આજે જ જાણો 20 સુપર ઈફફેટિવ વેટલોસ અને સ્લિમીન્ગ ટિપ્સ વિશે

Image Source

વજન ઓછું કરવું અને સ્લિમ બનવું સરળ નથી.તેની માંટે  આહાર-કસરતની સાથે તમારે કેટલીક બાબતોનું ધ્યાન પણ રાખવું પડશે. સ્લિમિંગ નિયમો તમારી લાઇફ સ્ટાઇલ નો એક હિસ્સો બનાવો પડશે.જેનાથી ના તો તમારું વજન ઘટશે, પરંતુ વજન નું મેનેજમેન્ટ પણ સરળ બનશે.

Image Source

સ્લિમિંગ નિયમો

  • કાર્બોહાઇડ્રેટ ઘટાડો: કાર્બોહાઇડ્રેટ બે પ્રકારના હોય છે – કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ અને સરળ કાર્બોહાઇડ્રેટ્સ. કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સમાં ગ્લાયસિમિક ઇન્ડેક્સ ઓછું હોય છે, જે સ્વાસ્થ્ય માટે સારા હોય છે. જો તમારે મોટાપો ઘટાડવો હોય તો તેનો ઉપયોગ કરો. તે આખા અનાજ, કઠોળ, ઓટ, જુવાર વગેરે માંથી મળી આવે છે. સરળ કાર્બોહાઇડ્રેટ્સમાં ગ્લાયસિમિક ઇંડેક્સ વધુ હોય છે. જે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ, જાડાપણું જેવા રોગોનું કારણ બને છે. તેથી તેને ટાળો. તે પાસ્તા, બ્રેડ, ચોખા, ખાંડ વગેરેમાં હોય છે.
  • પ્રોટીનનું સેવન વધારવું: પ્રોટીન શરીરના મેટાબોલિઝમનું સ્તર વધારે છે, જેના કારણે તમારું શરીર ચરબી ખાવા છતાં કેલરી ઝડપથી બર્ન કરવાનું શરૂ કરે છે. તેનાથી વજન ઓછું થાય છે. બધી દાળ, ડ્રાયફ્રૂટ, કઠોળ, લીલા પાંદડાવાળા શાકભાજી. સોયાબીન, દહીં, માછલી, ઇંડા વગેરે પ્રોટીનના સારા સ્ત્રોત છે.
  • ફાઈબર: ફાઇબર પણ મહત્વનું છે. ફાઈબર મેદસ્વીતા ઘટાડે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછું કરે છે. તેના સેવન થી તમારું પેટ ભરેલું ભરેલું લાગશે.આ કિસ્સામાં, તમે ઓછી કેલરી ખાવ છો. તેથી, તમારા આહારમાં ફાઇબરનો સમાવેશ કરો. તે ઓટમીલ, કઠોળ, વટાણા, ફળો વગેરેમાં શામેલ હોય છે

  • વધુ પાણી પીવો: પાણી તમારા મેટાબોલીસમ ને સારું રાખે છે અને તેનાથી તમને પેટ ભરેલું લાગશે. જમ્યા ના અડધો કલાક પહેલા એક ગ્લાસ પાણી પીવો. આમ કરવાથી ખાવા નું ઓછું ખવાશે.નવશેકું પાણી પીવો. તે ચયાપચયમાં સુધારો કરે છે અને વધારાની કેલરી બર્ન કરે છે.

  • રોજ 30 થી 60 મિનિટ કસરત કરો: જો તમારી પાસે સમય ઓછો છે અને તમે એક જ સમયે 30  થી 60 મિનિટ ન લઈ શકો, તો પછી કસરતને ૧૦-૧૦ મિનિટના ત્રણ ભાગમાં વહેંચો અને જ્યારે પણ 10 મિનિટ નો સમય મળે ત્યારે ઝડપી કસરત કરો.
  • હેલ્થી નાસ્તા સાથે દિવસ માં 3 વાર જરૂર થી ખાઓ: જો તમે નાસ્તો, લંચ અથવા ડિનર માંથી કંઈપણ છોડશો, તો તમને વધુ ભૂખ લાગશે અને તમે વધુ ખાવાનું ખાશો, જેથી તમારું વજન વધશે. તેથી કોઈપણ મિલ છોડશો નહીં. ઉપરાંત, દર બે કલાકે કંઈક ખાઓ, આને કારણે, પાચન પણ સારું થશે.

