રામ લક્ષ્મણ ઝૂલો છોડો, ઋષિકેશમાં પર્યટકોએ શોધી એક નવી જગ્યા, જેને જોઈને દિમાગ થઈ જશે તરોતાજા.

Image Source

ઋષિકેશ આધ્યાત્મિક મંદિરો માટે તો જાણીતું છે પરંતુ અહીંયાં એક ધોધ પણ છે. જેનું નામ પટના નામ પરથી રાખવામાં આવ્યું છે. તો આજે અમે તમને આ લેખમાં એ ધોધ વિશેની રોચક માહિતી જણાવીશું.

પટના વોટરફોલ ઋષિકેશનો એક લોકપ્રીય ધોધ છે. અહીંયા પ્રકૃતિપ્રેમી સૌથી વધુ આવવાનું પસંદ કરે છે. તમે પણ વિચારતા હશો કે આ ધોધ નું નામ પટના વોટરફોલ કેવી રીતે પડ્યું ? તો તમને જણાવી દઈએ કે આ ધોધ નું નામ નજીકમાં આવેલ પટના ગામના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ ગામ આ ચૂનાના પથ્થરની ગુફાઓ માટે પણ જાણીતું છે. વોટરફોલ વરસાદની સિઝનમાં એકદમ હર્યુભર્યું હોય છે. ચારે તરફ ફેલાયેલી હરિયાળીથી આ જગ્યા એકદમ જીવંત લાગે છે.

Image Source

પટના વોટરફોલ સુધી પહોંચવા માટે ટેક્સીનો ખર્ચ –

આ જગ્યા પર પહોંચવા માટે 500 રૂપિયા ટેક્સી નું ભાડું ખર્ચ કરવો પડે છે. તમે ઇચ્છો તો ટેક્ષી શેરિંગ નો વિકલ્પ પસંદ કરી શકો છો. ટેક્સી સ્ટેન્ડ પર નીલકંઠ મંદિર સુધી શેરિંગમાં ટેક્સી નું ભાડું તમને 100 રૂપિયાથી વધુ પડતું નથી. તમારે ફક્ત ડ્રાઈવરને જણાવી દેવું કે નીલકંઠ ની જગ્યાએ વોટરફોલ લઈ જાય.

Image Source

પટના વોટરફોલ સાથે જોડાયેલી લોકપ્રિય બાબતો –

પટના વોટરફોલ ફક્ત ધોધ માટે જ નહીં પરંતુ ઘણી બધી બાબત માટે પણ જાણીતું છે. જેમકે લક્ષ્મણ ઝૂલા, ગંગાઆરતી, જમ્પિંગ હાઈટ, ત્રિવેણીઘાટ, રામઝુલા જેવી કેટલીક રસપ્રદ જગ્યાઓ પણ અહીં આવેલી છે.

કેવી રીતે પહોંચવું વોટરફોલ –

પટના વોટરફોલ રેલ્વે સ્ટેશન થી 13 કિલોમીટર અને લક્ષ્મણ ઝુલા થી 6.5ના અંતર પર આવેલું છે. પટના ધોધની નજીક પટના ગામ આવેલું છે. અહીંયા નીલકંઠ મંદિર રસ્તા પર ગરુડ ચટ્ટી વોટરફોલ થી ત્રણ કિલોમીટર દૂર આવેલું છે. ધોધ સુધી પહોંચવા માટે પર્યટકોને રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક કિલોમીટર સુધી ટ્રેકિંગ કરવું પડે છે. જોલી ગ્રાંટ નજીક એરપોર્ટ આવેલું છે. જે શહેર ઋષિકેશ થી 20 કિલોમીટરના અંતરે આવેલું છે.

પટના ધોધ જોવાનો સૌથી શ્રેષ્ઠ સમય –

તમે વર્ષમાં ગમે ત્યારે આ સ્થળ ફરવા માટે પ્લાનિંગ કરી શકો છો.ફક્ત એક બાબતનું ધ્યાન રાખવું કે સૂર્યાસ્ત પછી આ જગ્યા પર જવું જોઈએ નહીં. કારણ કે ત્યાં વન્ય જીવોનો ભય રહે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment