ઓલ ઈન્ડિયા રેડિયોની શરૂઆત વર્ષ 1930માં થઈ હતી. 20 વર્ષ પછી, દેશને તેની પ્રથમ મહિલા રેડિયો ન્યૂઝ રીડર મળી.
આઝાદીની લડાઇમાં રેડિયોએ મહત્વની ભૂમિકા ભજવી છે. વર્ષ 1936માં ભારતમાં ઓલ ઈન્ડિયા રેડિયોની સ્થાપના થઈ હતી. જો કે, આઝાદી પહેલા રેડિયોમાં ફક્ત પુરૂષ ન્યુઝ રિડર્સ જ હતા. છેવટે, વર્ષ 1947 માં, દેશને તેની પ્રથમ મહિલા ન્યૂઝ રીડર મળી. જેનું નામ સઈદા બાનો હતું.
આજના લેખમાં અમે તમને દેશની પ્રથમ ન્યૂઝ રીડર સઈદા બાનોની પ્રેરણાદાયી વાર્તા જણાવીશું. આખરે ભોપાલમાં જન્મેલી સઈદા બાનો રેડિયો જગતનો જાણીતો ચહેરો બની ગઈ.
કોણ છે સઇદા બાનો?
સઇદા બાનોએ ભારતની પ્રથમ મહિલા રેડિયો સમાચાર લેખિકા તરીકે કામ કર્યું હતું. ઉર્દૂ-પ્રસારણ જગતની જાણીતી હસ્તીઓમાં સઈદા બાનોનું નામ આજે પણ શુમાર છે. સઈદા બાળપણથી જ રમતગમતની પ્રવૃત્તિમા ખૂબ જ કુશળ હતી. જ્યાં તેણે શાળાના ઘણા દિવસો દરમિયાન અનેક એવોર્ડ જીત્યા હતા. સઇદાએ તેનું મેટ્રિક્સ શિક્ષણ ઇસાબેલા થોબર્ન કોલેજમાં પૂર્ણ કર્યું, જે તે સમયગાળાની પ્રખ્યાત કોલેજોમાંની એક હતી.
સઇદા બાનોનું અંગત જીવન
14 નવેમ્બર, 1932ના રોજ, સઈદાના નિકાહ ન્યાયાધીશ અબ્બાસ રઝા સાથે થયા. જોકે તેને લગ્ન કરવામાં રસ નહોતો. તે આગળ ભણવા માંગતી હતી. જેના માટે તેણે તેના પિતાને પત્ર લખ્યો હતો. આટલા પ્રયત્નો છતાં સઈદા અને અબ્બાસ રઝા લગ્નના બંધનમાં બંધાઈ ગયા.
થોડા સમય પછી સંબંધ તૂટી ગયો
સઈદા અને અબ્બાસના સંબંધો લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. જેના કારણે તેને રોજીરોટી કમાવવા અને બાળકોના ઉછેર માટે દિલ્હી આવવું પડ્યું હતું.
વિજયાલક્ષ્મી પંડિતના કહેવાથી સઇદાને નોકરી મળી
સઈદા દિલ્હી પહોંચી ત્યારે તેની પાસે કંઈ નહોતું. તે સમયે તેની મિત્ર ગાયિકા વિજયલક્ષ્મી પંડિતના કહેવાથી જ સઈદા બાનોને આકાશવાણીના દિલ્લી કાર્યાલયમાં નોકરી મળી. આ સાથે સઈદા ભારતની પ્રથમ ન્યૂઝ રીડર તરીકે જાણીતી બની.
તે દરમિયાન તેના અવાજના ખૂબ વખાણ થયા હતા. રેડિયોમાં તેમના કામને આજે પણ યાદ કરાય છે. જોકે, દિલ્હીમાં તેમનું જીવન સંઘર્ષથી ભરેલું હતું. તમામ ઉતાર-ચઢાવ વચ્ચે પણ તેણે દેશભરમાં એક અલગ ઓળખ બનાવી.
સઈદાના સંઘર્ષની કહાની લાખો મહિલાઓ માટે પ્રેરણારૂપ બનશે. તમને અમારો આ લેખ ગમ્યો હોય તો લાઈક અને શેર કરો, સાથે જ આવી જાણકારી મેળવવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “ભારતીય રેડિયો પર સૌપ્રથમ વાર જે મહિલાનો અવાજ સંભળાયો હતો, જાણો તે સઇદા બાનોની કહાની”