આજે જાણો કચ્છમાં આવેલા એક એવા ગામ વિશે જ્યાં દરેક ઘરના સરનામા દીકરી કે વહુના નામથી શરૂ થાય છે

જો તમે કચ્છના મોટા અંગિયા અને મસ્કા ગામ માં જાવ તો ત્યાં તમને ઘરની બહાર દીકરીઓના નામની નેમપ્લેટ લગાવેલી જોવા મળશે. અને આશ્ચર્યની વાત એ છે કે અહીંના ઘરો ના સરનામાં દીકરીઓના નામ થી જ શરૂ થાય છે.

પુરુષ પ્રધાન સમાજમાં દરેક સ્ત્રીઓને સમાન તક મળે તે માટે તથા દીકરીઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળે તે હેતુથી આ નવતર પ્રયોગને હાથ ધરવામાં આવ્યો છે.

ત્યાં જ રહેતા નિરાલીબેન સોમૈયા જે મસ્કા ગામમાં રહે છે અને તે જણાવે છે કે આપણે કોઇપણ ગામમાં જતા હોઈએ કે શહેરમાં જતા હોઈએ ત્યારે ઘરની સામે હંમેશા પુરુષનો જ નામ જોવા મળે છે. પરંતુ મસ્કા ગામમાં અહીંના સરપંચ શ્રી એ એક નવી જ પહેલ હાથ ધરી છે. જેમાં ઘરની બહાર છોકરીનું કે પછી વહુ નું નામ લખવામાં આવે છે.

સોની નિશાબહેન જે મોટા અંગિયા ગામના છે અને તે જણાવે છે કે આજે મારા ગામમાં એક એવી પહેલ કરવામાં આવી છે કે દરેક દીકરીના ઘરમાં એક દિકરીના નામે નંબર પ્લેટ લગાડવામાં આવી છે અને અમારું ઘર એક દિકરીના નામે ઓળખવામાં આવે છે.

મોટા અંગિયા ગામના સરપંચ ઈકબાલભાઈ ઘાંચી જણાવે છે કે હંમેશા ઘરની ઓળખ પુરુષપ્રધાન ઓળખ હોય છે અને તેને બદલાવીને દીકરીનું માન-સન્માન જળવાય તેની માટે અને દીકરીઓને તથા તેમના વાલીને એક લાગણી ઊભી થાય છે કે અમારી દીકરી ના નામે પણ આ એક મકાન છે. તેની માટે જ અમે મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીમાં જઇને કિશોરી જાગૃતતાની મિટિંગ કરી અને ગ્રામ સભા કરી ત્યારબાદ તેમને ગામની 30 કિશોરી ના નામે મકાન ઉપર નેમ પ્લેટ લગાવવામાં આવી છે અને તે જણાવે છે કે અમારો સંકલ્પ છે કે અમારા ગામમાં જેટલા પણ ઘરમાં દીકરીઓ છીએ તેમના ઘરના બહાર તેમની દિકરીઓ ના નામની નેમપ્લેટ લાગે.

અત્યારે જમાનો બદલાઈ રહ્યો છે, અને શહેરમાં તો છોકરાઓને છોકરીઓ વચ્ચેના ભેદ સમય સાથે ઓગળી રહ્યા છે. અને આવા સમયમાં ગામડા પાછળ ન રહી જાય અને ત્યાં પણ દીકરીઓ ભણી ઘણી આગળ વધે તેજ ધ્યેયને સિદ્ધ કરવા આવા પ્રયોગ મદદરૂપ સાબિત થઈ રહ્યા છે.

મસ્કા માં રહેતા રિદ્ધિ સયદે જણાવે છે કે અત્યારે કંઇક નવી જ શરૂઆત કરવા માંગે છે અમારા સરપંચ છે કીર્તિભાઇ ગોર કે જે ઘરમાં દીકરી છે એ ઘરની બહાર દીકરી ના નામની જ નેમપ્લેટ લગાડીને દીકરીને ભણવા તરફ ખૂબ જ પ્રોત્સાહિત કરી રહ્યા છે, એ વાતની અમને બહુ ખુશી પણ છે અને ખૂબ જ ગર્વ પણ છે અને હવે અમારા સરપંચ શ્રી એક નવી પહેલ પણ તે લોકો શરૂ કરવા જઈ રહ્યા છે કે જેમાં જે શેરી અથવા તો જે ચોકમાં વધુ ભણેલી છોકરીઓ રહે છે તે શેરી અથવા ચોકનું નામ પણ તે છોકરી ના નામથી જ રાખવામાં આવે.

મસ્કા ગામ ના સરપંચ કીર્તિ ગોર જણાવે છે કે ઘરોના નામ કે શેરી ના નામ રસ્તાઓના નામ થઈ એજ્યુકેશન અને પોતાના ફિલ્ડમાં જેને પોતાનું નામ આગળ લાવ્યા છે તેવી બહેન માતા અને દીકરીઓના નામ થી આ શેરી અને ગલી ઓળખાય છે તેની માટે મસ્કા ગ્રામ પંચાયતે એક નવો જ પ્રયાસ હાથ ધર્યો છે.

મોટા અંગિયા ગામ માં દીકરીઓની સ્વરક્ષા ની તાલીમની સાથે સાથે સાથે સાથે તેમના વ્યક્તિગત વિકાસ ને લગતા મુદ્દા ઉપર તેઓ કામ કરે તે હેતુસર ગ્રામ પંચાયત એમની સાથે ખડેપગે ઊભી છે.

અમે દીકરીઓને વાલી દિકરીની યોજના ની સાથે-સાથે દીકરીઓને સ્વરક્ષણની કરાટેની તાલીમનુ આયોજન કરેલ છે સાથે ડ્રાઇવિંગમાં ફોરવીલ અને ટુ વીલ ડ્રાઇવિંગ પણ શીખવાનું આ વર્ષનું આયોજન કરેલ છે, આ દીકરીઓ આત્મવિશ્વાસ કેળવે અને પોતે એક બાલિકા પંચાયતમાં પોતાના વિકાસના કામો પોતાની વિચારધારા છે એનું કામ પંચાયતમાં કરી શકે તેની માટે પંચાયત સંપૂર્ણ રીતે કાર્યરત છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “આજે જાણો કચ્છમાં આવેલા એક એવા ગામ વિશે જ્યાં દરેક ઘરના સરનામા દીકરી કે વહુના નામથી શરૂ થાય છે”

Leave a Comment