દિનેશ અને સંગીતા એક બીજાને ખુબજ પ્રેમ કરતા હતા અને એક બીજાની સાથે પૂરું જીવન જીવવા ઈચ્છતા હતા. બંને ભણેલા ગણેલા હતા અને બંનેની જાત પણ એક હતી, તેથી બંનેએ થોડાક વર્ષ પછી લગ્ન કરી લીધા. બંને એક બીજાને એટલો પ્રેમ કરતા હતા કે એક ક્ષણ પણ એક બીજાથી દૂર રહી શકતા ન હતા. સંગીતા ખુબજ સુંદર હતી, તેથી દિનેશ તેને ખુબજ પ્રેમ પણ કરતો હતો. સમય વીતતો ગયો અને એક દિવસ સંગીતાને ચામડીનો રોગ થઈ ગયો, હવે તે પેલાની જેમ સુંદર ન લાગતી હતી. તે મનમાં ને મનમાં વિચારતી હતી કે દિનેશ ક્યારેય મને પ્રેમ નહિ કરે, પરંતુ દિનેશ તો પણ તેને ખુબજ પ્રેમ કરતો હતો. એક દિવસ દિનેશ ઓફિસ થી ઘરે આવી રહ્યો હતો અને રસ્તામાં તેનો અકસ્માત થઈ ગયો અને તેણે સંગીતાને બતાવી દીધું કે તે હવે જોઈ નહિ શકે.:
આ સાંભળીને સંગીતા ખુબજ દુઃખી થઈ અને ખુબ રડવા લાગી, પરંતુ દિનેશે તેને સમજાવી કે તેમાં રડવાની ક્યાં વાત છે. હું તને પહેલાથી પણ વધારે પ્રેમ કરીશ અને હવે મને તારો ચામડીનો રોગ પણ નહિ દેખાય.
હવે બંને એક સાથે રહેતા અને ખુબજ વધારે ખુશ રહેતા હતા, એક દિવસ સંગીતાની તબિયત ખુબજ ખરાબ થઈ ગઈ અને તે હંમેશા માટે આ દુનિયા છોડીને ચાલી ગઈ. દિનેશ ખુબ રડ્યો અને રડી રડીને બીમાર પડી ગયો, પરંતુ જ્યારે તે સારો થઈ ગયો તો ફરીથી બધુ જોવા લાગ્યો. ત્યારે તેનો એક મિત્ર મળ્યો અને પૂછ્યું અરે ભાઈ તુ તો આંધળો થઈ ગયો હતો ને પાછો કેવી રીતે સાજો થઈ ગયો. દિનેશની આંખો ભરાઈ આવી અને તે બોલ્યો કે હું આંધળો ન હતો, હું મારી પત્ની માટે આ મજાક કરી રહ્યો હતો. જ્યારે તેને ચામડીનો રોગ થયો હતો ત્યારે તેને લાગતુ હતું કે તે હવે પહેલાની જેમ સુંદર નથી, આ વાતથી તે ખુબજ ઉદાસ રહેતી હતી, તેથી મે વિચાર્યું કે હું આંધળો બની જાવ જેથી તે હંમેશા ખુશ રહે. હું જાણતો હતો કે તે હવે જીવી નહિ શકે તેથી તેની ખુશી માટે તે બધું કરવુ પડ્યું.
મિત્રો આ વાર્તાથી હું તો એજ કહીશ કે બધા લોકોને દિનેશ જેવો સારો પતિ અને સંગીતા જેવી પત્ની મળે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team
1 thought on “ચાલો જાણીએ એક આંધળા પતિ અને પત્નીની પ્રેમ કહાની.”