હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની પૂજા માટે અલગ-અલગ પૂજન સામગ્રી નિર્ધારિત કરવામાં આવી છે. જેનું પોતાનું જ એક અલગ મહત્વ હોય છે. તો તેવી જ રીતે પૂજા-પાઠના અનુષ્ઠાનમાં સોપારી પણ ખુબ જ મહત્વપૂર્ણ છે. પૂજામાં સોપારીનું એટલું મહત્વ હોય છે કે, તેના વગર અમુક પૂજા પ્રારંભ થતી નથી. અહીં એક વાત વિચારવા જેવી છે કે, પૂજાની સોપારી અને ખાવાની સોપારી બંને બિલકુલ અલગ હોય છે. ખાવાની સોપારી મોટી અને ગોળ હોય છે. પરંતુ પૂજાની સોપારી થોડી નાની અને લાંબી હોય છે. આવો જાણીએ કે પૂજામાં સોપારીનું શું મહત્વ છે અને પૂજા કર્યા બાદ આ સોપારીનું શું કરવું જોઈએ. જેના વિશે મોટાભાગના લોકો અજાણ હોય છે.
ખાવાની સોપારી મોટી અને ગોળ હોય છે. પરંતુ પૂજાની સોપારી નાની અને થોડી લાંબી હોય છે. એવી માન્યતા છે કે પૂજાની સોપારીનો ઉપયોગ કરવાથી જીવનની દરેક તકલીફ સમાપ્ત થવા લાગે છે. પૂજા કર્યા પછી સોપારીને આમ તેમ મૂકવી જોઈએ નહીં, તેને પાણીમાં પ્રવાહિત કરી દેવી જોઈએ અથવા પૂજાસ્થાન તથા તિજોરીમાં રાખી શકો છો.
સોપારી આટલી મહત્વપૂર્ણ શા માટે છે ?
કોઈ પણ પૂજાપાઠ અથવા અનુષ્ઠાન શરૂ કરતા પહેલા પૂજાની સોપારીને પાનની ઉપર બિરાજમાન કરવામાં આવે છે. એવી માન્યતા છે કે, સોપારીમાં દરેક દેવી દેવતાઓનો વાસ હોય છે. જે સ્થાન ઉપર કોઈ ભગવાનની પ્રતિમા હોતી નથી, તો પણ પંડિત મંત્ર ઉચ્ચાર કરીને સોપારીમાં દેવી-દેવતાઓનું આહવાહન કરે છે અને પૂજાપાઠને સંપન્ન કરાવે છે. હિન્દુ શાસ્ત્રમાં સોપારીને જીવંત દેવનું સ્થાન પ્રાપ્ત થયું છે. સોપારીને બ્રહ્મદેવ, યમદેવ, ઇન્દ્રદેવ અને વરુણદેવ આ દરેકનું પ્રતીક માનવામાં આવે છે.
ગ્રહશાંતિની પૂજા માટે :
જો ઘરમાં ગ્રહશાંતિની પૂજા કરાવવામાં આવી રહી હોય તો સોપારી સૂર્ય ગુરુ મંગળ અને કેતુ આ ગ્રહોની પ્રતિનિધિ માનવામાં આવે છે. તે સિવાય જો કોઈ પણ કારણથી પૂજાનું આયોજન રાખવામાં આવ્યું છે. તો તેમાં મુખ્ય પાત્ર ઉપસ્થિત નથી તો તેની જગ્યાએ સોપારીને મૂકીને પૂજા પૂરી કરવામાં આવે છે.
જેમ કે અમુક પુજા અનુષ્ઠાન એવા હોય છે જેમાં પતિ-પત્ની બંને સાથે હોવું ખુબ જ જરૂરી છે. પરંતુ એવી પરિસ્થિતિમાં પત્ની ક્યાંક બહાર ગઈ હોય અને પૂજા સ્થળ ઉપર હાજર ન હોય અથવા તેનું મૃત્યુ થઈ ગયું હોય તો તેમના સ્થાન ઉપર સોપારીની સ્થાપના કરીને પૂજાને પૂરી કરીને ફળ મેળવી શકાય છે.
પૂજા પછી સોપારીનું શું કરવું જોઈએ ?
એવી માન્યતા છે કે, પૂજામાં સોપારીનો ઉપયોગ કરવાથી જીવનની દરેક તકલીફ સમાપ્ત થવા લાગે છે. પૂજા કર્યા બાદ સોપારીને આમતેમ મૂકવી જોઈએ નહીં તેને જળમાં પ્રવાહિત કરી દેવી જોઈએ અથવા તો પૂજા સ્થાન તથા તીજોરીમાં મુકી શકો છો. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને વૃદ્ધિ થાય છે તથા ધન સંબંધિત સમસ્યા રહેતી નથી. પૂજા કર્યા બાદ સોપારીને ભોજનમાં ઉપયોગમાં લેવો જોઈએ નહીં, તેનાથી તમારા જીવનમાં કઠિન પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. તેને કોઈ મંદિરમાં ચઢાવી શકો છો અથવા તો કોઈ પૂજારીને દાન કરી શકો છો.
આ લેખમાં આપેલ જાણકારી અને સૂચના સામાન્ય માન્યતા ઉપર આધારિત છે. તેનો અમલ કરતા પહેલા સંબંધિત વિશેષજ્ઞનો સંપર્ક કરો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team