શું તમે જાણો છો ઓછી ઊંઘ લેવાના કારણે ત્વચા અને બીજી અનેક વસ્તુ પર પડે છે ખૂબ જ ખરાબ અસર?

તણાવ આપણી જિંદગીના દરેક પડાવમાં જોવા મળે છે જ્યારે આપણે નાના હોઈએ છીએ ત્યારે આપણને ભણવાનું તથા રીઝલ્ટ ની ચિંતા હોય છે જ્યારે આપણે થોડા મોટા થઈ જઈએ છીએ ત્યારે કોલેજમાં મિત્રોની સામે સારો દેખાવ કરવા માટે તકલીફ રહે છે અને ત્યારબાદ કામ તથા પરિવારનું ભારણ આપણને તણાવમાં નાખી શકે છે. તેની સાથે જ આપણા સ્વાસ્થ્ય માટે પણ તે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે પરંતુ આપણે તેમાંથી બહાર નીકળવાનો ઉપાય જરૂરથી શોધવો જોઈએ અને આપણને તેની માહિતી હોવી જોઈએ કારણ કે કામ તથા તણાવના ચક્કરમાં આપણું સ્વાસ્થ્ય ખરાબ થઈ જાય છે અને તેના લીધે જ આપણા વાળ પણ ખૂબ જ જલ્દીથી ખરવા લાગે છે તથા ત્વચા ને પણ નુકસાન થવા લાગે છે. અને તેના જ કારણે ત્વચા ઉપર ડ્રાઇનેઝ રિંકલ્સ અને ડાઘ ધબ્બા પડવા લાગે છે. તેના જ કારણે ત્વચા પણ ખરાબ થઈ જાય છે.

તણાવના કારણે આપણા શરીરમાં હોર્મોન્સમાં પરિવર્તન આવે છે. અને તેનાથી આપણા વાળ અને ત્વચા અંદરથી ખરાબ થઈ શકે છે પછી તેને રીપેર કરવા માટે ખૂબ જ તકલીફ નો સામનો કરવો પડે છે તેથી જ પોતાના કામ અને અન્ય વાતનો તણાવ વધુ લેવો જોઈએ નહીં. આવો તેના નુકસાન અને ઉપાય વિશે વિસ્તારથી જાણીએ.

તણાવની ત્વચા ઉપર અસર

painful-pimple-remedy-feat

1 એક્ને

ઘણા બધા લોકોને તમે જોયા હશે કે જ્યારે તમે કામ અથવા તો પર્સનલ જીવનમાં વધુ તણાવ લો છો તો તેની અસર ચહેરા ઉપર જોવા મળે છે, અને ચહેરા ઉપર દાણા દેખાવા લાગે છે. તે સિવાય તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમે ભણતર અથવા તો બીજા કોઈ જ કારણે ઓછી ઊંઘ લઇ રહ્યા છો. તેના કારણે પણ ઓછી ઊંઘ લેવાના કારણે ચહેરા ઉપર દાગ અને ચહેરાની સુંદરતા ગાયબ થઈ જાય છે, તેથી તમારે સારી રીતે ઊંઘ લેવી જોઈએ તેનાથી તણાવ ઓછો થાય છે.

2 ડાર્ક સર્કલ

જ્યારે આપણે વધુ પડતો તણાવ લઈએ છીએ ત્યારે આપણી ઊંઘ પ્રભાવિત થાય છે અને તેનાથી આંખોની નીચેના મસલ્સ કમજોર થઈ જાય છે અને તેની ઉપર દબાણ વધુ આવવાથી આંખોની નીચે ડાર્ક સર્કલ થઈ જાય છે. તેનાથી તમારી આંખોની નીચે ફાઈન લાઇન્સ અને ત્વચામાં સ્ટીફનેસ તથા પીગમેન્ટેશન ની તકલીફ ઊભી થાય છે. અને તેના કારણે જ તમારી સુંદર આખો ખરાબ થવા લાગે છે અને તમારો ચહેરો ઉદાસ દેખાય છે, તેનાથી બચવા માટે રાત્રે આંખોની નીચે કાકડી નો મસાજ કરવો જોઈએ અને ટીબેગ મૂકીને સુઈ જાવ તેનાથી તમારી ત્વચાને લાભ મળશે.

3 સ્કીન ડ્રાઇનેસ

ત્વચાની અસર તમારા ચહેરાના હાઇડ્રેશન અને લેરીસ્ટમેન્ટ ઉપર પણ પડે છે તમારી ત્વચા ડલ અને બેજાન દેખાય છે. આમ ત્વચા ખૂબ જ ડ્રાય થઈ જાય છે અને તે ખૂબ જ ખરાબ દેખાય છે, તે સિવાય આ દરેક કારણોથી તમારો આત્મવિશ્વાસ પણ ડગમગી જાય છે.

4 વાળ ખરવા

ઊંઘ ઓછી લેવાથી અથવા તો વધુ પડતો તણાવ લેવાના કારણે પણ વાળ ખરી જાય છે અને તેના જ કારણે દરરોજ તમારા ઘણા બધા વાળ ઉટવા લાગે છે અને તેનાથી માથામાં દુખાવો અને વાળમાં ખૂબ જ ખેંચાણાવા લાગે છે આમ દરરોજ 100 થી વધુ વાળ તમારા તૂટી જાય છે.આવા વાળ ખરવાને ટેલોજન એફ્લુવિયમ કહેવામાં આવે છે. આ બીમારુમાં વાળમાં ખૂબ જ ખેંચાણુ ઊભું થાય છે તણાવ તથા ચિંતા ના કારણે ન માત્ર માથાના વાળ તૂટે છે પરંતુ આઇબ્રો તથા પાંપણ ના વાળ પણ ઉખડી જાય છે. તેના કારણે જ લોકોને ટાલ પડી જાય છે અને રોગપ્રતિકારક શક્તિ કમજોર હોવાના કારણે પણ તમને તકલીફ ઊભી થાય છે.

5 વાળ સફેદ થવા

ઓછી ઊંઘ લેવાના કારણે વાળ ખૂબ જ જલ્દી સફેદ થઈ જાય છે અને નાની ઉંમરમાં પણ તમારા દરેક વાળ સફેદ થઈ શકે છે આ તકલીફ લગભગ યુવાનોમાં જોવા મળે છે તેમની અસ્તવ્યસ્ત દિનચર્યા અને ખરાબ જીવનશૈલીના કારણે તેમની ઊંઘવાની પદ્ધતિ બગડી જાય છે, અને તેના જ કારણે વાળ ખૂબ જ તીવ્રતાથી સફેદ થઈ જાય છે અને ખરવા લાગે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “શું તમે જાણો છો ઓછી ઊંઘ લેવાના કારણે ત્વચા અને બીજી અનેક વસ્તુ પર પડે છે ખૂબ જ ખરાબ અસર?”

Leave a Comment