  • શાકભાજી અને ફળો પર ધ્યાન કેન્દ્રિત કરો: તમારા નાસ્તામાં સફરજન, કેળા, સ્ટ્રોબેરી વગેરે ફળોનો સમાવેશ કરો. ફ્રૂટ સલાડ અથવા ફળોને દહીંમાં મિક્સ કરી ને ખાઓ. જો તમે સેન્ડવીચ ખાતા હોવ, તો પછી તેમા વધુ શાકભાજીઓ ઉમેરો અને જો ઉપમા તમને પસંદ હોય તો તેમાં પણ ઓછો રવો અને વધુ શાકભાજી ઉમેરો. જો તમે નાસ્તામાં કોર્નફ્લેક્સ, ઓટમીલ અથવા પોર્રીજ ખાવ છો તો પછી તેમાં ઘણા બધાં ફળો ઉમેરો.

  • વજન પર નજર રાખો: નિયમિતપણે વજન ચકાસવા થી તમને તમારા વજન વિશે બધો જ ખ્યાલ આવી જશે. એટલું જ નહીં, થોડી બેદરકારીને કારણે જો વજન વધ્યું છે, તો તે વધુ વધે તે પહેલાં, તેના પર નિયંત્રણ મેળવવાના પ્રયાસો શરૂ કરી શકાય છે. તેથી, નિયમિત વજનની તપાસ કરવી વધુ સારું રહેશે.
  • ઘર માં રેડી ટુ ઈટ ફૂડ ન રાખશો: જ્યારે પણ આપણે સ્ટ્રેસ માં હોઈએ છીએ ત્યારે  બેઠા બેઠા કઈ ના કઈ ખાતા હોઈએ છીએ,જેમ કે સમોસાં, કચોરી, બિસ્કીટ, કેક વગેરે ખાય છે. જેમા કેલેરી વધુ હોય છે. આના થી બચવા માંટે તમે ઘર માં રેડી ટુ ઈટ ફૂડ રાખશો જ નહીં.
  • હેલ્થી ખોરાક લો: જ્યારે પણ ખોરાક લો, ત્યારે હેલ્થી વસ્તુ ઓ જેમ કે સલાડ, દહીં, સ્પ્રાઉટ્સ, શાકભાજી વગેરે લો. એ પછી જ તમારું મનપસંદ ખોરાક ખાવો. આનો ફાયદો એ થશે કે જ્યારે તમે વધુ કેલરીયુક્ત ખોરાક ખાશો  ત્યારે તમારી ભૂખ ઓછી થઈ ગઈ હશે અને તમે તેને માત્ર થોડી માત્રામાં જ ખાઈ શકશો.

  • એક્ટિવ રહો: ​​બાળકોના રમકડા મૂકવાના હોય,  કપડા સૂકવવા , બાળકોને બહાર રમવાનું હોય,  ઓફિસમાં સાથીદારને પૂછવા માટે તેમની સીટ પર જવું પડે અથવા પ્રિન્ટર માંથી પ્રિન્ટ લેવાની  હોય વગેરે એક્ટિવ રહેવા ના કોઈ મોકા ન છોડવા. તમારી જાતને સક્રિય રાખવા માટે કામ કરતા રહો. તેનાથી કેલરી બર્ન થશે અને વજનને નિયંત્રણમાં રાખવાનું સરળ રહેશે.
  • કસરતમાં બદલાવ કરતાં રહો: દરરોજ એકસરખી કસરત ન કરો, તેને બદલો. બે દિવસ જોગિંગ અને બે દિવસ તરવું. એક દિવસ રોબિક્સ, સાયકલિંગ અથવા યોગ પછી એક દિવસ નૃત્ય કરો અથવા આઉટડોર રમતો રમો.

