લોકડાઉન 4.0 – દેશમાં 31 મે સુધી લંબાવાયું લોકડાઉન, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે ?

કોરોના વાયરસને લઈને લોકડાઉન 4.0 ની ઘોષણા કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી લાગુ કરવામાં આવેલા 4.0 ના નિર્દેશ મુજબ દેશભરમાં સાર્વજનિક કાર્યક્રમો પર રોક રહેશે, સ્કુલ, મોલ, હોટેલ બંધ રહેશે, વિમાન અને મેટ્રો ટ્રેન નું પરિચાલન પણ 31 મે સુધી બંધ રહેશે. મોદી સરકાર તરફથી સમગ્ર દેશમાં લોકડાઉન 31 મે સુધી વધારવામાં આવ્યું છે. ચોથા તબક્કાના લોક્ડાઉનને વધુ 14 દિવસ સુધી લંબાવવાઈ દેવાયું છે. સાથે જ મોદી સરકારે કેટલીક છુટછાટ પણ આપી છે. જાણો આ સમય દરમ્યાન શું ખુલશે અને શું બંધ રહેશે.

image source

શું કરી શકાય અને શું નહિ –

  • ઘરેલુ હવાઈ એમ્બ્યુલન્સ સિવાયની તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ રહેશે.
  • 31 મે સુધી દેશભરમાં મેટ્રો રેલ સેવા, સ્કુલ, કોલેજ, હોટેલ, સિનેમા મોલ, શોપિંગ મોલ, સ્વીમીંગ પુલ, જીમ વગેરે બંધ રહેશે. આ ઉપરાંત ધાર્મિક અને રાજનેતિક કાર્યક્રમો પર પણ રોક રહેશે.

image source

  • રાજ્યોની પરસ્પર સહેમતીથી આંતરરાજ્યીય યાત્રી વાહનો, બસ સેવાઓની અવરજવરને મંજૂરી આપી શકાય છે.
  • રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમના સ્થળોએ કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લઈને લાલ, નારંગી અને લીલો ઝોન બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
  • કન્ટેન્ટ ઝોનમાં સ્થિત દુકાનો અને મોલ ઉપરાંત, સોમવારથી બધી દુકાનોને જુદા જુદા સમયે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.
  • જરૂરી સેવાઓ ઉપરાંત, અન્ય તમામ લોકોને સાંજે સાત વાગ્યાથી લઈ અને સવારે સાત વાગ્યાની વચ્ચે દેશભરના ઘરોની બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે.

image source

સોમવારથી લોકડાઉન 4.0 શરુ થઈ જશે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મુજબ, કોવિડ -19 થી દેશમાં અત્યાર સુધીમાં 2,872 લોકોનાં મોત થયા છે, જ્યાં રવિવાર સવાર સુધી 90,927 લોકોને કોરોના વાયરસથી સંક્રમિત થયાની પુષ્ટિ કરવામાં આવી છે.

image source

નોંધનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચે જનતા કર્ફ્યુ નું આહવાન કર્યું હતું. ત્યારબાદ તેમણે24 માર્ચે તેમના સંબોધનમાં કહ્યું કે દેશમાં 25 માર્ચ થી 21 દિવસ માટે લોકડાઉન જારી રહેશે. પહેલું ચરણ 14 એપ્રિલે પૂરું થવાનું જ હતું, પરંતુ તેમણે તેને વધારી 22 માર્ચએ જનતા કર્ફ્યુંનું આહવાન કર્યું હતું. ત્યારપછી પણ તેને 21 દિવસ નું લોકડાઉન વધાર્યું. પહેલું ચરણ પૂરું થવાનું જ હતું કે તેમણે પાછુ તેને વધારું 17 મે કરી દીધું, અને આજે લોકડાઉન 4.0 પણ શરુ કરી દીધું.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment