નોકરી છોડી, 10 હજાર રૂપિયાથી ચાલુ કર્યો વ્યવસાય, આજે છે ઘણી મોટી મોટી હોટેલ તેના ગ્રાહક !

મુંબઈમાં રહેતી નીતા અડ્પ્પાએ લગભગ 6 મહિના કામ કરી ફાર્મા કંપનીની નોકરી એટલા માટે છોડી દીધી કેમકે તે નોકરી થી જોડાયલી સીમાઓમાં તેની ક્ષમતા બાંધવા માંગતી ના હતી. તેની આકાંશાઓને પંખ ત્યારે લાગ્યા જયારે લગ્ન બાદ તે બેંગ્લોર ચાલી ગઈ, જ્યાં તેની મુલાકાત તેની કોલેજ ની જુનીયર અનીશા દેસાઈ મળી. 23 વર્ષ પહેલા, આ બંને એ લગભગ ૧૦,૦૦૦ રૂપિયાના ખર્ચે પોતાના ગેરેજ સાથે એક ઉદ્યોગ કરવાની શરૂવાત કરી.

image source

સપના મોટા હતા, મુશ્કિલો ઘણી, પરંતુ હોંસલો બુલંદ

શરૂવાત ના દિવસોમાં કરજ ઉપર ચાલતો આ ઉદ્યોગ ‘પ્રકૃતિ હર્બલ’ દેશભરમાં પ્રતિષ્ઠિત હોટેલ અને હોસ્પિટલ વગેરે ને ૧૦,૦૦૦ હર્બલ કીટ સપ્લાય કરી રહી હતી. તેની સિવાય ઈન્ટરનેટના માધ્યમ થી તેની ૫૦૦૦ પ્રોડક્ટ સીધી ગ્રાહકો ને વેચી રહ્યા છે.

image source

ઉદ્યોગની શરૂવાત

નીતાએ મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યા પછી 1992 માં ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું. નીતાના લગ્ન બાદ તે બેંગ્લોર ચાલી ગઈ. જ્યાં તેને ખબર પડી કે અનીષા પણ ત્યાં જ છે. ત્યારબાદ શરૂવાત ના વર્ષ માં શેમ્પુ અને એલોવેરા ક્રીમની શોધ અને તેના સેમ્પલ બનાવવામાં નીકળી પડી. ત્યારબાદ ૨ વર્ષ પછી તેમણે તેની કંપનીને ઔપચારિક રૂપથી લોંચ કરી.

image source

મહેનતથી મળતી ગઈ સફળતા

આ કામની શરુવાતમાં એક મોટી પરેશાની એ હતી કે નીતા અને અનીષા પાસે કોઈ ગ્રાહક ના હતું અને માર્કેટિંગ નો કોઈ અનુભવ ના હતો. તે બંને એ આત્મવિશ્વાસ ખોયા વિના પાર્લરમાં પણ સેમ્પલ આપવાનું ચાલુ કર્યું, આખિરકાર તેને પહેલો ઓર્ડર મળી ગયો.

પરંતુ આ સફર આસાન ના હતો. થોડા વર્ષો પછી અનીશાને બેંગ્લોર છોડવું પડ્યું, જેના લીધે નીતાને ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો. તો પણ નીતાએ હિંમત હાર્યા વગર પ્રોડક્ટની ડીલીવરી ચાલુ રાખી.અને જલ્દી જ તેને દેશભરની પ્રતિષ્ઠિત હોટેલો ના ઓર્ડરો આવવા લાગ્યા.

image source

સોશલ મીડિયાને બનાવ્યો જરિયો

નીતા એ એક ફેસબુક પેજ બનાવ્યું અને તેના દ્વારા તે ગ્રાહકોને મફતમાં સલાહ આપતી. તે ઘણા બ્લોગ પણ લખવા લાગી. એટલું જ નહી નીતાની 25 વર્ષીય દીકરી અનુષા પણ આ કામમાં જોડાઈ ગઈ. આ બંને એ  હાલમાં જ તેની પ્રોડક્ટ પેકીંગમાં બદલાવ કર્યો છે હવે તે બાયો- ડીગ્રેડેબલ પેકિંગ કરી રહી છે.

image source

ઉભરતા ઉદ્યોગસાહસિકોને તે શું સલાહ આપવા માંગે છે?

તેની વાતને પૂર્ણવિરામ આપતા નીતા કહે છે કે , ખુદ પર ભરોસો રાખો  કેમકે જો તમે જ નહી રાખો તો તમે દુનિયા થી આ ઉમ્મીદ કઈ રીતે કરી શકો? જોખમ ઉઠાવો, ડરવાનું છોડી દો અને  તમારા આ સફર પર નીકળી પડો .

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment