કમ્પ્યુટર પર લાંબા સમય સુધી કામ કરતા લોકો માટે ખાસ ટિપ્સ વિશે ચાલો જાણીએ

આ હાઇટેક દોર છે. પછી ભલે તે સરકારી સેક્ટર હોય કે ખાનગી, દરેક ક્ષેત્રમાં વધારે પડતા કામ કમ્પ્યુટર પર થઈ રહ્યા છે. ટિકિટ બુકિંગ થી લઈને બિલ બનાવવા સુધી દરેક કામ કમ્પ્યુટર પર થઈ રહ્યા છે. આજકાલ મોટી સંખ્યામાં લોકો પોતાનો વધારે પડતો સમય કમ્પ્યુટર કે પછી મોબાઈલ પર જ વિતાવે છે.

Image by StartupStockPhotos from Pixabay

કમ્પ્યુટર ઘણા લોકો જેમકે આજની યુવા પેઢીની રોજીરોટી નું મુખ્ય કારણ બની ચૂક્યું છે. દરેક ક્ષેત્રમાં ડેટા એન્ટ્રી ઓપરેટર થી લઈને સોફટવેર એન્જિનિયર સુધીના અસંખ્ય અલગ કમ્પ્યુટરની જોબ લોકો કરી રહ્યા છે.

કમ્પ્યુટર જ્યાં આપણા કામોમાં અને આપણા રોજગારમાં આપણી મદદ કરી રહ્યું છે ત્યાજ તે આપણી શારીરિક તંદુરસ્તી માટે ખરાબ પણ સાબિત થઈ રહ્યું છે. સ્વાભાવિક છે કે કોમ્પ્યુટરનું કામ કરવા માટે તેની સામે બેસવું પડે છે. કમ્પ્યુટરની સામે મોડે સુધી બેસવાના કારણે સવૉઈકલ, આંખોની સમસ્યા, પીઠ અને કરોડરજ્જુ ના હાડકામાં દુખાવો, સ્નાયુઓ નબળા પડવા, મોટાપણું , ગેસ અને માનસિક તણાવ જેવા અનિચ્છનીય રોગો આપણને ઘેરી રહ્યા છે.

જેમકે આપણે કોમ્પ્યુટરથી કામ કરવાનું બંધ તો નથી કરી શકતા પરંતુ કેટલીક સાધારણ વાતો છે જેને અજમાવીને આ ખરાબ પ્રભાવો થી બચી શકાય છે. અહી અમે તમને કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ જેને અજમાવીને તમે આ સમસ્યાઓ ખાસ કરીને આંખોને સંબંધિત ઉપાધિઓ થી બચી શકાય છે. આ રહી કમ્પ્યુટરનું કામ કરનારા લોકો માટે કેટલીક ખાસ ટિપ્સ…..

Image by Gerd Altmann from Pixabay

 ૧. ફોન્ટ મોટા રાખવા

કમ્પ્યુટર પર લખવા કે વાંચવા માટે ફોન્ટ એટલે ટેક્સ્ટ થોડા મોટા રાખો. મોટા ફોન્ટ સાઇઝ થી આંખો પર વધારે દબાણ નથી પડતું.

Image by Tobias Rehbein from Pixabay

૨. ઘાટા રંગના ફોન્ટ

કમ્પ્યુટર પર લખતા અને વાંચતા સમયે ઘાટા રંગના ફોન્ટ અને હળવા રંગના બેક ગ્રાઉન્ડ થી આંખોને આરામ મળે છે.

Image by PublicDomainPictures from Pixabay

૩. આંખો જપકાવતા રહો

કમ્પ્યુટર પર કામ કરતી વખતે વચ્ચે  વચ્ચે આંખો જલ્દી થી જપકાવો. લાંબા સમય સુધી આંખને ન જપકાવવાથી આંખો સુકાઈ જાય છે જેનાથી આંખોની ડ્રાઈનેસની સમસ્યા થઈ શકે છે.