  • સ્ટ્રેસ થી બચો: જ્યારે પણ આપણે સ્ટ્રેસ માં હોઈએ છીએ ત્યારે આપણે કંઇક ખાઈએ છીએ. જેવુ તમને લાગે કે તમે સ્ટ્રેસ માં છો તો તરત જ એક ગ્લાસ પાણી પીવો અને  સ્ટ્રેસ ફ્રી રહેવા માંટે કસરત કરો. એક ઉંડો શ્વાસ લો, સ્નાયુઓ ની રેલેક્સ ની રીત અપનાવો અથવા ફની પુસ્તકો વાંચો.તે ખાવા માંથી, તમારું ધ્યાન વાળશે અને તમે બિનજરૂરી કેલરી ખાવાનું ટાળશો.
  • અઠવાડિયામાં ફક્ત એક જ વાર બહાર નો ખોરાક લો: એક નિયમ બનાવો કે કઈ પણ થાય, બહાર ખાવા નું ઓછું ખાવામાં આવશે. આજકાલ હોટલો અને રેસ્ટોરાંમાં ખાવાનું વલણ ઘણું વધી ગયું છે. આનાથી વજન તો વધે છે, પરંતુ આરોગ્યની અન્ય સમસ્યાઓ પણ વધે છે. તેથી, જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી, ફક્ત ઘર નો જ ખોરાક  ખાઓ. જો બહારનું ખાવું પડે એવુ હોય તો  પછી શું અને કેટલું ખાવાનું છે તે નક્કી કરો.
  • હેલ્થી નાસ્તાને સાથે રાખો: જો તમને કંઇક ખાવાની ટેવ હોય, તો પછી હેલ્થી નાસ્તો બેગમાં રાખો, પરંતુ તેને મર્યાદિત માત્રામાં ખાવો. ફળ, સુગર બિસ્કિટ, શાકભાજીના સેન્ડવિચ, ડાયફ્રૂટ્સ, મમરા -ચણા વગેરે. તેનાથી તમે અતિશય ખાવા થી બચી શકો છો.
  • દિવસની શરૂઆત ફાઇબર વાળા નાસ્તા થી કરો: સવારનો નાસ્તો ક્યારેય છોડશો નહીં અને ધ્યાનમાં રાખો કે તમારો નાસ્તો એવો હોવો જોઈએ કે તેમાં ફાઇબર વધારે હોય. તમે ઓટમીલ, કોર્નફ્લેક્સ, બ્રાઉન બ્રેડ સેન્ડવિચ, ચીલા અથવા ફાઈબર સાથેનો અન્ય નાસ્તો ખાઈ શકો છો.

  • ચાલવા માટે દસ મિનિટ લો: વહેલી સવારે ઉઠો અને 10 મિનિટ ચાલો. જો તમે કામ કરી રહ્યા છો, તો પછી બપોરના ભોજન પછી 10 મિનિટ ચાલવુ જે તમને શક્તિશાળી બનાવશે. સાંજે પણ, 10 મિનિટ ચાલવા થી ફાયદો થશે. સૂતા પહેલા ધીમે ચાલવું એ પણ એક સારો વિચાર છે.
  • સમયસર ખોરાક લો: તે થોડું મુશ્કેલ છે, તેમ છતાં કોશિશ કરવી.  દરેક ભોજન માટેનો સમય નક્કી કરવાનો પ્રયાસ કરો. ખાસ કરીને સુવાના સમયે બે કલાક પહેલાં જમવાની ટેવ પાડો. મોડી રાત્રે જમવાં થી વજનમાં વધારો થાય છે.
  • ક્રેવિંગ ને કાબૂમાં રાખવાનું શીખો: ઘણી વાર ભૂખ નથી હોતી તો પણ કંઈક ખાવાની ઈચ્છા થતી હોય છે. ક્યારેક ચટપટું ખાવાની ઈચ્છા થાય છે . જો તમને પણ આવું થાય છે, તો તમારે તમારું  ધ્યાન વાળવું. સંગીત પર ડાંસ કરો, તમારુ વોર્ડરોબ ગોઠવો અથવા તમારું મનપસંદ કાર્ય કરો. જે તમને ભૂખની યાદ અપાવશે નહીં.
  • પોતાને રિવૉર્ડ આપો: વજન ઓછું કરવું સરળ નથી, પરંતુ જો તમે તમારી ઇચ્છા શક્તિ અને પ્રયત્નોથી વજન ઓછું કર્યું છે, તો તે માટે પોતાને રિવૉર્ડ આપો. મિત્રો સાથે ઉજવણી કરો અથવા તમારી જાતને એક સુંદર ડ્રેસ ભેટ કરો.

Image Source

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment