આ રોગના ઘણા કારણો હોઈ શકે છે. જો કે, અનિદ્રા મુખ્યત્વે માનસિક અશાંતિ ને કારણે થાય છે. કોઈપણ પ્રકારની શારીરિક પીડા જેવી કે શરીરમાં દુખાવો, અત્યંત તીવ્ર અથવા અસ્વસ્થતા વાતાવરણની સ્થિતિ અથવા લાંબા સમય થી ચાલતી કોઈ બીમારીઓ પણ અનિદ્રાનું કારણ બની શકે છે. અતિશય શ્રમ અને અતિશય ચિંતા ને કારણે ઊંઘ ખરાબ થઈ શકે છે. અયોગ્ય પાચન, કબજિયાત અને ખાવાની અનિયમિતતાનો પૂર્વ ઇતિહાસ ધરાવતા લોકો અનિદ્રાથી પીડાય છે. અનિદ્રા કોઈ પણ કારણ થી થઈ શકે છે.
અત્યાર ના સમય ની એક વિડમંના છે કે આજની આધુનિક જીવનશૈલીમાં લોકો ઊંઘ ને જરૂરિયાત તરીકે નહીં પણ સુખ તરીકે જોતા હોય છે. નેશનલ સ્લીપ ફાઉન્ડેશન અનુસાર, 30% થી 40% લોકો કહે છે કે તેઓને અનિદ્રાની સમસ્યા હોય છે અને 10% થી 15% એમ કહે છે કે તેઓને ઊંઘ ન આવા થી તકલીફ પડે છે.
આયુર્વેદમાં નિંદ્રા ન આવાના કારણ ને ‘અનિદ્રા’ કહે છે. આયુર્વેદિક ઉપચાર અને યોગ્ય જીવનશૈલી અપનાવીને અનિદ્રાની સારવાર કરી શકાય છે. સારી અને ઊંડી ઊંઘ ને માટે કેટલાક સરળ ઘરેલું ઉપાય છે જેને તમે અપનાવી શકો છો.
તમને પ્રાકૃતિક ઊંઘ સારી આવે તે માંટે અહી ઉપાય બતાવેલા છે.
- રાત્રે સૂતા પહેલા હૂંફાળું દૂધ પીવું એ નિંદ્રા મેળવવાની એક સરળ રીત છે. બદામનું દૂધ કેલ્શિયમનો ઉત્તમ સ્રોત છે, જે મગજને મેલાટોનિન બનાવવામાં મદદ કરે છે (આ હોર્મોન ઊંઘ/ જાગવાના ચક્રને નિયમન કરે છે).
- કોલ્ડ પ્રોસેસ થી બનાવેલ તલ ણા તેલ ને તમારા પગના તળિયા નીચે ઘસો. તમે આરામ થી તમારી ચાદર લઈ ને સુખપૂર્વક ઊંઘવા જાવ એ પહેલા આ કામ કરી લેવું(પગ માં સુતરાઉ મોજા પહેરો જેથી તમારી ચાદર ગંદી ના થાય).
- 3 ગ્રામ તાજા ફુદીનાના પાંદડા અથવા 5 ગ્રામ સૂકા ફુદીનાના પાવડરને 1 કપ પાણીમાં 15-20 મિનિટ સુધી ઉકાળો.
- રાત્રે, સૂવાના સમયે 1 ચમચી મધ સાથે હૂંફાળા પાણી લો. જીણા સમારેલા કેળા ઉપર 1 ચમચી જીરું નાંખો. રાત્રે નિયમિતપણે ખાઓ.
- શ્વસન આધારિત વ્યાયામ, યોગ અને ધ્યાન કરવાથી તમારા મગજ ને આરામ અને સારી નિંદ્રા મેળવવાનો એક સરસ માર્ગ છે!
જીવનશૈલી સંબંધિત સલાહ:
- મોડી રાત સુધી ટીવી જોવુ અથવા કમ્પ્યુટર પર કામ કરવાનું ટાળો.
- સાંજ પછી કોફી, ચા અથવા અન્ય વાયુયુક્ત પીણા પીવાનું ટાળો.
- આયુર્વેદિક મસાજ અને શિરોધરા જેવા ઉપાયોથી મનને આરામ મળે છે.
- તમારા શરીરને થકાવા માંટે અને તમારી ઉર્જા ને સાચી દિશા આપવા માટે દરરોજ 30 મિનિટ રમત અથવા કસરત કરો.
- નિયમિત ધ્યાન થી તમારી ઊંઘ સુધારી શકે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team