ગુલાબની પાંખડીમાંથી બનેલ ગુલકંદ નો સ્વાદ ન તો ફકત જીભ માંટે સારો છે પણ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારો છે. લોકો ગુલકંદ નો ઉપયોગ ખાવા પીવા માટે કરે છે, જેના થી તેનો સ્વાદ બે ગણો વધારે લાગે છે. તેના માં શરીરમાં ઠંડક થાય એવા ગુણ હોય છે, જેના કારણે ઉનાળામાં શરીર ઠંડું રહે છે. તેનાથી શરીરમાં વધારે ગરમી ઓછી થાય છે. આયુર્વેદમાં તેનો ઉપયોગ ઘણી દવાઓમાં પણ થાય છે. તેને ગુલાબની પાંખડીઓ અને ખાંડ ની મદદ થી તૈયાર કરવા માં આવે છે. જેમને પગ અને હથેળીમાં બળતરા થતી હોય તે લોકો માટે વધુ ફાયદાકારક છે.
આ ખાવાથી ગરમી ઓછી થઈ જાય છે. ગુલકંદમાં વિટામિન સી, ઇ અને બી મળી આવે છે. 2 ચમચી ગુલકંદ ખાવાથી લુ થી રાહત મળે છે. ડાયાબિટીઝવાળા લોકોએ તે ખાવામાં ખૂબ કાળજી લેવી જોઈએ કારણ કે તેમાં ખાંડ હોય છે. આવા દર્દીઓ તેમના ઘરે જ ગુલકંદ બનાવી શકે છે. આવો, તેના બધા ફાયદાઓ વિશે જાણીએ
ગુલકંદ ખાવા ની રીત
ગુલકંદ ને તમે દૂધ અથવા પાણી સાથે સેવન કરી શકો છો. સગર્ભા સ્ત્રીઓ એ તેનું 2 થી 5 ગ્રામ જેટલું સેવન કરવું. તમે તેને ખાધાના એક કલાક પછી દિવસમાં બે વાર ખાઈ શકો છો.
ગુલકંદ બનાવવાની રીત
- 200 ગ્રામ ગુલાબની પાંડીઓ
- 100 ગ્રામ દળેલી ખાંડ
- 1 ચમચી દળેલી નાની એલચી
- 1 ચમચી દળેલી વરિયાળી
બનાવવાની રીત-
ગુલાબની પાંખડીઓ ધોઈ લો અને પછી તેને કાચનાં વાસણમાં ઢાંકી દો. હવે આ બરણીમાં દળેલી ખાંડ નાખો. આ પછી તેમાં ભૂકી એલચી નાખો અને તેને 10 દિવસ તડકામાં રાખો. તેને અવાર નવાર હલાવતા રહો. જ્યારે તમને લાગે કે પાંદડીઓ ઓગળી ગઈ છે, તો સમજો કે તમારો ગુલકંદ તૈયાર છે. હવે તમે તેનું સેવન કરી શકો છો.
હ્રદય રોગ દૂર કરે છે:
હૃદયરોગમાં, અર્જુનની છાલ અને દેશી ગુલાબને ઉકાળો અને પીવો, જો ધબકારા વધારે હોય તો તેની સૂકી પાંદડીઓ ને ઉકાળીને પીવો. જો આંતરડામાં ઘા હોય તો 100 ગ્રામ મૂળેઠી, 50 ગ્રામ વરિયાળી, 50 ગ્રામ ગુલાબની પાંખડી ત્રણેય ને મિક્સ કરી ને 10 ગ્રામ લો. તેનો 100 ગ્રામ પાણીમાં ઉકાળો બનાવો અને તેણે પીવો.
શરીરમાં પાણીની કમી ને દૂર કરે છે:
ગુલકંદમાં ગુલાબનો રસ હોય છે જે શરીરને ઠંડક આપે છે. તે શરીરને ડિહાઇડ્રેશનથી સુરક્ષિત કરે છે અને તાજું રાખે છે. તેનાથી પેટમાં ઠંડક થાય છે. ગુલકંદ એ નરમ ટોનિક છે જે ઉનાળા દરમિયાન ઉર્જા આપે છે, જે થાક, આળસ, સ્નાયુમાં દુખાવો જેવા કષ્ટો થી બચાવે છે.
સૂર્યપ્રકાશથી બચાવે છે:
ગરમી માં બહાર નીકળતા પહેલા 2 ચમચી ગુલકંદ ખાઓ. આ તમને સનસ્ટ્રોક સામે રક્ષણ આપશે અને તડકો નહીં લાગે. આ ઉપરાંત તે ગરમીને કારણે થતાં નાકમાંથી રક્તસ્રાવ પણ રોકે છે.
ચહેરાને ચમકદાર બનાવે છે:
ગુલકંદ ત્વચા માટે ખૂબ જ સારો છે. તે ચહેરાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે કારણ કે તે અંદરથી લોહી સાફ કરે છે. તે બ્લેકહેડ્સ, ખીલ અને પિમ્પલ્સ જેવી ત્વચાની સમસ્યાઓને પણ દૂર કરે છે.
પ્રેગનેન્સી માંટે પણ ખૂબ લાભદાયી છે:
સગર્ભા સ્ત્રીઓ ગુલકંદની મજા પણ લઇ શકે છે. તે એકદમ સલામત છે. જો સગર્ભાવસ્થામાં કબજિયાતની ફરિયાદ હોય, તો તમે તેમાંથી પણ છૂટકારો મેળવી શકો છો.
વજન ઘટાડવામાં મદદ કરે છે:
ગુલકંદ માં લૈકસેટિવ અને ડ્યુરેટિક ગુણધર્મો હોય છે જે ચયાપચયને તીવ્ર બનાવે છે. જો તમારું મેટાબોલિઝમ ઝડપી છે, તો તમે તમારું વજન સરળતાથી ઉતારી શકશો. જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો રોજ 20 ગુલાબની પાંખડી પાણીમાં ઉકાળો અને તે ગાળીને તેમા મધ નાખો અને દિવસમાં બે વાર પીવો.
મોઢા માં પડેલ ચાંદી થી રાહતઆપે છે:
જો તમારા પેઢા માં સોજો રહે છે, તો એક ચમચી ગુલકંદ સવારે અને સાંજે ખાઓ. આનાથી, પેઢા માં સોજો કે રક્તસ્રાવની સમસ્યા ઓછી થાય છે. આની સાથે ગુલકંદ ખાવાથી મોઢા ના ફોલ્લાઓ પણ દૂર થાય છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team