આજ ની ભાગદોડ વાળી લાઇફ માં અને કામ ના પ્રેશર માં આપણ ને યાદ પણ નથી હોતું કે આપણે છેલ્લી વાર ક્યારે ખડખડાટ હસ્યાં હતા. જ્યારે હસવું આપણાં બધા જ માંટે મહત્વપૂર્ણ છે. આપણે તેને નજર અંદાજ કરી દઈએ છીએ. હસવા થી આપણી જિંદગી કેટલી ખુશનુમા અને સ્વસ્થ થાય છે એ જાણીએ. તેની માંટે ની જ થોડી જાણકારી શેર કરી છે.
- હસવા થી હર્દય ની કસરત થાય છે. રક્ત નો સંચાર સારી રીતે થાય છે. હસવા થી શરીર માંથી એંડોફીર્ન નામનું રસાયણ બહાર નીકળે છે. હસવા થી હાર્ટ અટેક ની ક્ષમતા ઓછી થઈ જાય છે.
- એક રિસર્ચ ના અનુસાર, ઓક્સિજન ની ઉપસ્થિતિ માં કેન્સર કોશિકાઓ અને ઘણા પ્રકાર ના હાનિકારક વાઇરસ નષ્ટ થાય છે.
- જો સવાર ના સમય માં હાસ્ય યોગા કરવામાં આવે તો તો દિવસભર પ્રસન્નતા રહે છે. જો રાત ના સમય માં આ યોગા કરવા માં આવે તો ઊંઘ સારી આવે છે. હાસ્ય યોગા થી આપણાં શરીર થી ઘણા પ્રકાર ના હોર્મોન્સ નો સ્ત્રાવ થાય છે. જેનાથી મધુમેહ, પીઠ નો દુખાવો, તણાવ માં રહેતા લોકો ને ફાયદો થાય છે.
- હસવા થી સકારાત્મક ઉર્જા પણ વધે છે. ખુશહાલ સવાર થી ઓફિસ નું વાતાવરણ પણ ખુશનુમા રહે છે. તો પછી કેમ ના 2-4 જોક્સ સાંભળી ને આપણા દિવસ ની શરૂઆત કરીએ?
- રોજ હસવા થી 400 કેલેરી ની ખપત થાય છે. જેનાથી મોટાપો પણ કાબૂ માં રહે છે. આજ કાલ ઘણા હાસ્ય ક્લબ પણ તણાવ ને હસી માધ્યમ દૂર કરવા નો પ્રયત્ન કરે છે.
મિત્રો પ્રકૃતિ પણ આપણ ને સંદેશો આપે છે કે વરસાદ પછી નીકળતો તડકો,ખીલેલું ફૂલ,લીલા લીલા વૃક્ષ,આપણી ખુશી નો અહેસાસ કરાવે છે. તેમની આ ખુશી જોઈને આપણું મન પણ ખુશ થાય છે. તેવી જ રીતે આપણે ખુશ અને સ્વસ્થ રહીશું તો આપણી આસપાસ નું વાતાવરણ પણ ખુશ રહેશે. કહેવાય છે કે “health is above wealth”
Image by Mohamed Chermiti from Pixabay
વિચારો કે થોડું હસવા થી એક ફોટો જો સરસ આવી શકતો હોય તો ખૂલી ને હસવા થી લાઇફ એક દમ સરસ બની જાય છે. મિત્રો સ્વાસ્થ્ય અને સામાજિક ક્ષેત્ર માં હસવા ના અગણિત ફાયદા છે તો હસવું જ જરુરી છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team