સંસારમાં સુખેથી રહેતા અને જીવતા શીખો.

ભગવાન દરેક કણમાં સમાયેલા હોય છે. આ જગતમાં જે કોઈપણ પ્રવૃત્તિઓ છે તે ભગવાનને કારણે છે. સંસારને ત્યાગથી ભોગવો, પ્રલોભન ન કરો. સંસારનું ધન કોઈનું નથી અને કોઈનું રહેશે પણ નહીં. ભગવાન આપણને ઉપયોગ કરવા માટે કંઈક આપે છે તો આપણે સમજીએ છીએ કે આપણે તેના માલિક બની ગયા, પરંતુ માલિક સંસારમાં એક જ છે અને તેની જ નિપુણતા સંસારમાં છે.

Image Source

બાળકો કાગળના ટુકડાને હાથમાં લઈને બેસે છે અને વિચારે છે કે તેની પાસે કોઈ કિંમતી વસ્તુ છે અને જ્યારે કોઈ છીનવી લે છે ત્યારે રડવા લાગે છે, જીદ કરે છે અને રમ્યા પછી તેને રાખી દે છે. મોટા થઈને કાગળના ટુકડા ભાઈ ભાઈ, સબંધો જુદા કરે છે. કારણકે વસ્તુઓમાં નિપુણતાનો અહંકાર ઉત્પન્ન કરે છે.

Image Source

જ્યારે દરેક વસ્તુઓ સ્વાદ, સુગંધ, સંગીત, મોહ, સ્પર્શ વગેરે સુખ ભોગવવા માટે મળી છે, પરંતુ તેના માટે બેચેન અને પાગલ રહેવું યોગ્ય નથી જો આ વાત મનુષ્ય સમજી જાય તો પ્રગતિ કરી શકે છે. મનુષ્ય જ્યાં જ્યાં લાચાર છે ત્યાં ત્યાં તે દુઃખી હોય છે. દુનિયામાં જેટલા ફસાતા જશો એટલા દુઃખી થશો.

Image Source

હોડી સાગરમાં જ રહેવી જોઈએ કારણ કે તેને પાણીમાં જ ચાલવાનું છે. પરંતુ પાણીને હોડીમાં ન રહેવું જોઈએ. તેવી રીતે જીવનની હોડી સંસારના પાણીમાં રહેવી જોઈએ સંસારના પાણીને હોડીમાં ન રહેવું જોઈએ.

મન જો કોઈ સ્વરૂપ જેવું છે તો તેને જ જુએ છે, મન જો ગીત સમાન છે તો તેને જ સાંભળવાનું પસંદ કરે છે, મન જ આપણા મોક્ષનું કારણ છે. મનની  હાર એ હાર છે અને મનની જીત એ જીત. મનને અભ્યાસ અને વૈરાગ્યથી નિયંત્રણમાં રાખવાનું છે. સંસાર રૂપી સાગરમા તરવા માટે મન પતવાર જેટલું જ મહત્વપૂર્ણ છે, તેથી તેને સંભાળો.

Image Source

એક વાર્તા દ્વારા તેને સમજાવી શકાય છે.

એક દિવસ રાજા પાસે એક વ્યક્તિ ઘણી બધી બકરીઓ લઈને આવ્યો. તે બોલ્યો રાજા હું ખૂબ જ દુઃખી છું. આ બકરીઓ આખો દિવસ ઘાસ ચરે છે પરંતુ સાંજે ઘરે પાછો ફરું છું ત્યારે તેમને જ્યાં જ્યાં લીલોતરી દેખાય છે ત્યાં ત્યાં તે રોકાઈ જાય છે. તેમને ભૂખ લાગે છે અને પછી ખાવાનું ચાલુ કરી દે છે. તેમને પેટ ભરીને ખાધા પછી પણ લીલોતરી જોઈને ભૂખ લાગવાની વાતથી હું ખુબજ પરેશાન છું. કોઈ ઉપાય જણાવો. રાજાએ કહ્યું કે તેમને અહીં જ રહેવા દો.

રાજાએ ઘણા નોકરો રાખ્યા અને કહ્યુ કે બકરીઓને ખવડાવો, એટલું ખવડાવો કે સાંજે જ્યારે તે મારી પાસે આવે ત્યારે તેમને ભૂખ ન લાગે. નોકરો તેમને ખૂબ ખવડાવે છે. પરીક્ષા લેવામાં આવે છે – ઘાસના લીલા પાંદડા રાખવામાં આવે છે, બકરીઓ ફરી સાંજે ખાય છે, તે જ રીતે મન આ બકરીઓ જેવું છે – ઇન્દ્રિયોનું સ્વરૂપ ભરી શકાય છે, મનનું પેટ ભરી શકાતું નથી. રાજાનો વજીર હોંશિયાર હતો. બકરીઓને લઇ ગયો અને સાથે એક દંડો પણ લઈ ગયો. બકરીઓને એક ખીલા સાથે બાંધી, લીલુ ઘાસ આગળ રાખ્યું. જ્યાં બકરીઓ ખાવા માટે મોઢું આગળ કરે છે ત્યારે દંડો મારે છે. આખો દિવસ આવું જ રહ્યું. સાંજે જ્યારે પરીક્ષા લેવા માટે લીલા પાંદડા આગળ રાખ્યા તો બકરીઓએ દંડાના માર વિશે વિચારીને પાંદડાઓથી મોઢું ફેરવી લીધું. રાજા ખૂબ ખુશ થયા, જ્યારે વજીરને કારણ પૂછ્યું તો વજીરે કહ્યું, ‘મહારાજ, દંડા નો ચમત્કાર.’ માનવ મન બકરી જેવું છે.

Image Source

સંસારની સુખ સુવિધાઓ બતાવતા રહેશો, તો કહેશે ઓછું છે, મનને થોડો ત્યાગ, તપસ્યા, સાધનાનો દંડો લગાવો એટલે નિયંત્રણમાં આવી જશે. મનને સંસારની હરિયાળી બતાવો અને દંડો મારો. મહાપુરુષોનું મન તો ઉપર ઊઠી ગયું હતું. આપણે પોતાને ખૂબ જ નિયંત્રિત કરવાનું છે. સંપતિ ભેગી કરવી એ કોઇ મોટી વાત નથી. પૈસા કમાઓ પણ ચિંતા ન કમાઓ. મળ્યું છે તો તેનો ઉપયોગ કરવાનો છે અને જ્યારે છોડવાનું હોય ત્યારે તે માટે પણ તૈયાર રહો. સંસારમાં કમળની જેમ જીવવું, કાદવમાંથી ઊંચા ઊઠીને. વ્યવહાર પણ નિભાવો અને પરમાર્થ પણ.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment