લીવરને સ્વસ્થ રાખવા માટે તમે આ ઘરેલુ નુસખાને અપનાવી શકો છો. લીવર તે આપણા શરીરનો તે ભાગ હોય છે જેમાં જો કોઈપણ તકલીફ થવા લાગે તો શરીરની ઘણી બધી તકલીફ અને બિમારીના ઝપેટમાં આવી જાય છે. લીવર ભોજનને પચાવવા આ સિવાય પાચનતંત્રને એક રાખવાનું કામ પણ કરે છે તેની સાથે જ તે શરીરનો ઝેરી કચરો બહાર કાઢવા માટે પણ મદદ કરે છે જો વારંવાર પાચનતંત્રમાં તકલીફ આવી રહી હોય તો તે કમજોર લીવર ની નિશાની માનવામાં આવે છે ખરાબ ખાણીપીણીના કારણે પણ લિવર કમજોર પડવા લાગે છે.
ખરેખર તો આજકાલ લોકો પૌષ્ટિક આહા ની જગ્યાએ ફાસ્ટ ફૂડનું સેવન વધુ કરે છે અને તે ફુડ લીવર માટે જ નહીં પરંતુ બીજી ઘણી બધી રીતે નુકસાન પહોંચાડે છે અને લિવરને સ્વસ્થ રાખવા માટે ઘરેલુ ઉપાય ને મદદ લઈ શકાય છે અમે તમને એવા જ અમુક ઘરેલુ ઉપાય જણાવીશું.
ડાયેટ
લીવરને સ્વસ્થ રાખવા માટે ડોક્ટર પણ આપણને સલાહ આપતા જ રહે છે અને ઓછામાં ઓછા ફાસ્ટ ફૂડનું સેવન કરવું જોઇએ એટલું જ નહીં થાય કેલેરી ફૂડ વધુ પડતી ચરબી વાળો ખોરાક, કાર્બોહાયડ્રેટ અને વધુપડતી શુગર નું સેવન કરવાથી લીવરને નુકસાન પહોંચે છે. તેની જગ્યાએ બેલેન્સ્ડ ડાયટને રૂટિનમાં ફોલો કરવું ખૂબ જ સારું રહે છે તમે લો કેલેરી અને ડેરી અને ફાઇબર યુક્ત ખોરાક ને પોતાના ડાયટમાં સામેલ કરી શકો છો.
હાયજીન
જે વસ્તુમાં તમે ભોજન કરો ચો અથવા જેમાં સેવન કરો છો તેમાં બીજા કોઈ વ્યક્તિને ભોજન પીરસવાની ભૂલ કરશો નહીં આમ કરવાથી ચોખ્ખાઈ જળવાતી નથી અને તેમાં પ્રોબ્લેમ આવી શકે છે. અને જો એવું થાય છે તો લીવરના સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે.
કસરત
કોઈપણ બીમારીને સમાપ્ત કરવા માટે અથવા શરીરમાં તેના પ્રભાવને ઓછો કરવા માટે કસરત મહત્વની ભૂમિકા નિભાવે છે એટલું જ નહીં તેને કરવાથી આપણે સ્વસ્થ પણ રહી શકીએ છીએ કમજોર લીવર ના દર્દીઓને દરરોજ કસરત કરવાની સલાહ આપવામાં આવી છે જે લોકોનું શુગર લેવલ એકદમ જ વધી ગયું છે તે કસરતને રૂટિનમાં અપનાવીને સુગર લેવલ ઓછું કરી શકે છે જે લોકો એક્સરસાઇઝ કરવામાં સક્ષમ નથી તે વ્યાયામ કરી શકે છે.
આમળા
આંબળા વિટામિન સીથી ભરપૂર હોય છે અને સ્વાદુપિંડ ની સારી કામગીરીને પણ વધારો આપે છે. તેની માટે 1 કપ કારેલાના જ્યુસ માં એક ચમચી આંબળાનો પાઉડર ઉમેરીને અમુક મહિના સુધી દરરોજ તેનું સેવન કરવું જોઈએ. એનાથી લિવરને સ્વસ્થ રાખી શકાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team