧૦૮ વાર કરવા. આ ઉપાય પણ તરત જ આપની મૂંઝવણ દૂર કરી શકે છે.
(3) આ ઉપાય થોડો અલગ પ્રકારનો છે. એવું માનવામાં આવે છે, કે નોકરી માટેના ઇન્ટરવ્યૂમાં જતી વખતે નીચેના મંત્રનો જાપ કરવામાં આવે છે :
|| ૐ વક્રતુંડાય હું ||
આ મંત્ર ભગવાન ગણપતિનો છે. ૧૧ વખત મંત્રજાપ કરવાથી ધાર્યાં કાર્યમાં સિદ્ધિ મળે છે એવું માનવામાં આવે છે. આ સાથે ગણપતિની પૂજા પણ કરવી.
આર્ટિકલ જાણકારી યુક્ત અને ઉપયોગી લાગ્યો હોય તો લીંક આપના મિત્રો સાથે શેર કરજો, ધન્યવાદ!
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team