Image Source
આપણે લગભગ બાળપણથી એક વાત સાંભળી છે કે ભોજન ને આપણે બગાડવું જોઈએ નહીં આ જ કારણ છે કે જેના કારણે ભારતીય લોકો વધેલું ભોજન ફ્રીજમાં મૂકે છે. અને ભૂખ લાગવાથી તેને ગરમ કરીને થાય છે.આ વિકલ્પ એ લોકો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે જેમને ભોજન બનાવવાનું આવડતું નથી. ત્યાંજ વિજ્ઞાન નું કહેવું કંઇક એવું પણ છે કે વધેલા ભોજનને ગરમ કરીને ખાઈ શકાય છે.
પરંતુ આયુર્વેદ આ વાતને બિલકુલ અલગ રીતથી જુએ છે.આયુર્વેદ અનુસાર વધેલું ભોજન ગરમ કરીને ખાવાની જગ્યાએ સાચું ભોજન બનાવીનેજ ખાવું જોઇએ. આવો જાણીએ આ વાતને કે કેટલી હદ સુધી આ વાતને આયુર્વેદ સાબિત કરી શક્યુ છે.
View this post on Instagram
આયુર્વેદ એક્સપર્ટ ડોક્ટર વર લક્ષ્મીની સલાહ
વાસી ભોજનને લઇને શું કહે છે આયુર્વેદ
આ વાતમાં તો સંપૂર્ણ સત્ય છે કે તાજું બનાવેલું ભોજન વધુ પોષક તત્વોથી ભરપૂર હોય છે. જ્યારે વાસી ભોજનમાં પોષક તત્વોની માત્રા ઓછી થઈ જાય છે. ત્યાં જ આયુર્વેદ અનુસાર તાજું ભોજન બનાવવાના ત્રણ કલાક સુધી તાજું રહે છે.
તો પણ લોકો 24 કલાક પહેલા બનાવેલું ભોજન પણ જમે છે. પરંતુ આયુર્વેદ અનુસાર આ ભોજન કરવાથી આપણે દૂર રહેવું જોઈએ તે સિવાય જો તમારું ભોજન વધ્યું છે તો તેને યોગ્ય રીતે સ્ટોર કરીને મૂકવું જોઈએ જેથી ભોજન ઉપર કોઈપણ પ્રકારના બેક્ટેરિયા ઉત્પન્ન થઈ શકે નહીં તથા વધી શકે નહીં.
24 કલાકની અંદર બનાવેલું ભોજન જમો
આયુર્વેદનું માનીએ તો વધેલું ભોજન જો તમે કરો છો તો તેનાથી તમને ઘણા દોષ અને પાચનતંત્ર સાથે જોડાયેલી સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. પરંતુ વધેલું ભોજન તમારે જમવું જ પડે તો એ વાતનું ખાસ ધ્યાન રાખો કે ભોજન ફરીથી ગરમ કરેલું હોય. તેની સાથે જ તમે માંસ અને માછલીનું સેવન કરો છો તો ખૂબ જ સારી રીતે ગરમ કરીને જ જમો.
આ ભોજનની અંદર ખૂબ જ ઝડપી કીટાણુ અને બેક્ટેરિયા ઉત્પન્ન થઈ જાય છે. તેની સાથે જ વધેલા ભોજનમાં પોષક તત્વોની માત્રા પણ ખૂબ જ ઓછી થઈ જાય છે તેથી જ તમે ધ્યાન રાખો કે વધુમાં વધુ 24 કલાકની અંદર બનાવેલું ભોજન તમે ગ્રહણ કરો અને તે પણ ગરમ કરીને.
શું છે એક્સપર્ટની સલાહ
અત્યારે જ આયુર્વેદિક એક્સપર્ટ ડોકટર વરલક્ષ્મીએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર વધેલા ભોજન ની ઉપર અમુક વાતો જણાવી છે, તે કહે છે કે લગભગ વધેલા ભોજનને યોગ્ય રીતે ગરમ કરીને ખાવાની સલાહ આપવામાં આવે છે,જે સારી પણ છે પરંતુ જ્યારે તમે એવું કરો છો ત્યારે તાજા ભોજનના અનુસાર તમારા પોષક તત્વો અને વિટામિન મળતા નથી, અને તમને જણાવી દઈએ કે તાજુ ભોજન કરવાથી માત્ર શરીરને પોષક તત્વો મળે છે પરંતુ તમારું શરીર પણ તંદુરસ્ત થાય છે.
પરંતુ તમારી જઠરાગ્નિને પણ તેમાં વધારો મળે છે. એવામાં જરૂરી છે કે ભોજન તાજું જમો. તેની સાથે જ વધેલા ભોજનને યોગ્ય રીતે મૂકો, નહીં તો તેના કારણે ફૂડ પોઇઝનિંગની સમસ્યા પણ થઈ શકે છે. તેની સાથે જ તમારી સંપૂર્ણ સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર થઈ શકે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team