Image by Jan Vašek from Pixabay

૪.તેજ એટલે કે પ્રકાશ સામાન્ય હોય

કમ્પ્યુટર સ્ક્રીનમાં તેજ અને પ્રકાશની ચમક ન ઓછી રાખો કે ન વધારે રાખો. બ્રાઇટનેસના લીધેથી પણ આંખોમાં દબાણ અને ક્યારેક માથાનો દુખાવો પણ થાય છે.

૫. સ્ક્રીન થી અલગ જુઓ

કામ કરતી વખતે દરેક ૧ મિનીટ પછી સ્ક્રીનની બહાર જુઓ. તેનાથી આંખોના સ્નાયુઓ તેમની સામન્ય સ્થિતિ માં આવે છે અને તેને આરામ મળે છે.

૬. ઓરડામા પૂરતો પ્રકાશ હોય

કમ્પ્યુટર પર કામ કરતી વખતે ઓરડામાં પૂરતા પ્રકાશની વ્યવસ્થા હોવી જોઈએ. ઓછા પ્રકાશ વાળા ઓરડામાં કે અંધારામાં કમ્પ્યુટર પર કામ ક્યારેય ન કરવું. પ્રકાશનો સ્ત્રોત જેમ કે બલ્બ, તેવી જગ્યાએ હોય જ્યાંથી પ્રકાશ સીધી આંખો પર ન પડતો હોય.

૭. જુકીને ન બેસવું

કમ્પ્યુટર પર કામ કરતી વખતે એકદમ સીધું બેસવું જોઈએ. સ્ક્રીન આંખોની એકદમ સામે હોય. જૂકીને બેસવાથી કરોડરજ્જુ ના હાડકા પર ખુબ ખરાબ અસર પડે છે.

Image by StartupStockPhotos from Pixabay

૮.સતત ન બેસવું

સતત વધારે મોડે સુધી કમ્પ્યુટર પર ન બેસવું જોઈએ. દર ૩૦ મિનીટ પછી ઊઠીને ચાલવુ જરૂરી છે. એક સરળ રીત તે છે કે પાણીની બોટલ ક્યાંક બીજા ખૂણામાં રાખો જેથી તરસ લાગે ત્યારે ઉભા થઈને જવુ પડે. વધારે પાણી પીઓ. એટલું જ નહિ ફકત તમને અને તમારી ત્વચાને તરો તાજા રાખશે પરંતુ તમને ઉઠવા માટે પણ મજબૂર કરી દેશે. સમજમાં આવ્યું ને?

૯. કસરત કરતા રહો

ખુરશી પર બેઠા બેઠા થોડી ઘણી કસરત કરતા રહો. હાથ અને પગને ખેંચો. ગળાને આજુબાજુ ફેરવો, આંખોને ગોળ ગોળ ફેરવો, મોઢામાં હવા ભરીને ફુલાવો, મુઠ્ઠીઓ ને દબાવીને ખોલો અને બંધ કરો અને આ પ્રકારની હળવી કસરત કરતા રહો. શરૂઆતમાં તમારા સહકર્મીઓ તમને પાગલ સમજી શકે છે પરંતુ વિશ્વાસ કરો તમારા દેખાદેખી માં એક દિવસ તે પણ આ શરૂ કરશે.

Image source

૧૦. સવાર સાંજ યોગા કરો

કમ્પ્યુટરનું કામ કરનારા યોગા કરવાની ટેવ પાડે. થઈ શકે તો અઠવાડિયામાં ૨-૩ દિવસ જીમ જાઓ. ઘરે જ સૂર્યનમસ્કાર, પ્રાણાયામ , યોગ ધ્યાન વગેરે સરળ ક્રિયાઓ કરો. તે ન ફકત તમારા તનને સ્ફૂર્તિ અને ઊર્જા આપે છે પરંતુ તમારા મનને શાંત, એકાગ્રચિત અને તણાવ મુકત રાખવામાં તમારી મદદ કરે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment