ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો નૃત્યની વાત ન કરીએ એવું ખૂબ જ ઓછું જોવા મળે છે. પ્રાચીન કાળથી લઈને આધુનિક કાળ સુધી ભારતીય ઇતિહાસમાં પારંપરિક નૃત્યને ખૂબ જ મહત્વ રહ્યું છે. નૃત્ય અથવા ડાન્સ આજે લગભગ દરેક પ્રોગ્રામ લગ્ન,તહેવાર વગેરે જગ્યાએ જોવા મળે છે.આમ તો શાસ્ત્રીય નૃત્યની વાત કરીએ તો છ રૂપમાં છે પરંતુ અમે તમને શાસ્ત્રીય નૃત્યની સાથે સાથે અમુક એવા ડાન્સ ફોર્મ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે જરૂર જાણવા માંગશો. તો આવો જાણીએ ફેમસ ભારતીય ડાન્સ ફોર્મ વિશે.
1. ભરતનાટ્યમ
ભરતનાટ્યમ ભારતના પ્રમુખ શાસ્ત્રીય નૃત્ય માંથી એક છે. જે મુખ્ય રૂપથી સાઉથ ઇન્ડિયાના તમિલનાડુમાં ખૂબ જ પ્રસિદ્ધ છે કહેવામાં આવે છે કે ભરતનાટ્યમ ની ઉત્પત્તિ લગભગ ઇસ ૧૦૦૦ પૂર્વ પ્રાચીન છે અને તેની ઉત્પત્તિ મહિલાઓ દ્વારા તમિલનાડુના પ્રાચીન મંદિરોથી થઈ છે. ભરતનાટ્યમ શૃંગાર અને ઈશારા માટે જાણીતું છે.
2. કથક
કથક ડાન્સ ઇન્ડિયન ક્લાસીસ ડાન્સનો એક બહેતરીન ફોર્મ છે. જે નોર્થ ઇન્ડિયા માં ખુબ જ પસંદ કરવામાં આવે છે. આ ડાન્સ ને અમુમન પ્યારના નૃત્ય ના રૂપમાં પણ જાણવામાં આવે છે. કારણ કે આ ડાન્સ માં મહિલા અને પુરુષ બંને હિસ્સા લઈ શકે છે અન્ય ભારતીય નૃત્યો ની જેમ જ એક મંદિર નૃત્ય ના રૂપમાં શરૂ થયું હતું
3. મણિપુરી
મણિપુરી ડાંસ નોર્થ-ઈસ્ટ રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય નૃત્ય છે.લોક પરંપરા અને સ્થાનીય રીતિ રિવાજથી પરિપૂર્ણ આ નૃત્ય ભારતના પ્રમુખ શાસ્ત્રીય નૃત્ય માંથી એક છે. આ ડાન્સ પારંપરિક મણિપુરી વેશભૂષા અને શૃંગાર ની સાથે રાધા અને કૃષ્ણ ની કહાની ને દર્શાવીને કરવામાં આવે છે.
4. કથકલી
કથક પછી કથકલી પણ ભારતમાં સૌથી પ્રસિદ્ધ શાસ્ત્રીય નૃત્ય હોવાની સાથે-સાથે એક લોકપ્રીય ડાન્સ ફોર્મ છે. ખાસ કરીને દક્ષિણ ભારતીય રાજ્ય કેરલમાં આ ડાન્સ ફોર્મ ને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અને લગભગ દરેક ઉત્સવ અથવા તો કોઈ પણ તહેવારમાં તેને જરૂર સામેલ કરવામાં આવે છે. આ ડાન્સ ફોર્મમાં ચહેરા ઉપર મહોરું પહેરીને નૃત્ય કરવામાં આવે છે જે ખૂબ જ સુંદર લાગે છે.
5. કુચીપુડી
દક્ષિણ ભારતીય રાજ્ય કુચીપુડી શાસ્ત્રીય નૃત્યનો સૌથી મુશ્કેલરૂપ માનવામાં આવે છે ભગવાનને સમર્પિત આ નૃત્ય લગભગ દરેક ધાર્મિક કાર્યોમાં જોવા મળે છે.
6. ભાંગડા
શાસ્ત્રીય નૃત્ય માં તો નહીં પરંતુ પંજાબના લોકપ્રિય નૃત્ય માંથી એક છે ભાંગડા. લગ્ન,પાર્ટી, લોહરી,સંક્રાંતિ જેવા અવસર ઉપર લોકો કરતાં જોવા મળે છે.આ ડાન્સમાં મહિલા અને પુરુષ બંને મુખ્યરૂપથી ભાગ લે છે. પંજાબમાં તેની વગર કોઈપણ પાર્ટી પૂરી થતી નથી.
7. ગરબા
આજના સમયમાં ગરબા ભારત માટે એક પ્રમુખ કેન્દ્ર બની ગયું છે. ગુજરાતના લગભગ દરેક તહેવાર અને પાર્ટીના સમય પર ગરબા ન હોય તેવું ખૂબ જ ઓછું જોવા મળે છે. ખાસ કરીને નવરાત્રિના ઉત્સવ દરમ્યાન છોકરાઓ અને છોકરીઓ દ્વારા ગરબા રમવામાં આવે છે.
8. રૂફ ડાન્સ
રૂફ ડાન્સ એક કાશ્મીરી નૃત્ય છે. જેને મુખ્ય રૂપથી પારંપરિક રીતે મહિલાઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે. કાશ્મીરી મહિલાઓ ખાસ કરીને લગ્ન અને લોક તહેવાર જેવા આ પ્રસંગે ઉપર ખૂબ જ કરતી જોવા મળે છે.
Image Source
9. બિહુ
બિહુ અસમ રાજ્ય નું પ્રમુખ લોકનૃત્ય છે. જેમાં પારંપરિક પોશાક પહેરીને યુવાન છોકરીઓ અને મહિલાઓ નૃત્ય કરે છે.તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે લન્ડન ઓલમ્પિક દરમિયાન ઓપનિંગ સેરેમનીમાં પણ તેને પ્રસ્તુત કરવામાં આવ્યું છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team